Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 31–40 of 165
6:31
قَدْ خَسِرَ الَّذينَ كَذَّبُوا بِلِقاءِ اللهِ حَتَّى إِذا جاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قالُوا يا حَسْرَتَنا عَلى ما فَرَّطْنا فيها وَ هُمْ يَحْمِلُونَ أَوْزارَهُمْ عَلى ظُهُورِهِمْ أَلا ساءَ ما يَزِرُونَ

كسانى كه لقاى پروردگار را تكذيب كردند، مسلّماً زيان ديدند؛ تا هنگامى‌كه ناگهان قيامت به سراغشان بيايد؛ مى‌گويند: «اى افسوس بر ما كه درباره‌ی آن، كوتاهى كرديم»! و آن‌ها [بار سنگين] گناهانشان را بر دوش مى‌كشند آگاه باشيد؛ چه بد بارى بر دوش خواهند داشت!

They are losers indeed who reject the meeting of Allah; until when the hour comes upon them all of a sudden they shall say: O our grief for our neglecting it! and they shall bear their burdens on their backs; now surely evil is that which they bear.

ખરેજ તેઓ નુકસાનમાં છે કે જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવે છે; ત્યાં સુધી કે જ્યારે તે ઘડી* તેમના ઉપર અચાનક આવી જશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ જે (અલ્લાહની મુલાકાત) સંબંધમાં અમોએ કોતાહી કરી! અને તે વેળા તેઓ પોતાની કરણીનો ભાર પોતાની પીઠ ઉપર ઊંચકશે; ખબરદાર થઇ જાઓ કેવો બૂરો હશે તે (ભાર) કે જે તેઓએ ઊંચકેલો હશે!

6:32
وَ مَا الْحَياةُ الدُّنْيا إِلاَّ لَعِبٌ وَ لَهْوٌ وَ لَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذينَ يَتَّقُونَ أَ فَلا تَعْقِلُونَ

زندگى دنيا، جز بازى و سرگرمى نيست؛ و سراى آخرت، براى آن‌ها كه پرهيزگارند، بهتر است. آيا نمى‌انديشيد؟!

And this world's life is naught but a play and an idle sport and certainly the abode of the hereafter is better for those who guard (against evil); do you not then understand?

અને આ દુનિયાની ઝિંદગી રમત ગમત સિવાય બીજું કાંઇ નથી; અને ખરેખર આખેરતનું ઘર પરહેઝગારો માટે વધારે સારૂં છે; શું તમે વિચારતા નથી ?

6:33
قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذي يَقُولُونَ فَإِنَّهُمْ لا يُكَذِّبُونَكَ وَ لكِنَّ الظَّالِمينَ بِآياتِ اللهِ يَجْحَدُونَ

به يقين مى‌دانيم كه گفتار آن‌ها، تو را غمگين مى‌كند؛ ولى [غم مخور؛ و بدان‌كه] آن‌ها تو را تكذيب نمى‌كنند؛ بلكه ستمكاران، آيات خدا را انكار مى‌نمايند.

We know indeed that what they say certainly grieves you, but surely they do not call you a liar; but the unjust deny the communications of Allah.

તેઓ જે કાંઇ કહે છે તેનાથી તને દુ:ખ થાય છે તે અમે ખરેખર જાણીએ છીએ; પરંતુ હકીકતમાં તેઓ તને જૂઠલાવતા નથી પણ એ ઝાલિમો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.

6:34
وَ لَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ فَصَبَرُوا عَلى ما كُذِّبُوا وَ أُوذُوا حَتَّى أَتاهُمْ نَصْرُنا وَ لا مُبَدِّلَ لِكَلِماتِ اللهِ وَ لَقَدْ جاءَكَ مِنْ نَبَإِ الْمُرْسَلينَ

به يقين پيش از تو نيز پيامبرانى تكذيب شدند؛ و در برابر تكذيب‌ها، صبر و استقامت كردند؛ و [در اين راه]، آزار ديدند، تا هنگامى‌كه يارى ما به آن‌ها رسيد. و هيچ‌چيز سنّت‌هاى خدا را تغيير نمى‌دهد؛ و به يقين اخبار پيامبران به تو رسيده است.

