Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 28

سورة القصص

Al Qasas

સૂરએ કસસ
88 verses Makki Verses 51–60 of 88
28:51
وَ لَقَدْ وَصَّلْنا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

ما آيات [قرآن] را يكى پس از ديگرى براى آنان آورديم شايد متذكّر شوند.

And certainly We have made the word to reach them so that they may be mindful.

અને અમોએ સતત તેમની તરફ અમારી વાતો પહોંચાડી કે કદાચને તેઓ નસીહત મેળવે.*

28:52
الَّذِينَ ءَاتَيْنَاهُمُ الْكِتَابَ مِن قَبْلِهِ هُم بِهِ يُؤْمِنُون

كسانى كه قبلاً كتاب آسمانى به آنان داده ايم به آن (قرآن) ايمان مى‌آورند.

(As to) those whom We gave the Book before it, they are believers in it.

(અમુક) લોકોને અમોએ આ (કુરઆન) પહેલાં કિતાબ આપી છે તેઓ આ (કુરઆન)ના પર ઇમાન રાખે છે.

28:53
وَ إِذا يُتْلى عَلَيْهِمْ قالُوا آمَنّا بِهِ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّنا إِنّا كُنّا مِنْ قَبْلِهِ مُسْلِمِينَ

و هنگامى كه[آيات قرآن] بر آنان خوانده شود مى‌گويند: «به آن ايمان آورديم؛ اين حقيقتى از سوى پروردگار ماست؛ ما پيش از اين نيز مسلمان بوديم».

And when it is recited to them they say: We believe in it surely it is the truth from our Lord; surely we were submitters before this.

અને જયારે તેમની સામે (કુરઆનને) પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તેના પર ઇમાન રાખીએ છીએ તથા તે અમારા પરવરદિગાર તરફથી હક છે અને અમો પહેલાથી જ મુસલમાન છીએ.

28:54
أُولئِكَ يُؤْتَوْنَ أَجْرَهُمْ مَرَّتَيْنِ بِما صَبَرُوا وَ يَدْرَؤُنَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ وَ مِمَّا رَزَقْناهُمْ يُنْفِقُونَ

آن‌ها كسانى هستند كه به خاطر شكيباييشان، پاداششان را دوبار دريافت مى‌دارند؛ و به‌وسيله‌ی نيكي‌ها بدي‌ها را دفع مى‌كنند؛ و از آنچه به آنان روزى داده ايم انفاق مى‌نمايند؛

These shall be granted their reward twice, because they are steadfast and they repel evil with good and spend out of what We have given them.

તેઓને સબ્રના કારણે બમણો બદલો આપવામાં આવશે, જેઓ નેકી વડે બૂરાઇને દૂર કરે છે અને અમોએ જે કાંઇ તેમને રીઝક આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે.

28:55
وَ إِذا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَ قالُوا لَنا أَعْمالُنا وَ لَكُمْ أَعْمالُكُمْ سَلامٌ عَلَيْكُمْ لا نَبْتَغِي الْجاهِلينَ

و هرگاه سخن لغو و بيهوده بشنوند، از آن روى مى‌گردانند و مى‌گويند: «اعمال ما از آنِ ماست و اعمال شما از آن خودتان؛ سلام بر شما [سلام وداع]؛ ما خواهان جاهلان نيستيم».

And when they hear idle talk they turn aside from it and say: We shall have our deeds and you shall have your deeds; peace be on you, we do not desire the ignorant.

અને જે વખતે તેઓ કંઇપણ નકામી વાત સાંભળે છે ત્યારે તેના તરફથી મોઢું ફેરવી લે છે અને કહે છે કે અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, તમારા પર સલામ થાય. અમે જાહીલો(ની સંગત)ને ચાહતા નથી.

28:56
إِنَّكَ لا تَهْدي مَنْ أَحْبَبْتَ وَ لكِنَّ اللهَ يَهْدي مَنْ يَشاءُ وَ هُوَ أَعْلَمُ بِالْمُهْتَدينَ

تو نمى‌توانى هركس را كه دوست دارى هدايت‌كنى؛ ولى خداوند هركس را بخواهد [و شايسته باشد] هدايت مى‌كند؛ و او به هدايت شوندگان آگاهتر است. (۵۶ ( سبب نزول

Surely you cannot guide whom you love, but Allah guides whom He pleases, and He knows best the followers of the right way.

(પયગંબર) બેશક તમે જેને ચાહો તેની હિદાયત નથી કરી શકતા પરંતુ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત આપે છે અને તે હિદાયત પામનારાઓથી સારી રીતે વાકેફ છે.

