سورة الرعد
Ar Ra'd
المر، اینها آیات کتاب الهى است؛ و آنچه از طرف پروردگارت بر تو نازل شده، حق است؛ هرچند بیشتر مردم ایمان نمىآورند.
Alif Lam Mim Ra. These are the verses of the Book; and that which is revealed to you from your Lord is the truth, but most people do not believe.
અલિફ લામ મીમ રા; આ કિતાબની આયતો છે; અને તારા પરવરદિગાર તરફથી તારા ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, પણ ઘણાખરા લોકો ઇમાન નહીં લાવે.
خدا همان کسى است که آسمانها را، بدون ستونهایى که بتوانید آنها را ببینید، برافراشت، سپس بر عرش [قدرت] قرارگرفت؛ [و به تدبیر جهان پرداخت] و خورشید و ماه را مسخّر ساخت، که هرکدام تا زمان معیّنى حرکت دارند. کارها را او تدبیر مىکند؛ آیات را [براى شما] تشریح مىنماید؛ شاید به لقاى پروردگارتان یقین پیدا کنید.
Allah is He Who raised the heavens without any pillars that you see, and He is firm in power and He made the sun and the moon subservient (to you); each one pursues its course to an appointed time; He regulates the affair, making clear the signs that you may be certain of meeting your Lord.
તે અલ્લાહ છે કે જેણે આકાશોને તમે જોઇ શકો તેવા સુતુન (પાયા) વગર બુલંદ કર્યા, પછી (સત્તાના) અર્શ ઊપર બિરાજમાન થયો તથા સૂરજ અને ચાંદને તાબે કર્યા તે (દરેક બાબતની) તદબીર કરે છે (અને) નિશાનીઓને વાઝેહ કરે છે કે કદાચને તમારા પરવરદિગારની મુલાકાતનું તમને યકીન થઇ જાય.
و او کسى است که زمین را گسترد؛ و در آن کوههاى استوار و نهرهایى قرارداد؛ و در آن از انواع میوهها یک جفت آفرید؛ [پردهی سیاه] شب را بر روز مىپوشاند؛ در اینها نشانههایى است براى گروهى که تفکّر مىکنند.
And He it is Who spread the earth and made in it firm mountains and rivers, and of all fruits He has made in it two kinds; He makes the night cover the day; most surely there are signs in this for a people who reflect.
અને તે ઝમીનને ફેલાવી અને તેમાં મજબૂત પહાડો અને નદીઓને પૈદા કરી, અને દરેક ફળોના તેણે જોડા બનાવ્યા, તે દિવસને રાત્રિ(ના અંધકાર)થી ઢાંકે છે, બેશક તેમાં ગૌરોફીક્ર (ચિંતન) કરનારા લોકો માટે નિશાનીઓ છે.
و در روى زمین، قطعات متفاوتى در کنار هم وجود دارد؛ و باغهایى از انگور و زراعت و نخلها، [و درختان میوهی گوناگون] که گاه بر یک پایه مىرویند و گاه بر دو پایه؛ [و عجب آنکه] همهی آنها از یک آب سیراب مىشوند! و با این حال، بعضى از آنها را از جهت میوه بر دیگرى برترى مىدهیم؛ در اینها نشانههایى است براى گروهى که مىاندیشند.
And in the earth there are tracts side by side and gardens of grapes and corn and palm trees having one root and (others) having distinct roots-- they are watered with one water, and We make some of them excel others in fruit; most surely there are signs in this for a people who understand.
અને ઝમીનના ભાગો એકબીજા સાથે જોડાએલા છે, તથા દ્રાક્ષના બગીચાઓ અને ખેતી તથા ખજૂરના વૃક્ષો કે જેમાં એક થડવાળા અને બે થડવાળા છે તે બધાને એક જ પાણી પીવડાવવામાં આવે છે આમ છતાં અમુકના ફળોને બીજાના (ફળો) કરતા બહેતર બનાવીએ છીએ બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે.
و اگر [از چیزى] در شگفتى فرو مىروى، عجیب گفتار آنهاست که مىگویند: «آیا هنگامىکه ما خاک شدیم، [بار دیگر زنده مىشویم و] به خلقت جدیدى باز مىگردیم»؟! آنها کسانى هستند که به پروردگارشان کافر شدهاند؛ و غل و زنجیرها در گردنشان است؛ و آنها اهل دوزخند، و جاودانه در آن خواهند ماند.
