سورة البقرة
Al Baqara
اى مردم! پروردگارتان را كه شما و كسانى را كه پيش از شما بودند آفريد، پرستش كنيد؛ تا پرهيزگار شويد.
O men! serve your Lord Who created you and those before you so that you may guard (against evil).
અય લોકો! તમે તમારા પરવરદિગારની ઇબાદત કરો જેણે તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પૈદા કર્યા છે, જેથી તમે પરહેઝગાર બની જાઓ.
آنكس كه زمين را بستر شما، و آسمان (جوّ زمين) را سقفى بر فرازتان قرار داد؛ و از آسمان آبى فروفرستاد؛ و بهوسيلهی آن، ميوهها [و انواع محصولات] را براى روزى شما روياند. بنابراين براى خدا همتايانى قرار ندهيد؛ در حالىكه مىدانيد [هيچ يك از آنها، نه شما را آفريده و نه روزى مى دهند].
Who made the earth a resting place for you and the heaven a canopy and (Who) sends down rain from the cloud, then brings forth with it subsistence for you of the fruits; therefore do not set up rivals to Allah while you know.
જેણે જમીનને તમારા માટે બિછાનું બનાવ્યું તથા આકાશને એક છત; અને જેણે આકાશમાંથી પાણી નાઝિલ કર્યુ, પછી તે વડે તમારી રોજી માટે ફળો પૈદા કર્યા; માટે જાણી જોઈને અલ્લાહના બરોબરીયા બનાવો નહી.
و اگر دربارهي آنچه بر بنده خود نازل كردهايم ترديد داريد، يك سورهی همانند آن بياوري؛ و گواهان خود را غير خدا [براى اين كار] فراخوانيد اگر راست مىگوييد!
And if you are in doubt as to that which We have revealed to Our servant, then produce a chapter like it and call on your witnesses besides Allah if you are truthful.
અને અમોએ જે અમારા બંદા ઉપર નાઝિલ કર્યુ છે તેમાં જો તમને શંકા હોય તો તેના જેવો એક જ સૂરો લઇ આવો, અને અલ્લાહ સિવાય તમારી વાતની ગવાહી આપનારાઓને પણ (મદદ માટે) બોલાવી લ્યો અગર તમે સાચા હોવ.
پس اگر چنين نكنيد كه هرگز نخواهيدكرد از آتشى بترسيد كه مردمِ [گنهكار] و سنگها (بتها) هيزم آن هستند؛ و براى كافران،آماده شده است.
But if you do (it) not and never shall you do (it), then be on your guard against the fire of which men and stones are the fuel; it is prepared for the unbelievers.
પછી જો તમે (તેમ)ન કરી શકો - અને તમે તે હરગિઝ કરી શકશો નહી - તો તે આગથી ડરો કે જેનું બળતણ માણસો તથા પથ્થરો છે, જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.
به كسانى كه ايمان آورده، و كارهاى شايسته انجام دادهاند، بشارتده كه باغهايى بهشتى براى آنها است كه نهرها از پاى درختانش جاريست. هر زمان كه ميوهاى از آن، روزى آنان شود، مىگويند: «اين همان است كه قبلاً به ما روزى داده شدهبود. [ولى اينها چقدر از آنها بهتر و عاليتر است].» و ميوههايى كه براى آنها آورده مىشود، همه [از نظر خوبى و زيبايى] يكسانند. و براى آنان همسرانى پاكيزه است، و جاودانه در آن خواهند بود.
And convey good news to those who believe and do good deeds, that they shall have gardens in which rivers flow; whenever they shall be given a portion of the fruit thereof, they shall say: This is what was given to us before; and they shall be given the like of it, and they shall have pure mates in them, and in them, they shall abide.
અને (અય રસૂલ) જેઓ ઈમાન લાવ્યા છે તથા નેક કાર્યો કર્યા છે, તેઓને ખુશખબર આપ કે તેમના માટે જન્નતો છે, જેની નીચે થઈને નદીઓ વહે છે. જયારે પણ તેમને તેમાંથી રોઝીરૂપે કોઇ ફળ આપવામાં આવશે, ત્યારે તેઓ કહેશે કે આના જેવા (ફળ) અમને પહેલાં પણ મળી ચૂકયાં છે, જો કે તે તેના જેવા આપવામાં આવ્યા હશે અને તેમના માટે એમાં પાકીઝા ઔરતો હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેશે.
خداوند از اينكه به [موجودات ظاهراً كوچكى مانند] پشه و حتّى كمتر از آن، مثال بزند باكى ندارد. در اين ميان كسانى كه ايمان آوردهاند، مىدانند كه آن [مثال، گوياى] حقيقتى است از طرف پروردگارشان؛ و امّا كسانى كه كافر شدهاند [بهانهجويى كرده] مىگويند: «منظور خداوند از اين مثال چه بوده است»؟! [آرى] خدا جمع زيادى را با آن گمراه و گروه بسيارى را هدايت مىكند؛ ولى تنها فاسقان را با آن گمراه مى سازد!
