Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 27

سورة النمل

An Naml

સૂરએ નમ્લ
93 verses Makki Verses 11–20 of 93
27:11
إِلّا مَنْ ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْناً بَعْدَ سُوءٍ فَإِنِّي غَفُورٌ رَحِیمٌ

مگر کسى‌ که ستم‌ کرده؛ سپس بدى را به نیکى تبدیل نموده، که [توبه‌ی او را مى‌پذیرم] زیرا منم آمرزنده‌ی مهربان.

Neither he who has been unjust, then he does good instead after evil, for surely I am the Forgiving, the Merciful:

સિવાય કે કોઇ ગુનાહ કરીને પછી તૌબા કરી (લે અને તે ગુનાહ)ને નેકીથી બદલી નાખે, હું ગફુરૂર રહીમ છું.

27:12
وَ أَدْخِلْ یَدَکَ فِي جَیْبِکَ تَخْرُجْ بَیْضاءَ مِنْ غَیْرِ سُوءٍ فِي تِسْعِ آیاتٍ إِلى فِرْعَوْنَ وَ قَوْمِهِ إِنَّهُمْ کانُوا قَوْماً فاسِقِینَ

و دستت را در گریبانت داخل ‌کن؛ هنگامى‌که خارج مى‌شود، سفید و نورانى است بى‌آنکه عیبى در آن باشد‌ این از جمله معجزات نُه‌گانه‌اىست که تو با آن‌ها به‌سوى فرعون و قومش فرستاده‌ مى‌شوى، آنان قومى فاسق و نافرمانند.

And enter your hand into the opening of your bosom, it shall come forth white without evil; among nine signs to Firon and his people, surely they are a transgressing people.

અને તું તારો હાથ ગિરેબાન નાખીને પાછો કાઢ જેથી ખરાબી વગર સફેદ અને ચમકદાર થઇને નીકળશે, આ તે નવ મોઅજિઝામાંથી એક છે જે ફિરઔન અને તેની કૌમની તરફ લઇ જા કારણકે તે નાફરમાન કૌમ છે.

27:13
فَلَمّا جاءَتْهُمْ آیاتُنا مُبْصِرَةً قالُوا هذا سِحْرٌ مُبِینٌ

هنگامى‌که آیات روشنى‌بخش ما به سراغ آن‌ها آمد، گفتند: «این سِحرى آشکار است»!

So when Our clear signs came to them, they said: This is clear enchantment.

પછી જ્યારે પણ તેમની પાસે અમારી રોશની આપનારી નિશાનીઓ પહોંચી ત્યારે તેમણે કહ્યુંં કે આ ખુલ્લો જાદુ છે.

27:14
وَ جَحَدُوا بِها وَ اسْتَیْقَنَتْها أَنْفُسُهُمْ ظُلْماً وَ عُلُوّاً فَانْظُرْ کَیْفَ کانَ عاقِبَةُ الْمُفْسِدِینَ

و آن را از روى ظلم و تکبّر انکار کردند، درحالى‌که در دل به آن یقین داشتند. پس بنگر سرانجام تبهکاران و مفسدان چگونه بود!

And they denied them unjustly and proudly while their soul had been convinced of them; consider, then how was the end of the mischief-makers.

અને તેમણે ઝુલ્મ અને તકબ્બૂરના કારણે ઇન્કાર કર્યો, જોકે તેમના દિલને બિલકુલ યકીન હતું, પછી જુવો કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હોય છે !

27:15
وَ لَقَدْ آتَیْنا داوُدَ وَ سُلَیْمانَ عِلْماً وَ قالَا الْحَمْدُ لِلّهِ الَّذِي فَضَّلَنا عَلى کَثِیرٍ مِنْ عِبادِهِ الْمُؤْمِنِینَ

و ما به داوود‌ و سلیمان، دانشى عظیم دادیم و آنان گفتند: «ستایش مخصوص خداوندى است که ما را بر بسیارى از بندگان مؤمنش برترى بخشید».

And certainly We gave knowledge to Dawood and Sulaiman, and they both said: Praise be to Allah, Who has made us to excel many of His believing servants.

અને અમોએ દાવૂદ અને સુલયમાનને ઇલ્મ આપ્યું, તો તે બંનેએ કહ્યું કે હમ્દ અલ્લાહ માટે જ છે, કે તેણે અમને ઘણાં મોઅમીન બંદાઓ ઉપર ફઝીલત આપી.

27:16
وَ وَرِثَ سُلَیْمانُ داوُدَ وَ قالَ یا أَیُّهَا النّاسُ عُلِّمْنا مَنْطِقَ الطَّیْرِ وَ أُوتِینا مِنْ کُلِّ شَيْءٍ إِنَّ هذا لَهُوَ الْفَضْلُ الْمُبِینُ

و سلیمان وارث داود‌ شد و گفت: «اى مردم! زبان پرندگان به ما تعلیم داده‌ شده و از هرچیز به ما عطا گردیده به یقین، این فضیلت آشکارى ‌است».

