سورة البقرة
Al Baqara
سپس، تمامى علم اسماء(علم اسرار آفرينش و نامگذارى موجودات) را به آدم آموخت. آنگاه آنها را به فرشتگان عرضه داشت و فرمود: «اگر راست مىگوييد، [و از آدم شايستهتر هستيد] اسامى اينها را به من خبر دهيد»!
And He taught Adam all the names, then presented them to the angels; then He said: Tell me the names of those if you are right.
અને (અલ્લાહે) આદમને તમામ નામો શીખવ્યા, પછી તે (નામો) ફરિશ્તાઓ સામે રજૂ કરીને ફરમાવ્યું જો તમે સાચા હો તો તેના નામોની મને ખબર આપો.
گفتند: «منزّهى تو! ما جز آنچه به ما تعليم دادهاى، نمىدانيم؛ زيرا تويى كه دانا و حكيمى».
They said: Glory be to Thee! we have no knowledge but that which Thou hast taught us; surely Thou art the Knowing, the Wise.
(ફરિશ્તાઓએ) કહયુ કે તું પાકીઝા છો! અમને જે તેં શિખવ્યું છે તે ઉપરાંત અમે કાંઈ જાણતા નથી; કારણકે તુ જ સંપૂર્ણ જાણનાર અને હકીમ (ડહાપણવાળો) છો.
فرمود: «اى آدم! آنان را از اسامى [و اسرار] اين موجودات آگاه كن». هنگامىكه آدم آنان را آگاه كرد، خداوند فرمود: «آيا به شما نگفتم كه من، غيب آسمانها و زمين را مىدانم؟! و مىدانم آنچه را شما آشكار مىكنيد، و آنچه را پنهان مىداشتيد!»
He said: O Adam! inform them of their names. Then when he had informed them of their names, He said: Did I not say to you that I surely know what is ghaib in the heavens and the earth and (that) I know what you manifest and what you hide?
(અલ્લાહે) ફરમાવ્યું કે અય આદમ! નામો તેઓને બતાવી દે. પછી જ્યારે આદમે તે (ફરિશ્તા)ઓને નામો બતાવી દીધા, ત્યારે (અલ્લાહે) ફરમાવ્યું કે શું મેં તમને કહ્યું ન હતું કે બેશક હું જ આકાશો તથા ઝમીનના છૂપા ભેદોનો જાણનાર છું અને જે કાંઈ તમે જાહેર કરો છો તથા જે કાંઈ તમે છૂપાવી રાખો છો તેને પણ હું જાણું છું.
و [ياد كن] هنگامى را كه به فرشتگان گفتيم: «براى آدم سجده [و خضوع] كنيد!» همگى سجده كردند؛ جز ابليس كه سرباز زد و تكبّر ورزيد و [بهخاطر نافرمانى و تكبّرش] از كافران شد.
And when We said to the angels: Make obeisance to Adam they did obeisance, but Iblis (did it not). He refused and he was proud, and he was one of the unbelievers.
અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે, આદમને સજદો કરો ત્યારે દરેક (ફરિશ્તાઓ)એ સજદો કર્યો સિવાય ઈબ્લીસે (શૈતાને); તેણે ગુરૂર અને ઇન્કાર કર્યો અને તે નાસ્તિકોમાંથી થઇ ગયો.
و گفتيم: «اى آدم! تو با همسرت در بهشت سكونت كن؛ و از [نعمتهاى] آن، از هرجا مىخواهيد، در كمال فراوانى بخوريد؛ [ولى] نزديك اين درخت نشويد؛ كه از ستمكاران خواهيد شد.»
And We said: O Adam! Dwell you and your wife in the garden and eat from it a plenteous (food) wherever you wish and do not approach this tree, for then you will be of the unjust.
અને અમોએ હુકમ કર્યો કે અય આદમ! તું અને તારી ઔરત જન્નતમાંં રહો અને તેમાં જ્યાંથી પણ તમારૂં મન ચાહે તેટલું પુષ્કળ ખાઓ, પણ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે ઝુલમગારોમાંથી થઈ જશો.
پس شيطان موجب لغزش آنها از بهشت شد؛ و آنان را از آنچه در آن بودند، بيرون كرد. و [در اين هنگام به آنها] گفتيم: «[همگى از مقام خويش] فرودآييد! در حالىكه دشمن يكديگر خواهيدبود. و براى شما در زمين، تا مدّت معيّنى محل اقامت و وسيلهي بهرهبردارى خواهدبود».
But the Shaitan made them both fall from it, and caused them to depart from that (state) in which they were; and We said: Get forth, some of you being the enemies of others, and there is for you in the earth an abode and a provision for a time.
પછી શૈતાને તે બન્નેને ભૂલ કરાવી, જેથી (તેણે) જે જન્નતમાં તેઓ હતા તે (જન્નત)માંથી તેમને કઢાવ્યા અને અમે હુકમ કર્યો કે જાઓ, તમારામાંથી કેટલાક કેટલાકના દુશ્મન છે, અને એક મુદ્દત સુધી ઝમીન પર જ તમારૂં સ્થાન અને ઝિંદગીનો નિર્વાહ રહેશે.
سپس آدم از پروردگارش كلماتى دريافت داشت؛ [و با آنها توبه كرد.] و خداوند توبهي او را پذيرفت؛ زيرا او توبهپذير و مهربان است.
Then Adam received (some) words from his Lord, so He turned to him mercifully; surely He is Oft-returning (to mercy), the Merciful.
પછી આદમે તેના પરવરદિગાર તરફથી થોડાંક કલેમાત* શીખ્યા પછી (તેના વસીલાથી અલ્લાહે) તેની તોબા કબૂલ કરી; કારણકે, તે તોબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.
گفتيم: «همگى از آن، فرودآييد! ولى هرگاه هدايتى از طرف من براى شما آمد، كسانىكه از آن پيروى كنند، نه ترسى بر آنهاست، و نه اندوهگين میشوند».
We said: Go forth from this (state) all; so surely there will come to you a guidance from Me, then whoever follows My guidance, no fear shall come upon them, nor shall they grieve.
અમોએ હુકમ કર્યોર્ કે તમે સધળા ત્યાંથી ઉતરી જાઓ; પછી મારા તરફથી તમને જરૂર હિદાયત પહોંચશે,* પછી જે મારી હિદાયતની પૈરવી કરશે તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
و كسانى كه كافر شدند، و آيات ما را تكذيبكردند اهل دوزخند؛ و جاودانه در آن خواهندبود.
And (as to) those who disbelieve in and reject My communications, they are the inmates of the fire, in it they shall abide.
અને જેમણે અમારી આયતોનો ઈન્કાર કર્યો તથા તેમને જૂઠલાવી તેઓ જહન્નમવાસી છે; તેઓ હંમેશને માટે તેમાંજ રહેનાર છે.
اى بنىاسرائيل! نعمتم را كه به شما ارزانى داشتم به ياد آوريد؛ و به پيمان من وفا كنيد تا من نيز به پيمان شما وفا كنم. و [در اين راه] تنها از من بترسيد.
O children of Israel! call to mind My favor which I bestowed on you and be faithful to (your) covenant with Me, I will fulfill (My) covenant with you; and of Me, Me alone, should you be afraid.
અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી અને તમે મને આપેલા વાયદાને વફા કરો (જેથી) હું તમને આપેલા વાયદાને વફા કરૂં અને તમો ફકત મારાથી જ ડરતા રહો.