Surely Allah is not ashamed to set forth any parable-- (that of) a gnat or any thing above that; then as for those who believe, they know that it is the truth from their Lord, and as for those who disbelieve, they say: What is it that Allah means by this parable: He causes many to err by it and many He leads aright by it! but He does not cause to err by it (any) except the transgressors,
બેશક, અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતાંય વધારે નજીવા (જંતુ)ની મિસાલ બયાન કરતા શરમાતો નથી; પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે તેઓના પરવરદિગાર તરફથી હક છે, પણ જેઓ માનતા નથી તેઓ કહે છે કે આ મિસાલથી અલ્લાહનો શું મકસદ છે? પરંતુ (અલ્લાહ) એવી જ મિસાલોથી ધણાઓને ગુમરાહ કરે છે અને ધણાઓને તે વડે હિદાયત આપે છે અને (અલ્લાહ) તેના વડે ફાસિકો સિવાય કોઈને પણ ગુમરાહ કરતો નથી.
[همان] كسانى كه پيمان خدا را پس از محكمساختن آن، مىشكنند؛ و پيوندهايى را كه خدا دستور داده برقرار سازند، قطع نموده و در روى زمين فساد مىكنند؛ آنها زيانكاران [واقعى] هستند.
Who break the covenant of Allah after its confirmation and cut asunder what Allah has ordered to be joined, and make mischief in the land; these it is that are the losers.
જેઓ અલ્લાહ સાથેનો કરાર તેના નક્કી થયા પછી તોડી નાખે છે, તથા જેની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેને તોડી નાખે છે તથા ઝમીન પર ફસાદ કરતા રહે છે, તે જ લોકો નુકસાન ઉઠાવનાર છે.
چگونه به خداوند كفر ميورزيد؟ در حالى كه شما مردگان [و اجسام بىروحى] بوديد و او به شما زندگى بخشيد؛ سپس شما را مىميراند؛ و بار ديگر شما را زنده مىكند؛ سپس به سوى او بازگردانده مىشويد؟!
How do you deny Allah and you were dead and He gave you life? Again He will cause you to die and again bring you to life; then you shall be brought back to Him.
અને કેવી રીતે તમે અલ્લાહનો ઈન્કાર કરો છો? જ્યારે તમે નિર્જીવ હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૌત આપશે અને ફરીથી તમને જીવતા કરશે. પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો.
او كسى است كه همهي آنچه را در زمين وجود دارد، براى شما آفريد؛ سپس به آسمان پرداخت؛ و آنها را به صورت هفت آسمان مرتّب نمود؛ و او به هر چيزى دانا است.
He it is Who created for you all that is in the earth, and He directed Himself to the heaven, so He made them complete seven heavens, and He knows all things.
તે એજ છે કે જેણે ઝમીનમાં જે કાંઇ છે તે બધુ જ તમારા માટે પેદા કર્યુ, પછી આકાશ તરફ ઘ્યાન આપ્યું, પછી તેને સંપૂર્ણ રીતે સાત આકાશો બનાવ્યા; અને તે તમામ વસ્તુઓનો જાણનાર છે.
[به يادآور] هنگامى را كه پروردگارت به فرشتگان فرمود: «من بر روى زمين، جانشينى (نمايندهاى) قرار خواهمداد». فرشتگان گفتند: «[پروردگارا!] آيا كسى را در آن قرار مىدهى كه فساد و خونريزى كند؟! حال آنكه ما تسبيح و حمد تو را به جا مىآوريم، و تو را تقديس مىكنيم [و براى جانشينى شايستهتريم]». فرمود: «من حقايقى را مىدانم كه شما نمىدانيد».
And when your Lord said to the angels, I am going to place in the earth a khalif, they said: What! wilt Thou place in it such as shall make mischief in it and shed blood, and we celebrate Thy praise and extol Thy holiness? He said: Surely I know what you do not know.
અને (અય રસૂલ) તારા પરવરદિગારે જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે, ઝમીન ઉપર હું એક ખલીફાની નિમણૂંક કરીશ ત્યારે તેઓએ કહયું કે શું તું તે (ઝમીન)માં એવાની નિમણૂંક કરશે કે જે તેમાં ફસાદ અને ખૂનરેઝી કર્યા કરશે? જો કે અમે તારા વખાણની તસ્બીહ કરીએ છીએ તથા તારી પાકીઝગી વર્ણવીએ છીએ, (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી.