Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 22

سورة الحج

Al Hajj

સૂરએ હજ
78 verses Madani Verses 11–20 of 78
22:11
وَ مِنَ النَّاسِ مَنْ يَعْبُدُ اللهَ عَلى حَرْفٍ فَإِنْ أَصابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ وَ إِنْ أَصابَتْهُ فِتْنَةٌ انْقَلَبَ عَلى وَجْهِهِ خَسِرَ الدُّنْيا وَ الْآخِرَةَ ذلِكَ هُوَ الْخُسْرانُ الْمُبين

و بعضى از مردم خدا را تنها با زبان مى‌پرستند، اگر [دنيا به آن‌ها رو كند و] خيرى به آنان برسد، حالت اطمينان پيدا مى‌كنند امّا اگر مصيبتى براى امتحان به آن‌ها برسد، دگرگون مى شوند [و به كفر رو مى آورند]. [به اين ترتيب] هم دنيا را از دست داده اند و هم آخرت را و اين همان خسران و زيانِ آشكار است.

And among men is he who serves Allah (standing) on the verge, so that if good befalls him he is satisfied therewith, but if a trial afflict him he turns back headlong; he loses this world as well as the hereafter; that is a manifest loss.

અને લોકોમાં અમુક એવા પણ છે કે જે ખુદાની ઇબાદત એ મકસદ માટે કરે છે કે અગર તેને કોઇ ભલાઇ પહોંચે તો તે મુત્મઇન (સંતોષી) થઇ જાય છે, અને અગર કોઇ મુસીબત આવી પડે છે તો ઊંધા મોઢે ફરી જાય છે, તેઓ દુનિયા તથા આખેરત બંનેમાં નુકસાનમાં છે, અને આ જ ચોખ્ખું નુકસાન છે.

22:12
يَدْعُوا مِنْ دُونِ اللهِ ما لا يَضُرُّهُ وَ ما لا يَنْفَعُهُ ذلِكَ هُوَ الضَّلالُ الْبَعيدُ

او جز خدا چيزى را مى خواند كه نه زيانى به او مى رساند و نه سودى؛ اين همان گمراهىِ بسيار عميق است.

He calls besides Allah upon that which does not harm him and that which does not profit him, that is the great straying.

તે અલ્લાહને છોડીને તેઓને પોકારે છે કે જે ન તેને કોઇ નુકસાન પહોંચાડી શકે છે અને ન ફાયદો અને એજ દૂર સુધી ફેલાયેલી ગુમરાહી છે.

22:13
يَدْعُوا لَمَنْ ضَرُّهُ أَقْرَبُ مِنْ نَفْعِهِ لَبِئْسَ الْمَوْلى وَ لَبِئْسَ الْعَشيرُ

او كسى را مى خواند كه زيانش از نفعش نزديك تر است؛ چه بد سرپرست و ياورى و چه بد مونس و همنشينى!

He calls upon him whose harm is nearer than his profit; evil certainly is the guardian and evil certainly is the associate.

તે એવાઓને પોકારે છે કે જેનું નુકસાન તેના ફાયદાથી વધારે નજીક છે, તે ખરાબ સરપરસ્ત અને ખરાબ મદદગાર છે.

22:14
إِنَّ اللهَ يُدْخِلُ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ إِنَّ اللهَ يَفْعَلُ ما يُريدُ

خداوند كسانى را كه ايمان آورده و كارهاى شايسته انجام داده اند، در باغ هاى بهشتى وارد مى كند كه نهرها از پاى درختانش جارى است [آرى،] خدا هرچه را اراده كند، انجام مى دهد.

Surely Allah will cause those who believe and do good deeds to enter gardens beneath which rivers flow, surely Allah does what He pleases.

બેશક અલ્લાહ જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેઓને જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહેતી હશે; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.

22:15
مَنْ كانَ يَظُنُّ أَنْ لَنْ يَنْصُرَهُ اللهُ فِي الدُّنْيا وَ الْآخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ إِلَى السَّماءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنْظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهُ ما يَغيظُ

هركس گمان مى كند كه خدا پيامبرش را در دنيا و آخرت يارى نخواهد كرد [و از اين نظر خشمگين است، هر كارى از دستش ساخته است بكند]، ريسمانى به سقف بياويزد و [خود را حلق آويز و] نفس خود را قطع كند [و تا لبه پرتگاه مرگ پيش رود]؛ ببيند آيا اين كار خشم او را فرو مى نشاند؟!

Whoever thinks that Allah will not assist him in this life and the hereafter, let him stretch a rope to the ceiling, then let him cut (it) off, then let him see if his struggle will take away that at which he is enraged.

જે કોઇને એવુ ગુમાન હોય કે અલ્લાહ તે (પયગંબર)ની દુનિયા તથા આખેરતમાં મદદ નહિં કરે તો તેને જોઇએ કે છત પર દોરડુ ખેંચે પછી (પોતાને લટકાવીને જીવનની દોરી) કાપી નાખે પછી જૂએ કે તેની આ તરકીબ ગુસ્સો દેવરાવનાર વસ્તુને દૂર કરે છે?