And Sulaiman was Dawood's heir, and he said: O men! we have been taught the language of birds, and we have been given all things; most surely this is manifest grace.

અને સુલયમાન દાવૂદનો વારસ થયો તેણે કહ્યું કે અય લોકો ! અમને પક્ષીઓની ઝબાન (ભાષા) શીખવવામાં આવી છે, અને અમને દરેક ચીઝમાંથી એક ભાગ આપવામાં આવ્યો છે; અને આ ફઝીલત જાહેર છે.

27:17
وَ حُشِرَ لِسُلَیْمانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَ الْإِنْسِ وَ الطَّیْرِ فَهُمْ یُوزَعُونَ

لشکریان سلیمان، از جنّ ‌و انس و پرندگان، نزد او گردآورى شدند، آن‌ها [آن قدر زیاد بودند که] باید توقّف مى‌کردند تا به هم ملحق شوند.

And his hosts of the jinn and the men and the birds were gathered to him, and they were formed into groups.

અને સુલયમાન માટે તેના પૂરા લશ્કરમાં જિન્નાતો, ઇન્સાનો તથા પક્ષીઓને ભેગા કરવામાં આવતા હતા અને વેરવિખેર થવાથી રોકી રાખવામાં આવતા હતા.

27:18
حَتّى إِذا أَتَوْا عَلى وادِ النَّمْلِ قالَتْ نَمْلَةٌ یا أَیُّهَا النَّمْلُ ادْخُلُوا مَساکِنَکُمْ لا یَحْطِمَنَّکُمْ سُلَیْمانُ وَ جُنُودُهُ وَ هُمْ لا یَشْعُرُونَ

[سپس حرکت‌ کردند] تا به سرزمین مورچگان رسیدند؛ مورچه‌اى گفت: «اى مورچگان! به لانه‌هاى خود بروید تا سلیمان و لشکرش شما را پایمال نکنند درحالى‌که نمى‌فهمند».

Until when they came to the valley of the Naml, a Namlite said: O Naml! enter your houses, (that) Sulaiman and his hosts may not crush you while they do not know.

અહીં સુધી કે જયારે તેઓ કીડીઓની વાદીમાં પહોંચ્યા ત્યારે એક કીડી (કીડીઓના સરદાર)એ કહ્યું: અય કીડીઓ ! તમે તમારા દરોમાં દાખલ થઇ જાઓ, જેથી કે સુલયમાન તથા તેનું લશ્કર ગફલતમાં તમને કચડી ન નાખે.

27:19
فَتَبَسَّمَ ضاحِکاً مِنْ قَوْلِها وَ قالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْکُرَ نِعْمَتَکَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَ عَلي والِدَيَّ وَ أَنْ أَعْمَلَ صالِحاً تَرْضاهُ وَ أَدْخِلْنِي بِرَحْمَتِکَ فِي عِبادِکَ الصّالِحِینَ

[سلیمان] از سخن او تبسّمى‌ کرد و خندید و گفت: «پروردگارا! شکر نعمت‌هایت را که بر من و پدر و مادرم ارزانى داشته‌اى به من الهام‌ کن، [و توفیق ده] تا عمل صالحى که موجب رضاى توست انجام دهم و مرا به رحمت خود در زمره‌ی بندگان صالحت وارد ‌کن».

So he smiled, wondering at her word, and said: My Lord! grant me that I should be grateful for Thy favor which Thou hast bestowed on me and on my parents, and that I should do good such as Thou art pleased with, and make me enter, by Thy mercy, into Thy servants, the good ones.

અને સુલયમાન તેની વાત પર મલકાયા અને હંસીને કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને તૌફીક (તક) આપ કે જે નેઅમત તે મને અને મારા વાલેદૈનને આપી છે તેનો હું શુક્ર કરૂં તથા એવા નેક અમલ કરૂં કે જેનાથી તું રાજી થઇ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કરી લે.

27:20
وَ تَفَقَّدَ الطَّیْرَ فَقالَ ما لِيَ لا أَرَى الْهُدْهُدَ أَمْ کانَ مِنَ الْغائِبِین

[سلیمان] جویاى حال پرندگان شد و گفت: «چرا هُدهُد را نمى‌بینم، آیا او از غایبان است»؟!

And he reviewed the birds, then said: How is it I see not the hoopoe or is it that he is of the absentees?

અને તેણે (સુલયમાને) પરીંદાઓની તપાસ કરીને કહ્યુ કેમ હુદહુદને જોતો નથી, શું તે ગાયબ થઇ ગયો છે?

← Surah 26 Surah 28 →