Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 14

سورة ابراهيم

Ibrahim

સુરએ ઈબ્રાહીમ
52 verses Makki Verses 1–10 of 52
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
14:1
الركِتابٌ أَنْزَلْناهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُماتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلى صِراطِ الْعَزيزِ الْحَميدِ

الر، [این] کتابی است که بر تو نازل کردیم تا مردم را از تاریکی‌ها [ى شرک و ظلم و جهل] به‌سوى روشنایى [ایمان و عدل و آگاهى] به خواست پروردگارشان بیرون آورى و به‌سوى راه خداوند توانا و ستوده [هدایت کنى].

Alif Lam Ra. (This is) a Book which We have revealed to you that you may bring forth men, by their Lord's permission from utter darkness into light-- to the way of the Mighty, the Praised One,

અલિફ લામ રા. આ કિતાબ અમોએ તારા પર નાઝિલ કરી છે જેથી તું લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધકારમાંથી રોશની, (અલ્લાહ)ના રસ્તા તરફ લઇ આવે જે જબરદસ્ત અને વખાણલાયક છે:

14:2
اللهِ الَّذي لَهُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ وَيْلٌ لِلْكافِرينَ مِنْ عَذابٍ شَديدٍ

همان خدايى كه آنچه در آسمان‌ها و آنچه در زمين است، از آن اوست، واى بر كافران از مجازات شديد [الهى]!

(Of) Allah, Whose is whatever is in the heavens and whatever Is in the earth; and woe to the unbelievers on account of the severe chastisement,

તે અલ્લાહ કે આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું છે; અને નાસ્તિકો માટે અફસોસ છે તે સખત અઝાબના કારણે:

14:3
الَّذينَ يَسْتَحِبُّونَ الْحَياةَ الدُّنْيا عَلَى الْآخِرَةِ وَ يَصُدُّونَ عَنْ سَبيلِ اللهِ وَ يَبْغُونَها عِوَجاً أُولئِكَ في‌ ضَلالٍ بَعيد

همان كسانى‎كه زندگى دنيا را بر آخرت ترجيح مى‎دهند و [مردم را] از راه خدا باز مى‎دارند و مى‎خواهند آن را منحرف سازند، آن‎ها در گمراهى دورى هستند.

(To) those who love this world's life more than the hereafter, and turn away from Allah's path and desire to make it crooked; these are in a great error.

કે જેઓ આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીને પસંદ કરે છે, તથા લોકોને રાહે ખુદાથી રોકે છે અને ચાહે છે કે તેને મરડી નાખે આ લોકો ગુમરાહીમાં દૂર (ભટકેલા) છે.

14:4
وَ ما أَرْسَلْنا مِنْ رَسُولٍ إِلاَّ بِلِسانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ فَيُضِلُّ اللهُ مَنْ يَشاءُ وَ يَهْدي مَنْ يَشاءُ وَ هُوَ الْعَزيزُ الْحَكيمُ

ما هیچ پیامبرى را نفرستادیم، جز به زبان قومش، تا [حقایق را] براى آن‌ها آشکار سازد سپس خدا هرکس را بخواهد [و مستحق بداند] گمراه و هرکس را بخواهد [و شایسته باشد] هدایت مى‌کند و او توانا و حکیم است.

And We did not send any apostle but with the language of his people, so that he might explain to them clearly; then Allah makes whom He pleases err and He guides whom He pleases and He is the Mighty, the Wise.