And certainly apostles before you were rejected, but they were patient on being rejected and persecuted until Our help came to them; and there is none to change the words of Allah, and certainly there has come to you some information about the apostles.

અને ખરેખર તારી પહેલાં ઘણાંય નબીઓને જૂઠલાવવામાં આવ્યા હતા. પણ તેમણે પોતાને જૂઠલાવવા અને તકલીફ આપવા ઉપર સબ્ર કરી, એટલે સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી; અને (તમારા સાથે પણ એવું જ થશે) જોકે અલ્લાહના કલામ (વાયદા)ને કોઇ બદલનાર નથી; અને ખરેખર તારી પાસે અમુક પયગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે.

6:35
وَ إِنْ كانَ كَبُرَ عَلَيْكَ إِعْراضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تَبْتَغِيَ نَفَقاً فِي الْأَرْضِ أَوْ سُلَّماً فِي السَّماءِ فَتَأْتِيَهُمْ بِآيَةٍ وَ لَوْ شاءَ اللهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدى فَلا تَكُونَنَّ مِنَ الْجاهِلينَ

و اگر اعراض‌كردن آن‌ها بر تو سنگين است، چنانچه بتوانى نقبى در زمين بزنى، يا نردبانى به آسمان بگذارى [و اعماق زمين و آسمان‌ها را جستجو كنى، چنين كن] تا آيه [و نشانه‌ی ديگرى] براى آن‌ها بياورى! امّا اگر خدا بخواهد، آن‌ها را [به اجبار] بر هدايت جمع خواهد كرد. [ولى هدايت اجبارى، چه سودى دارد]؟ پس هرگز از جاهلان مباش.

And if their turning away is hard on you, then if you can seek an opening (to go down) into the earth or a ladder (to ascend up) to heaven so that you should bring them a sign and if Allah had pleased He would certainly have gathered them all on guidance, therefore be not of the ignorant.

અને અગર તેઓનું (હકથી) મોઢું ફેરવવું તને સખત લાગતું હોય તો તું ઝમીનમાં કોઇ એવું કાણું (નીચે જવા માટે) અથવા આસમાન પર (ચઢવા માટે) કોઇ નિસરણી (શોધી શકતો) હોય કે જેથી તેઓને કોઇ નિશાની લાવી આપી શકે (તો તેમ કર); અને અલ્લાહ ચાહતે તો ખરેખર તે સર્વેને (જબરદસ્તી) હિદાયત(ના માર્ગ) પર કરી લીધા હોત; માટે તમે નાદાન (લોકો)માંથી ન થઇ જાવ.

6:36
إِنَّما يَسْتَجيبُ الَّذينَ يَسْمَعُونَ وَ الْمَوْتى يَبْعَثُهُمُ اللهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ

تنها كسانى [دعوت تو را] مى‌پذيرند كه گوش شنوا دارند؛ امّا مردگان [و آن‌ها كه گوش شنوا ندارند، ايمان نمى‌آورند؛ و] خدا آن‌ها را [در قيامت] برمى‌انگيزد؛ سپس به‌سوى او، بازگردانده مى‌شوند.

Only those accept who listen; and (as to) the dead, Allah will raise them, then to Him they shall be returned.

ફકત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ (તવજ્જોથી) સાંભળે છે; અને મરણ પામેલાઓને અલ્લાહ ફરી જીવતા કરશે, પછી તેઓને તે (અલ્લાહ)ની જ તરફ પલટાવવામાં આવશે.

