سورة المائدة
Al Ma'ida
اى كسانى كه ايمان آوردهايد! از چيزهايىكه اگر براى شما آشكار گردد، شما را در رنج مىافكند، سؤال نكنيد؛ و اگر بههنگام نزول قرآن، از آنها سؤال كنيد، براى شما آشكار مىشود؛ خداوند آنها را [براى سهولت] ناديده گرفته است. و خداوند، آمرزنده و داراى حلم است.
O you who believe! do not put questions about things which if declared to you may trouble you, and if you question about them when the Quran is being revealed, they shall be declared to you; Allah pardons this, and Allah is Forgiving, Forbearing.
અય ઇમાન લાવનારાઓ ! તે વસ્તુઓ સંબંધી સવાલ ન કરો કે જો તે તમારી સામે જાહેર કરવામાં આવે તો તમને ખરાબ લાગશે, અને જ્યારે કુરઆન નાઝિલ થવાના સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો ત્યારે તે તમારા માટે જાહેર કરી દેવામાં આવશે; અલ્લાહે (અગાઊ તમારી આસાની માટે અમુક બાબતો) અણદેખી કરી છે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.
جمعى از پيشينيان شما، از چنان امورى سؤال كردند؛ و سپس با آن به مخالفت برخاستند. [ممكن است شما همچنين سرنوشتى پيدا كنيد].
A people before you indeed asked such questions, and then became disbelievers on account of them.
ખરેખર એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ પૂછયા હતા, પછી તેઓએ તે (બાબતો)નો ઇન્કાર કર્યો હતો.
خداوند هيچگونه «بحيره» و «سائبه» و «وصيله» و «حام» قرارنداده است [اشاره به چهار نوع از حيوانات اهلى كه در زمان جاهليّت، استفاده از آنها را به عللى حرام مىدانستند؛ و اين بدعت، در اسلام ممنوع شد]. ولى كسانى كه كافر شدند، بر خدا دروغ مىبندند؛ و بيشتر آنها درك نمىكنند.
Allah has not ordained (the making of) a bahirah or a saibah or a wasilah or a hami but those who disbelieve fabricate a lie against Allah, and most of them do not understand.
અલ્લાહે બહીર (કાન ચીરેલ ઊંટણી) તથા સાઇબા (અમુક બાળક આપનાર ગર્ભવતી ઊંટણી) તથા વસીલા (જોડીયા બાળકોને જન્મ આપનાર ઘેંટી) તથા હામ (દસ વખત ઊંટણીને ગર્ભવતી કરનાર ઊંટ માટે કોઇ હુકમ) નક્કી કર્યા નથી, બલ્કે નાસ્તિકો અલ્લાહ તરફ ખોટી નિસ્બત આપે છે, અને તેઓમાંથી ઘણાખરા વિચારતા નથી.
هنگامىكه به آنها گفته شود: «بهسوى آنچه خدا نازل كرده، و بهسوى پيامبر بياييد». مىگويند: «آنچه پدران خود را بر آن يافتهايم، ما را بساست». آيا اگر پدران آنها چيزى نمىدانستند، و هدايت نيافته بودند [باز هم بايد از آنها پيروى كنند]؟!
And when it is said to them, Come to what Allah has revealed and to the Apostle, they say: That on which we found our fathers is sufficient for us. What! even though their fathers knew nothing and did not follow the right way.
અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ છે તેની તરફ તથા રસૂલ તરફ આવો. ત્યારે તેઓ કહે છે કે અમોએ જે (દીન)ના પર અમારા બાપદાદાઓને પામ્યા હતા એ જ અમારા માટે બસ છે; જો તેઓના બાપદાદાઓ કાંઇપણ ન જાણતા હોય અને હિદાયત પામેલા ન હોય તો પણ, (શું તેઓની પૈરવી કરશે?)
اى كسانى كه ايمان آوردهايد! مراقب خود باشيد. اگر شما هدايت يافتهباشيد، گمراهى كسانى كه گمراه شدهاند، به شما زيانى نمىرساند. بازگشت همهی شما بهسوى خداست؛ و شما را به آنچه انجام مىداديد، آگاه مىسازد.
O you who believe! take care of your souls; he who errs cannot hurt you when you are on the right way; to Allah is your return, of all (of you), so He will inform you of what you did.
