سورة الرعد
Ar Ra'd
و کسانى که پیوندهایى را که خدا دستور به برقرارى آن داده، برقرارمىدارند؛ و از پروردگارشان مىترسند؛ و از بدى حساب [روز قیامت] بیم دارند.
And those who join that which Allah has bidden to be joined and have awe of their Lord and fear the evil reckoning.
અને જેમની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેમની સાથે સંબંધ રાખે છે,* અને પોતાના પરવરદિગારથી અને હિસાબ કિતાબની સખ્તીથી ડરે છે:
و کسانى که براى جلب رضاى پروردگارشان شکیبایى مىکنند؛ و نماز را برپا مىدارند؛ و از آنچه به آنها روزى دادهایم، پنهان و آشکار، انفاق مىکنند؛ و با حسنات، سیّئات را برطرف مىسازد؛ سرانجام [نیک] سراى آخرت، از آن آنهاست.
And those who are constant, seeking the pleasure of their Lord, and keep up prayer and spend (benevolently) out of what We have given them secretly and openly and repel evil with good; as for those, they shall have the (happy) issue of the abode
અને જે લોકો પોતાના પરવરદિગારની મરઝી હાંસિલ કરવા માટે સબ્ર કરે છે તથા નમાઝ કાયમ કરે છે અને જે કાંઇ અમોએ તેમને આપ્યું છે તેમાંથી છૂપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે છે તથા બૂરાઇને નેકીથી દૂર કરે છે તેમના માટે આખેરતનું ઘર છે:
[همان] باغهاى جاویدان بهشتى که همراه پدران و همسران و فرزندان صالحشان، وارد آن مىشوند؛ و فرشتگان از هر درى بر آنان وارد مىگردند.
The gardens of perpetual abode which they will enter along with those who do good from among their parents and their spouses and their offspring; and the angels will enter in upon them from every gate:
હંમેશ કાયમ રહેનારી જન્નતો કે; જેમાં તેઓ દાખલ થશે અને તેમની સાથે તેમના બાપદાદાઓમાંથી તથા તેમની ઔરતોમાંથી તથા તેમની ઔલાદમાંથી જેણે જેણે નેકી કરી હશે તેઓ પણ (દાખલ થશે) અને ફરિશ્તાઓ દરેક દરવાજેથી દાખલ થશે (તેઓને કહેશે)
[و به آنان مىگویند]: سلام بر شما به خاطر صبر و استقامتتان! چه نیکوست سرانجام سراى جاویدان.
Peace be on you because you were constant, how excellent, is then, the issue of the abode.
તમારા પર સલામ થાય કારણ કે તમોએ સબ્ર કરી; કેવુ સારૂ છે તમારા માટે આખેરતનું ઘર!
آنها که عهد الهى را پس از محکمکردن مىشکنند، و پیوندهایى را که خدا دستور به برقرارى آن داده قطع مىکنند، و در روى زمین فساد مىنمایند، براى آنهاست لعنت [و دورى از رحمت الهى]؛ و مجازات سراى آخرت.
And those who break the covenant of Allah after its confirmation and cut asunder that which Allah has ordered to be joined and make mischief in the land; (as for) those, upon them shall be curse and they shall have the evil (issue) of the abode.
જે લોકો અલ્લાહ સાથે કરાર કરીને તોડી નાખે છે, અને જેમની સાથે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેની સાથે સંબંધ તોડી નાખે છે, અને ઝમીન પર ફસાદ ફેલાવ્યા કરે છે, તેઓ માટે લાનત છે અને તેમના માટે ખરાબ ઘર છે.
خدا روزى را براى هرکس بخواهد گسترده مىسازد، یا تنگ مىگیرد ولى آنها [کافران] به زندگى دنیا، شاد [و خوشحال] شدند؛ درحالىکه زندگى دنیا در برابر آخرت، جز متاع ناچیزى نیست.
Allah amplifies and straitens the means of subsistence for whom He pleases; and they rejoice in this world's life, and this world's life is nothing compared with the hereafter but a temporary enjoyment.
અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વધારી દે છે અને ઘટાડી દે છે; અને તેઓ દુનિયાની જિંદગીથી ખુશ છે; અને દુનિયાની જિંદગી આખેરતના મુકાબલામાં થોડા સમય માટે ઊપયોગી ચીઝ સિવાય બીજું કાંઇજ નથી.
همان کسانى که ایمان آوردهاند، و دلهایشان به یاد خدا مطمئن [و آرام] است؛ آگاه باشید، تنها با یاد خدا دلها آرام مىگیرد.
And those who disbelieve say: Why is not a sign sent down upon him by his Lord? Say: Surely Allah makes him who will go astray, and guides to Himself those who turn (to Him).
અને નાસ્તિકો કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેની ઉપર કોઇ નિશાની કેમ નાઝિલ કરવામાં આવી નથી? તું કહે કે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જે તેની તરફ પલટે છે તેની હિદાયત કરે છે:
آنها كسانى هستند كه ايمان آوردهاند، و دلهايشان به ياد خدا مطمئن (و آرام) است؛ آگاه باشيد، تنها با ياد خدا دلها آرامش مىيابد!
Those who believe and whose hearts are set at rest by the remembrance of Allah; now surely by Allah's remembrance are the hearts set at rest.
જેઓ ઇમાન લાવ્યા છે અને જેમના દિલોને અલ્લાહની યાદથી ઇત્મીનાન હાંસિલ થાય છે, અને જાણી લો કે અલ્લાહની યાદથી દિલોને ઇત્મીનાન હાંસિલ થાય છે.*
کسانى که ایمان آوردند و کارهاى شایسته انجام دادند، براى آنها پاکیزهترین [زندگى] و سرانجام نیک است.
(As for) those who believe and do good, a good final state shall be theirs and a goodly return.
જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેમનાજ માટે તુબા (જન્નતી વૃક્ષ)** અને નેક અંજામ છે.
همانگونه [که پیامبران پیشین را مبعوث کردیم]، تو را به میان امّتى فرستادیم که پیش از آنها امّتهاى دیگرى آمدند و رفتند، تا آنچه را به تو وحى نمودهایم بر آنان بخوانى، درحالىکه به خداوندى که رحمتش عام است، کفر میورزند؛ بگو: «او پروردگار من است؛ معبودى جز او نیست؛ تنها بر او توکّل کردم؛ و بازگشتم بهسوى اوست».
And thus We have sent you among a nation before which other nations have passed away, that you might recite to them what We have revealed to you and (still) they deny the Beneficent Allah. Say: He is my Lord, there is no god but He; on Him do I rely and to Him is my return.
અને આ રીતે અમોએ તને એક એવી ઉમ્મતમાં મોકલ્યો, જયાં અગાઉ ઉમ્મતો જીવન વિતાવી ચૂકી એટલે સુધી કે અમોએ તારા તરફ વહી કરી જેની તુ તેઓ ઉપર તિલાવત કરે, એવી હાલતમાં કે તેઓ વિશાળ દયાળુ (અલ્લાહ)નો ઇન્કાર કરે છે, કહે તે મારો પરવરદિગાર છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તેના ઉપર હું આધાર રાખુ છું અને તેની જ તરફ મારૂં પાછું ફરવાનું છે.