And if you would wonder, then wondrous is their saying: What! when we are dust, shall we then certainly be in a new creation? These are they who disbelieve in their Lord, and these have chains on their necks, and they are the inmates of the fire; in it they shall abide.
અને અગર તને કોઇ વાત પર તઅજ્જુબ થાય તો તેઓની વાત વધુ તઅજ્જુબ ભરેલી છે: શું જયારે અમે માટી થઇ જશું ત્યારે અમને ફરીથી પૈદા કરવામાં આવશે? તેઓ એ છે કે જેઓ પોતાના પરવરદિગારનો ઇન્કાર કરે છે, અને તેઓની ગરદનોમાં તૌક નાખવામાં આવશે, અને તેઓ જહન્નમવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.
آنها پیش از تقاضاى حسنه [و رحمت]، از تو تقاضاى شتاب در سیّئه [و عذاب] مىکنند؛ با اینکه پیش از آنها بلاهاى عبرت انگیز نازل شده است. و پروردگار تو نسبت به مردم، با اینکه ظلم مىکنند، داراى آمرزش است؛ و [درعین حال] پروردگارت سخت کیفر است.
And they ask you to hasten on the evil before the good, and indeed there have been exemplary punishments before them; and most surely your Lord is the Lord of forgiveness to people, notwithstanding their injustice; and most surely your Lord is severe in requiting (evil).
અને તેઓ તારી પાસે ભલાઇની (રહેમતની) પહેલાં બૂરાઇ (અઝાબ) માટે ઉતાવળ કરે છે; અને બેશક તેમની અગાઊ નસીહત લેવા જેવા અઝાબના દાખલા બની ગયા છે અને બેશક તારો પરવરદિગાર લોકોના ઝૂલ્મ હોવા છતા તેઓની (તોબા કબૂલ કરી) બક્ષવાવાળો છે અને બેશક તારો પરવરદિગાર અઝાબ આપવામાં પણ સખ્ત છે.
کسانى که کافر شدند مىگویند: «چرا آیه [و معجزهاى] از پروردگارش بر او نازل نشده»؟! تو فقط بیمدهندهاى؛ و براى هرگروهى هدایتکنندهاى است؛ [و اینها همه بهانه است].
And those who disbelieve say: Why has not a sign been sent down upon him from his Lord? You are only a warner and (there is) a guide for every people.
અને નાસ્તિકો(માંથી અમુક) કહે છે શા માટે તેની ઉપર તેના પરવરદિગાર તરફથી કોઇ નિશાની નાઝિલ કરવામાં નથી આવી? તું ફકત એક ડરાવનાર છે, અને દરેક કોમ માટે એક હાદી (રહેબર) છે.*
خدا از جنینهایى که هر [انسان یا حیوان] مادّهاى حمل مىکند آگاه است؛ و نیز از آنچه رحمها کم مىکنند [و پیش از موعد مقرّر به دنیا مىآورند]، و هم از آنچه افزون مىکنند [و بعد از موقع به دنیا مىآورند]؛ و هر چیز نزد او مقدار معیّنى دارد.
Allah knows what every female bears, and that of which the wombs fall short of completion and that in which they increase; and there is a measure with Him of everything.
અલ્લાહ જાણે છે કે દરેક ગર્ભવતી (સ્ત્રી અથવા જાનવર)ના પેટમાં શું છે, કંઇ ચીઝ (ગર્ભદાનમાં રહેવાની મુદ્દત) ઘટાડે છે અને કંઇ ચીઝ (આ મુદ્દતને) વધારે છે અને તેની પાસે દરેક વસ્તુનું પ્રમાણ નક્કી છે.
او داناى پنهان و آشکار، و بزرگ و متعالى است.
The knower of the unseen and the seen, the Great, the Most High.
છુપી તથા જાહેર (બાબતો)નો જાણનાર, મહાન (તથા) બુલંદ મરતબાવાળો છે.
کسانى از شما که بهطور پنهان سخن بگویند، یا آشکار، براى او یکسان است؛ و [نیز] کسانى که شبانگاه بهطور مخفیانه حرکت مىکنند، یا در روشنایى روز.
Alike (to Him) among you is he who conceals (his) words and he who speaks them openly, and he who hides himself by night and (who) goes forth by day.
તેની નઝદીક બધુ બરાબર છે છુપાવીને વાત કરો કે જાહેરમાં, રાતના અંધકારમાં છુપાઇને ચાલો કે દિવસની રોશનીમાં.