અને અમોએ કોઇ રસૂલને નથી મોકલ્યો પરંતુ તે કોમની ભાષામાં જ (પયગામ આપે) કે જેથી તે તેમને વાઝેહ રીતે સમજાવી શકે; પછી અલ્લાહ જેને ચાહે તેને ગુમરાહીમાં ભટકવા દે છે, અને જેને ચાહે હિદાયત કરે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

14:5
وَ لَقَدْ أَرْسَلْنا مُوسى بِآياتِنا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُماتِ إِلَى النُّورِ وَ ذَكِّرْهُمْ بِأَيَّامِ اللهِ إِنَّ في ذلِكَ لَآياتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ

ما موسى را با آیات [و معجزات] خود فرستادیم [و دستور دادیم]؛ قومت را از تاریکى‎ها به‌سوى نور خارج ساز و ایّام اللهِ [روزهاى خاصّ الهى] را به آنان یادآورى کن. در این، نشانه‎هایى است براى هر شکیباى شکرگزار.

And certainly We sent Musa with Our communications, saying: Bring forth your people from utter darkness into light and remind them of the days of Allah; most surely there are signs in this for every patient, grateful one.

અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યો (અને કહ્યું કે) તું તારી કૌમને (ગુમરાહીના) અંધકારમાંથી (હિદાયતની) રોશની તરફ લઈ આવ, અને તેમને અલ્લાહના (ખાસ) દિવસોની યાદ દેવડાવ; બેશક આમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝારો માટે નિશાનીઓ છે.

14:6
وَ إِذْ قالَ مُوسى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللهِ عَلَيْكُمْ إِذْ أَنْجاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذابِ وَ يُذَبِّحُونَ أَبْناءَكُمْ وَ يَسْتَحْيُونَ نِساءَكُمْ وَ في ذلِكُمْ بَلاءٌ مِنْ رَبِّكُمْ عَظيمٌ

و [به یاد آورید] هنگامى را که موسى به قومش گفت: «نعمت خدا را نسبت به خود به یاد داشته باشید، زمانى‎که شما را از [چنگ] فرعونیان رهایى بخشید، همان‎ها که شما را به بدترین وجهى پیوسته شکنجه مى‎کردند، پسرانتان را سر مى‎بریدند و زنانتان را [براى خدمتکارى] زنده مى‎گذاشتند و در این، آزمایش بزرگى از طرف پروردگارتان بود».

And when Musa said to his people: Call to mind Allah's favor to you when He delivered you from Firon's people, who subjected you to severe torment, and slew your sons and spared your women; and in this there was a great trial from your Lord.

અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની તે નેઅમતોને યાદ કરો કે જ્યારે તેણે તમને આલે ફિરઔનથી નજાત આપી કે જેઓ તમને સખ્ત સજા આપતા હતા, અને તમારા ફરઝંદોને મારી નાખતા હતા તથા તમારી દુખ્તરોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે સખ્ત ઇમ્તેહાન હતું.

14:7
وَ إِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزيدَنَّكُمْ وَ لَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذابي لَشَديدٌ

و نیز به یاد آورید هنگامى را که پروردگارتان اعلام داشت: «اگر شکرگزارى کنید، [نعمت خود را] بر شما افزون خواهم کرد و اگر ناسپاسى کنید، مجازاتم شدید است»!

And when your Lord made it known: If you are grateful, I would certainly give to you more, and if you are ungrateful, My chastisement is truly severe.

અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું: જો તમે શુક્ર કરશો તો હું ખરેખર નેઅમતો વધારી દઇશ, અને જો તમે નાશુક્રી કરશો તો બેશક મારો અઝાબ સખ્ત છે.

14:8
وَ قالَ مُوسى إِنْ تَكْفُرُوا أَنْتُمْ وَ مَنْ فِي الْأَرْضِ جَميعاً فَإِنَّ اللهَ لَغَنِيٌّ حَميدٌ

و موسى [به بنى اسرائیل] گفت: «اگر شما و همه‌ی مردم روى زمین کافر شوید، [به خدا زیانى نمى‌رسد؛ چراکه] خداوند، بى‌نیاز و شایسته‌ی ستایش است».