28:57
وَ قالُوا إِنْ نَتَّبِعِ الْهُدى مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنا أَ وَ لَمْ نُمَكِّنْ لَهُمْ حَرَماً آمِناً يُجْبى إِلَيْهِ ثَمَراتُ كُلِّ شَيْ‌ءٍ رِزْقاً مِنْ لَدُنَّا وَ لكِنَّ أَكْثَرَهُمْ لا يَعْلَمُونَ

آن‌ها گفتند: «ما اگر هدايت را همراه تو پذيرا شويم، ما را از سرزمينمان مى‌ربايند». آيا ما حرم امنى در اختيار آن‌ها قرار نداديم كه ثمرات هر چيزى [از هر شهر و ديارى] به سوى آن آورده مى‌شود كه رزقى است از جانب ما؟! ولى بيشتر آنان نمى‌دانند.

And they say: If we follow the guidance with you, we shall be carried off from our country. What! have We not settled them in a safe, sacred territory to which fruits of every kind shall be drawn?-- a sustenance from Us; but most of them do not know.

અને (નાસ્તિકો) કહે છે કે અગર અમો તારી સાથે હકની પૈરવી કરશું, તો અમે અમારી ઝમીનથી ઊંચકાઇ જશું! તો શું અમોએ તેમને સલામત હરમમાં જગ્યા નથી આપી જ્યાં અમારા તરફથી રોઝી રૂપે દરેક પ્રકારના ફળો લાવવામાં આવે છે પરંતુ તેઓમાંના ઘણાખરા સમજતા નથી.

28:58
وَ كَمْ أَهْلَكْنا مِنْ قَرْيَةٍ بَطِرَتْ مَعيشَتَها فَتِلْكَ مَساكِنُهُمْ لَمْ تُسْكَنْ مِنْ بَعْدِهِمْ إِلاَّ قَليلاً وَ كُنَّا نَحْنُ الْوارِثينَ

و چه بسيار از شهرها و آبادي‌هايى را كه بر اثر فزونى نعمت، مست و مغرور شده بودند هلاك كرديم! اين خانه‌هاى آن‌هاست كه [ويران شده، و] بعد از آنان جز مدت كمى، كسى در آن سكونت نكرد؛ و تنها ما وارث آنان بوديم.

And how many a town have We destroyed which exulted in its means of subsistence, so these are their abodes, they have not been dwelt in after them except a little, and We are the inheritors,

અને અમોએ કેટલીએ વસ્તીઓને સરકશીથી જીવન વીતાવવાના કારણે હલાક કરી નાખી, તેમના આ મકાનો છે જે તેમના પછી ફરી આબાદ ન થયા, સિવાય કે ફકત થોડા અને હકીકતમાં અમે જ તેના વારસ છીએ.

28:59
وَ ما كانَ رَبُّكَ مُهْلِكَ الْقُرى حَتّى يَبْعَثَ فِي أُمِّها رَسُولاً يَتْلُوا عَلَيْهِمْ آياتِنا وَ ما كُنّا مُهْلِكِي الْقُرى إِلّا وَ أَهْلُها ظالِمُونَ

و پروردگار تو هرگز[اهل] شهرها و آبادي‌ها را هلاك نمى‌كرد تا اين كه در كانون آن‌ها پيامبرى مبعوث كندكه آيات ما را بر آنان بخواند؛ و ما هرگز آبادي‌ها و شهرها را نابود نكرديم مگر آن كه اهلش ستمكار بودند.

And your Lord never destroyed the towns until He raised in their metropolis an apostle, reciting to them Our communications, and We never destroyed the towns except when their people were unjust.

અને તારો પરવરદિગાર કોઇ વસ્તીને હલાક કરતો નથી, જયાં સુધી કે તેમની વચ્ચે કોઇ રસૂલને ન મોકલીએ કે જે તેમને અમારી આયતો વાંચીને સંભળાવે અને અમે કોઇ વસ્તીને હલાક કરતા નથી સિવાય કે તેના રહેવાસીઓ ઝાલિમો હોય.

28:60
وَ ما أُوتيتُمْ مِنْ شَيْ‌ءٍ فَمَتاعُ الْحَياةِ الدُّنْيا وَ زينَتُها وَ ما عِنْدَ اللهِ‌ خَيْرٌ وَ أَبْقى أَ فَلا تَعْقِلُونَ

آنچه به شما داده‌شده، متاع زندگى دنيا و زينت آن است؛ و آنچه نزد خداست بهترو پايدارتر است؛ آيا نمى‌انديشيد؟!

And whatever things you have been given are only a provision of this world's life and its adornment, and whatever is with Allah is better and more lasting; do you not then understand?

અને તેમને જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે દુન્યવી જીવનની સામગ્રી અને શોભા છે અને જે કાંઇ પણ અલ્લાહ પાસે છે એ જ બહેતર અને બાકી રહેવાવાળું છે, શું તમે વિચારતા નથી ?

← Surah 27 Surah 29 →