Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 17

سورة الإسراء

Al Isra / Bani Israil

સુરએ બની ઈસરાઈલ
111 verses Makki Verses 41–50 of 111
17:41
وَ لَقَدْ صَرَّفْنا فِي هذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَ ما يَزِيدُهُمْ إِلّا نُفُوراً

ما در اين قرآن، حقايق را به صورت‌هاى گوناگون بيان ‌كرديم تا متذكّرشوند، ولى [كوردلان] جز بر نفرتشان نمى‌افزايد.

And certainly We have repeated (warnings) in this Quran that they may be mindful, but it does not add save to their aversion.

અને ખરેખર અમોએ આ કુરઆનમાં જુદી-જુદી રીતે બયાન કર્યુ છે કે જેથી તેઓ ઇબ્રત મેળવે,* પરંતુ તે (કુરઆનનું બયાન) તેઓના અણગમામાં જ વધારો કરે છે.

17:42
قُلْ لَوْ كانَ مَعَهُ آلِهَةٌ كَما يَقُولُونَ إِذاً لَّابْتَغَوْا إِلى ذِي الْعَرْشِ سَبِيلاً

بگو: «اگرآن‌چنان‌ كه آن‌ها مى‌گويند با او خدايانى بود، دراين‎صورت، [خدايان] سعى مى‌كردند راهى به‌سوى [خداوندِ] صاحب عرش پيدا كنند [و بر او غالب شوند]».

Say: If there were with Him gods as they say, then certainly they would have been able to seek a way to the Lord of power.

તું કહે : અગર તેમના કહેવા મુજબ તેની સાથે બીજા પણ માઅબૂદો હોત તો અત્યાર સુધીમાં તેઓ અર્શના માલિક સુધી પહોંચી જવાનો રસ્તો જરૂર શોધી લેત.

17:43
سُبْحانَهُ وَ تَعالى عَمّا يَقُولُونَ عُلُوّاً كَبِيراً

او منزّه ‌و برتر است از آنچه آن‌ها مى‌گويند؛ بسيار برتر و والاتر!

Glory be to Him and exalted be He in high exaltation above what they say.

જે કાંઇ તેઓ કહે છે તેનાથી તેની જાત પાક અને બુલંદ છે.

17:44
تُسَبِّحُ لَهُ السَّماواتُ السَّبْعُ وَ الْأَرْضُ وَ مَنْ فِيهِنَّ وَ إِنْ مِنْ شَيْءٍ إِلّا يُسَبِّحُ بِحَمْدِهِ وَ لكِنْ لاتَفْقَهُونَ تَسْبِيحَهُمْ إِنَّهُ كانَ حَلِيماً غَفُوراً

آسمان‌هاى هفتگانه و زمين و كسانى ‌كه در آن‌ها هستند همه تسبيح او مى‌گويند و هيچ موجودى نيست، جز آنكه تسبيح و حمد او مى‌گويد، ولى شما تسبيح آن‌ها را نمى‌فهميد، او داراى حلم و آمرزنده ‌است.

The seven heavens declare His glory and the earth (too), and those who are in them; and there is not a single thing but glorifies Him with His praise, but you do not understand their glorification; surely He is Forbearing, Forgiving.

સાતેય આસમાનો અને ઝમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસ્બીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણની તસ્બીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસ્બીહને સમજતા નથી; બેશક તે ખૂબ જ સહનશીલ, ક્ષમાવાન છે.

17:45
وَ إِذا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنا بَيْنَكَ وَ بَيْنَ الَّذِينَ لايُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجاباً مَسْتُوراً

و هنگامى‌كه قرآن مى‌خوانى، ميان تو و آن‌ها كه به آخرت ايمان نمى‌آورند، حجاب ناپيدايى قرار مى‌دهيم.

And when you recite the Quran, We place between you and those who do not believe in the hereafter a hidden barrier;

અને જ્યારે તું કુરઆન પઢે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા એક ન દેખાય તેવો પડદો રાખી દઇએ છીએ:

17:46
وَ جَعَلْنا عَلى قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَ فِي آذانِهِمْ وَقْراً وَ إِذا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلى أَدْبارِهِمْ نُفُوراً

و بر دل‌هايشان [به سبب بى‌ايمانى و لجاجت] پوشش‌هايى مى‌نهيم، تا آن را نفهمند و در گوش‌هايشان سنگينى قرار مى‌دهيم. و هنگامى‌كه پروردگارت را در قرآن به يگانگى ياد مى‌كنى، آن‌ها با حال نفرت پشت مى‌كنند و از تو روى برمى‌گردانند.

And We have placed coverings on their hearts and a heaviness in their ears lest they understand it, and when you mention your Lord alone in the Quran they turn their backs in aversion.

અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા છે અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા છે, જેથી તેઓ તેને સમજી ન શકે; અને જયારે તું કુરઆનમાં તારા એક પરવરદિગારની તોહીદનો ઝિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે.

17:47
نَحْنُ أَعْلَمُ بِما يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَ إِذْ هُمْ نَجْوى إِذْ يَقُولُ الظّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلّا رَجُلاً مَسْحُوراً

هنگامى‌كه به سخنان تو گوش فرا مى‌دهند، ما بهتر مى‌دانيم براى چه گوش فرا مى‌دهند؛ [و همچنين] در آن‌هنگام‌ كه با هم نجوا مى‌كنند، آنگاه كه ستمكاران مى‌گويند: «شما تنها از مردى افسون‌شده، پيروى مى‌كنيد».

We know best what they listen to when they listen to you, and when they take counsel secretly, when the unjust say: You follow only a man deprived of reason.

અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરી સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે! તેમજ જ્યારે તેઓ એક બીજાની સાથે ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે : તમે ફકત એવા શખ્સની તાબેદારી કરી રહ્યા છો કે જેને જાદુ કરી દેવામાં આવ્યો છે.

17:48
اُنْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثالَ فَضَلُّوا فَلا يَسْتَطِيعُونَ سَبِيلاً

ببين چگونه براى تو مَثَل‌ها زدند، در نتيجه گمراه ‌شدند و نمى‌توانند راه حق را پيدا كنند.

See what they liken you to! So they have gone astray and cannot find the way.

જૂઓ, તેઓ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરે છે! જેના પરિણામે તેઓ ગુમરાહ થઇ ગયા છે અને (હકનો) રસ્તો મેળવી શકતા નથી.

17:49
وَ قالُوا أَ إِذا كُنّا عِظاماً وَ رُفاتاً أَ إِنّا لَمَبْعُوثُونَ خَلْقاً جَدِيداً

و گفتند: «آيا هنگامى‌كه ما، استخوان‌هاى پوسيده و پراكنده‌اى شديم، دگربار با آفرينش تازه‌اى برانگيخته خواهيم‌ شد»؟!

And they say: What! when we shall have become bones and decayed particles, shall we then certainly be raised up, being a new creation?

અને તેઓ કહે છે કે જ્યારે અમે હાડકાં અને માટી થઇ જઇશું ત્યારે શું ખરેજ અમે ફરી જીવંત કરી ઉઠાડવામાં આવીશું ?

17:50
قُلْ كُونُوا حِجارَةً أَوْ حَدِيداً

بگو: شما سنگ باشيد يا آهن.

Say: Become stones or iron,

તું કહે કે તમે પત્થર બની જાઓ અથવા લોખંડ:

← Surah 16 Surah 18 →