And Musa said: If you are ungrateful, you and those on earth all together, most surely Allah is Self-sufficient, Praised;

અને મૂસાએ કહ્યું કે જો તમે તથા ઝમીન ઊપરના તમામ લોકો નાસ્તિક થઇ જાવ તો (પણ અલ્લાહને કાંઇ નુકસાન નથી કારણકે) ખરેખર અલ્લાહ બેનિયાઝ, વખાણને લાયક છે.

14:9
أَلَمْ يَأْتِكُمْ نَبَؤُا الَّذينَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَ عادٍ وَ ثَمُودَ وَ الَّذينَ مِنْ بَعْدِهِمْ لا يَعْلَمُهُمْ إِلاَّ اللهُ جاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّناتِ فَرَدُّوا أَيْدِيَهُمْ في أَفْواهِهِمْ وَ قالُوا إِنَّا كَفَرْنا بِما أُرْسِلْتُمْ بِهِ وَ إِنَّا لَفي شَكٍّ مِمَّا تَدْعُونَنا إِلَيْهِ مُريبٍ

و ثمود و کسانى که پس از ایشان بودند؛ همان‌ها که جز خداوند از آنان آگاه نیست؛ پیامبرانشان با دلایل روشن به سراغ آنان آمدند، ولى آن‌ها [از روى تعجّب و استهزا] دست بر دهان گرفتند و گفتند:«ما به آنچه شما به آن فرستاده شده‌اید، کافریم و نسبت به آنچه ما را به‌سوى آن مى‌خوانید، در شکّ و تردیدى آمیخته با بدگمانى هستیم».

Has not the account reached you of those before you, of the people of Nuh and Ad and Samood, and those after them? None knows them but Allah. Their apostles come to them with clear arguments, but they thrust their hands into their mouths and said: Surely we deny that with which you are sent, and most surely we are in serious doubt as to that to which you invite us.

શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં થઇ ગયા છે, (યાને) નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમ જેમને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખૂલ્લી નિશાનીઓ લઇને આવ્યા હતા, પરંતુ (તઅજ્જુબથી) તેઓએ પોતાના હાથ પોતાના મોંઢામાં નાંખી દીધા અને કહ્યું : તમને જે કાંઇ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇન્કાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે શંકાશીલ છીએ.

14:10
قَالَتْ رُسُلُهُمْ أَ في اللهِ‌ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَ الْأَرْضِ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَ يُؤَخِّرَكُمْ إِلىَ أَجَلٍ مُّسَمًّى قَالُواْ إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كاَنَ يَعْبُدُ ءَابَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُّبِينٍ

پيامبران آن‌ها گفتند: «آيا در خدايى كه آسمان‌ها و زمين را آفريده، شكّ و ترديدى است؟ او شما را دعوت مى‌كند تا گناهانتان را بيامرزد و تا موعد مقرّرى شما را باقى گذارد». آن‌ها گفتند: «[ما اين‌ها را نمى‌فهميم! همين اندازه مى‌دانيم كه] شما انسان‌هايى همانند ما هستيد، كه مى‎خواهيد ما را از آنچه پدرانمان مى‌پرستيدند باز داريد، پس [اگر راست مى‌گوييد] دليل و معجزه‌ی روشنى براى ما بياوريد».

Their apostles said: Is there doubt about Allah, the Maker of the heavens and the earth? He invites you to forgive you your faults and to respite you till an appointed term. They said: You are nothing but mortals like us; you wish to turn us away from what our fathers used to worship; bring us therefore some clear authority.

તેમના રસૂલોએ કહ્યું કે શું આકાશો તથા ઝમીનને પૈદા કરનાર અલ્લાહના બારામાં શંકા છે? તે તમને એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક મુકર્રર સમય સુધી તમને મોહલત આપે. તેમણે કહ્યું તમે અમારા જેવા જ ઇન્સાન છો (તેઓએ જવાબ આપ્યો) તમે ચાહો છો કે અમારા બાપદાદા જેની ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો માટે હવે કોઇ ખુલ્લી દલીલ લઇ આવો.

← Surah 13 Surah 15 →