અય ઇમાન લાવનારાઓ! તમો તમારી જાતની સંભાળ લ્યો; અગર તમે હિદાયત પામેલા છો તો ગુમરાહોની ગુમરાહી તમને કાંઇ નુકસાન નહિં પહોંચાડે; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી જે કાંઇ તમે કર્યા કરતા હતા તે તમને જણાવશે.
اى كسانى كه ايمان آوردهايد! هنگامى كه مرگ يكى از شما فرا رسد، در موقع وصيّت بايد از ميان شما، دو نفر عادل را به شهادت بطلبد؛ يا اگر مسافرت كرديد، و مصيبت مرگ شما فرا رسيد، [و در آنجا مسلمانى نيافتيد]، دو نفر از غير خودتان را [به گواهى بطلبيد]. و اگر [بههنگام اداى شهادت، در راستگويى آنها] شك كرديد، آنها را بعد از نماز نگاه مىداريد تا سوگند ياد كنند كه: «ما حاضر نيستيم حق را به چيزى بفروشيم، هرچند درمورد خويشاوندان ما باشد؛ و شهادت الهى را كتمان نمىكنيم، كه دراينصورت، از گناهكاران خواهيم بود».
O you who believe! call to witness between you when death draws nigh to one of you, at the time of making the will, two just persons from among you, or two others from among others than you, if you are travelling in the land and the calamity of death befalls you; the two (witnesses) you should detain after the prayer; then if you doubt (them), they shall both swear by Allah, (saying): We will not take for it a price, though there be a relative, and we will not hide the testimony of Allah for then certainly we should be among the sinners.
અય ઇમાન લાવનારાઓ! જ્યારે તમારામાંથી કોઇની મૌત સામે આવી જાય ત્યારે વસિયત સમયે તમારામાંથી બે આદિલને ગવાહ રાખો અથવા જો તમે મુસાફરીમાં હોવ અને મોતની મુસીબત આવી પડે તો તમારા સિવાય બીજા બે ગવાહ રાખો, જો (બંને આદિલ ગવાહ બાબતે) તમને શક હોય તો નમાઝ પછી રોકીને અલ્લાહની કસમ ખવરાવો કે ગવાહીને કોઇ કિંમતે વહેંચશુ નહી. ભલે પછી સગાવ્હાલા માટે જ હોય તેમજ અલ્લાહ(ની ખુશી) માટે ગવાહીને છુપાવશું નહિ (જો એમ કરશુ તો) અમે ગુનેહગાર બનશું.
و اگر اطّلاعى حاصل شود كه آن دو، مرتكب گناهى شدهاند [و حق را كتمان كردهاند]، دو نفر از كسانى كه نسبت به ميّت، اَولى هستند، بهجاى آنها قرار مىگيرند، و بهخدا سوگند ياد مىكنند كه: «گواهى ما، ازگواهى آن دو، به حق نزديكتر است؛ و ما تجاوزى نكردهايم؛ كه اگر چنين كرده باشيم، از ستمكاران خواهيم بود».
Then if it becomes known that they both have been guilty of a sin, two others shall stand up in their place from among those who have a claim against them, the two nearest in kin; so they two should swear by Allah: Certainly our testimony is truer than the testimony of those two, and we have not exceeded the limit, for then most surely we should be of the unjust.
પછી જો આ વાતની ખબર પડી જાય કે તેઓ બંને ગુનેહગાર છે તો તેમના બદલે બીજા બે ગવાહો તે (મય્યતના સગાં વહાલાંઓ)માંના હોવા જોઇએ કે જેમણે પહેલા બે ગવાહોની જગ્યા લીધી હોય અને અલ્લાહની કસમ ખાઇને કહે કે અમારી ગવાહી તે બંને કરતા હકથી વધારે નઝદિક છે અને જો અમે હદપાર કરીએ તો ખરેખર અમે ઝુલમગાર થઇ જશું.
اين كار، نزديكتر است به اينكه [از خدا بترسند و] گواهى به حق دهند، يا بترسند كه [دروغشان نزد مردم فاشگردد؛ و] سوگندهايى جاى سوگندهاى آنها را بگيرد. از [مخالفت] خدا بپرهيزيد، و گوش فرا دهيد. و خداوند، فاسقان را هدايت نمىكند.