22:16
وَ كَذَالِكَ أَنزَلْنَاهُ ءَايَاتِ بَيِّنَاتٍ وَ أَنَّ اللهَ‌ يَهدِي مَن يُرِيد

اين گونه ما آن [قرآن‌] را به‌صورت آيات روشنى نازل كرديم و خداوند هركس را بخواهد هدايت مى‌كند.

And thus have We revealed it, being clear arguments, and because Allah guides whom He intends.

અને આ રીતે અમોએ આ (કુરઆન)ને વાઝેહ નિશાનીના રૂપમાં નાઝિલ કર્યુ છે, અને અલ્લાહ જેને ચાહે છે તેની હિદાયત કરે છે.

22:17
إِنَّ الَّذينَ آمَنُوا وَ الَّذينَ هادُوا وَ الصَّابِئينَ وَ النَّصارى وَ الْمَجُوسَ وَ الَّذينَ أَشْرَكُوا إِنَّ اللهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيامَةِ إِنَّ اللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيدٌ

به يقين كسانى ‌كه [به پيامبر اسلام] ايمان آوردند، كسانى كه به آيين يهود گرويدند، صابئان (پيروان يحيى)، نصارى، مجوس و مشركان، خداوند در ميان آنان روز قيامت داورى مى‌كند [و حق را از باطل جدا مى سازد]؛ زيرا خداوند بر هرچيز گواه[و از همه چيز آگاه] است.

Surely those who believe and those who are Jews and the Sabeans and the Christians and the Magians and those who associate (others with Allah)-- surely Allah will decide between them on the day of resurrection; surely Allah is a witness over all things.

બેશક જે લોકો ઇમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા અને જેઓએ શિર્ક કર્યુ તેઓના દરમ્યાન કયામતને દિવસે અલ્લાહ ફેંસલો કરશે કારણકે તે દરેક ચીઝ પર ગવાહ છે.

22:18
أَ لَمْ تَرَ أَنَّ اللهَ يَسْجُدُ لَهُ مَنْ فِي السَّماواتِ وَ مَنْ فِي الْأَرْضِ وَ الشَّمْسُ وَ الْقَمَرُ وَ النُّجُومُ وَ الْجِبالُ وَ الشَّجَرُ وَ الدَّوَابُّ وَ كَثيرٌ مِنَ النَّاسِ وَ كَثيرٌ حَقَّ عَلَيْهِ الْعَذابُ وَ مَنْ يُهِنِ اللهُ فَما لَهُ مِنْ مُكْرِمٍ إِنَّ اللهَ يَفْعَلُ ما يَشاءُ

آيا نمى دانى تمام كسانى كه در آسمان ها و كسانى كه در زمينند براى خدا سجده مى‌كنند؟! و [همچنين] خورشيد و ماه، ستارگان، كوه‌ها، درختان، جنبندگان و بسيارى از مردم! امّا بسيارى [ابا دارند و فرمان] عذاب درباره‌ی آنان حتمى است و هركس را خدا خوار كند، كسى او را گرامى نخواهد داشت. خداوند هرچه را اراده كند [و صلاح بداند] انجام مى دهد.

Do you not see that Allah is He, Whom obeys whoever is in the heavens and whoever is in the earth, and the sun and the moon and the stars, and the mountains and the trees, and the animals and many of the people; and many there are against whom chastisement has become necessary; and whomsoever Allah abases, there is none who can make him honorable; surely Allah does what He pleases.

શું તુ નથી જોતો કે જેઓ આસમાનો તથા ઝમીનમાં છે અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણાં ખરા અલ્લાહને સિજદો કરે છે; અને તેઓમાં ઘણાં ખરા એવા પણ છે જેમના ઉપર (ઇન્કારના કારણે) અઝાબ નક્કી છે; અને જેને અલ્લાહ ઝલીલ કરે તેને ઇઝઝત આપનાર કોઇ નથી; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.

22:19
هذانِ خَصْمانِ اخْتَصَمُوا في رَبِّهِمْ فَالَّذينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيابٌ مِنْ نارٍ يُصَبُّ مِنْ فَوْقِ رُؤُسِهِمُ الْحَميمُ

اين دو گروه، دشمن يكديگرند كه درباره‌ی پروردگارشان به مخاصمه و جدال پرداختند.كسانى كه كافر شدند، لباس هايى از آتش براى آن‌ها بريده شده و مايع سوزان بر سرشان ريخته مى‌شود.

These are two adversaries who dispute about their Lord; then (as to) those who disbelieve, for them are cut out garments of fire, boiling water shall be poured over their heads.

આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે, જે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડે છે; પછી નાસ્તિકો માટે આગના કપડાં વેતરવામાં આવશે; (અને) તેમના માથા પર ઉકળતું પાણી રેડવામાં આવશે.

22:20
يُصْهَرُ بِهِ ما في بُطُونِهِمْ وَ الْجُلُودُ

هم آنچه كه درونشان است با آن، آب مى‌شود و هم پوست هايشان.

With it shall be melted what is in their bellies and (their) skins as well.

જેથી તેમના પેટમાં જે કાંઇ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે.

← Surah 21 Surah 23 →