6:37
وَ قالُوا لَوْ لا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِنْ رَبِّهِ قُلْ إِنَّ اللهَ قادِرٌ عَلى أَنْ يُنَزِّلَ آيَةً وَ لكِنَّ أَكْثَرَهُمْ لا يَعْلَمُونَ

و گفتند: «چرا نشانه [و معجزه‌اى] از طرف پروردگارش بر او نازل نمى‌شود»؟! بگو: «خداوند، قادر است كه نشانه‌اى نازل كند»؛ ولى بيشتر آن‌ها نمى‌دانند.

And they say: Why has not a sign been sent down to him from his Lord? Say: Surely Allah is able to send down a sign, but most of them do not know.

અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર કોઇ નિશાની નાઝિલ કરવામાં કેમ નથી આવી? તું કહે કે બેશક અલ્લાહ એ બાબત ઉપર કાદીર છે કે કોઇ નિશાની નાઝિલ કરે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી.

6:38
وَ ما مِنْ دَابَّةٍ فِي الْأَرْضِ وَ لا طائِرٍ يَطيرُ بِجَناحَيْهِ إِلاَّ أُمَمٌ أَمْثالُكُمْ ما فَرَّطْنا فِي الْكِتابِ مِنْ شَيْ‌ءٍ ثُمَّ إِلى رَبِّهِمْ يُحْشَرُونَ

هيچ جنبنده‌اى در زمين، و هيچ پرنده‌اى كه با دو بال خود پرواز مى‌كند، نيست مگر اينكه امّت‌هايى همانند شما هستند. ما هيچ‌ چيز را در اين كتاب، فروگذار نكرديم؛ سپس [همگى] به‌سوى پروردگارشان محشور مى‌گردند.

And there is no animal that walks upon the earth nor a bird that flies with its two wings but (they are) genera like yourselves; We have not neglected anything in the Book, then to their Lord shall they be gathered.

અને ઝમીન પર કોઇ જાનવર તેમજ પોતાની બંને પાંખો વડે ઊડતુ કોઇ પંખી નથી સિવાય કે તેઓ તમારા જેવી ઉમ્મતો છે. અમોએ આ કિતાબમાં કોઇ પણ બાબત પડતી મૂકી નથી. પછી તેઓ સર્વે પોતાના પરવરદિગારની બારગાહમાં ભેગાં કરવામાં આવશે.

6:39
وَ الَّذينَ كَذَّبُوا بِآياتِنا صمٌّ وَ بُكْمٌ فِي الظُّلُماتِ مَنْ يَشَأِ اللهُ يُضْلِلْهُ وَ مَنْ يَشَأْ يَجْعَلْهُ عَلى صراطٍ مُسْتَقيمٍ

كسانى كه آيات ما را تكذيب كردند، كر و لال‌هايى هستند كه در تاريكي‌ها قرار دارند. هركس را خدا بخواهد [و مستحق باشد]، گمراه مى‌كند؛ و هركس را بخواهد [و شايسته ببيند]، در راه راست قرار خواهد داد.

And they who reject Our communications are deaf and dumb, in utter darkness; whom Allah pleases He causes to err and whom He pleases He puts on the right way.

અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેઓ બહેરા તથા મૂંગા અંધકારમાં (પડેલા) છે; અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ પર લગાવી દે છે.

6:40
قُلْ أَ رَأَيْتَكُمْ إِنْ أَتاكُمْ عَذابُ اللهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَ غَيْرَ اللهِ تَدْعُونَ إِنْ كُنْتُمْ صادِقينَ

بگو: «به من خبر دهيد اگر عذاب پروردگار به سراغ شما آيد، يا قيامت فرا رسد، آيا [براى حلّ مشكل خود]، غير خدا را مى‌خوانيد اگر راست مى‌گوييد»؟!

Say: Tell me if the chastisement of Allah should overtake you or the hour should come upon you, will you call (on others) besides Allah, if you are truthful?

તું કહે કે જો તમે સાચા હોવ તો જયારે અલ્લાહનો અઝાબ તમને પકડી લે અથવા તમારા પર કયામત આવી જાય ત્યારે શું તમે અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારશો?

← Surah 5 Surah 7 →