This is more proper in order that they should give testimony truly or fear that other oaths be given after their oaths; and be careful of (your duty to) Allah, and hear; and Allah does not guide the transgressing people.
આ આસાન રસ્તો છે કે જેથી તેઓ સાચે સાચી ગવાહી આપે અથવા એ (વાત)થી ડરે કે તેઓની કસમ બાદ (બીજી કસમ વડે તેઓની) કસમ રદ કરવામાં આવશે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચે અને (તેના ફરમાનો) સાંભળે; અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી.
[به يادآوريد] روزى را كه خداوند، پيامبران را جمع مىكند، و مىگويد: «[در برابر دعوت شما]، چه پاسخى به شما داده شد»؟، مىگويند: «ما چيزى نمىدانيم؛ تو خود، داناى همهی اسرار نهان هستى».
On the day when Allah will assemble the apostles, then say: What answer were you given? They shall say: We have no knowledge, surely Thou art the great Knower of the unseen things.
જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગાં કરીને પૂછશે તમને (તમારી કૌમ તરફથી તબલીગનો) શું જવાબ આપવામાં આવ્યો હતો? ત્યારે તેઓ કહેશે કે (તારી જાણકારીના મુકાબલામાં) અમે કંઇ જાણતા નથી; બેશક તું છૂપી વાતોનો જાણનાર છે.
[به خاطر بياور] هنگامى را كه خداوند به عيسىبنمريم گفت: ياد كن نعمتم را كه به تو ومادرت بخشيدم؛ زمانى كه تو را با «روح القدس» تأييدكردم؛ كه در گاهواره و نيز درحال ميانسالى، با مردم سخن مىگفتى؛ و هنگامى را كه كتاب و حكمت و تورات و انجيل را به تو آموختم؛ و هنگامى را كه به اذن من، از گل چيزى بهصورت پرنده مىساختى، و در آن مىدميدى، و به اذن من، پرندهاى مىشد؛ و كور مادرزاد، و مبتلا به بيمارى پيسى را به اذن من، شفا مىدادى؛ و هنگامىكه مردگان را به اذن من زنده مىكردى؛ و هنگامى كه بنىاسرائيل را از آسيبرساندن به تو، باز داشتم؛ در آن زمان كه دلايل روشن براى آنها آوردى، ولى جمعى از كافران آنها گفتند: «اينها جز سحر آشكار نيست».
When Allah will say: O Isa son of Marium! Remember My favor on you and on your mother, when I strengthened you I with the holy Spirit, you spoke to the people in the cradle and I when of old age, and when I taught you the Book and the wisdom and the Taurat and the Injeel; and when you determined out of clay a thing like the form of a bird by My permission, then you breathed into it and it became a bird by My permission, and you healed the blind and the leprous by My permission; and when you brought forth the dead by My permission; and when I withheld the children of Israel from you when you came to them with clear arguments, but those who disbelieved among them said: This is nothing but clear enchantment.
જે વખતે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ ! (જરા) મારી તે નેઅમતને યાદ કર કે જે તારા પર તથા તારી વાલેદા પર હતી, જ્યારે મેં રૂહુલ કુદ્દુસ થકી તારી મદદ કરી; તું ગેહવારા તથા બુઢાપામાં પણ લોકોની સાથે વાતો કરતો હતો, અને જ્યારે મેં તને કિતાબ તથા હિકમત તથા તૌરેત અને ઇન્જીલનું ઇલ્મ આપ્યું અને જ્યારે તુ મારી રજાથી માટીમાંથી પરીન્દાના આકાર જેવી વસ્તુ બનાવતો હતો પછી તેમાં (રૂહ) ફૂંકતો હતો ત્યારે તે મારી રજાથી પરીન્દુ બની જતું હતું, અને તું જન્મ જાત આંધળા તથા કોઢીયાઓને મારી રજાથી સાજા કરી દેતો હતો, અને જ્યારે તું મરી ગએલાઓને મારી રજાથી સજીવન કરી દેતો હતો, અને જ્યારે મેં બની ઇસરાઇલના શરને તારાથી રોકયો ત્યારે તું તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો હતો, પછી તેઓમાંથી અમુક નાસ્તિકોએ કહ્યું કે આ તો કાંઇ જ નથી પણ ખુલ્લો જાદુ છે.