سورة الإسراء
Al Isra / Bani Israil
انسان [بر اثر شتابزدگى]، بديها را طلب مىكند آنگونه كه نيكيها را مىطلبد و انسان، هميشه عجول بوده است!
And man prays for evil as he ought to pray for good, and man is ever hasty.
અને ઇન્સાન બૂરાઇ માટે દુઆ કરે છે જેવી રીતે ભલાઇ માટે દુઆ કરે છે; અને ઇન્સાન હંમેશા ઉતાવળો રહે છે.
ما شب و روز را دو نشانه [عظمت و رحمت خود] قرار داديم، سپس نشانهی شب را محو كرده و نشانهی روز را روشنىبخش ساختيم تا [در پرتو آن] فضل پروردگارتان را بطلبيد [و به تلاش براى زندگى برخيزيد] و عدد سالها و حساب را بدانيد و هرچيزى را بهطور مشخّص [و آشكار] بيان كرديم.
And We have made the night and the day two signs, then We have made the sign of the night to pass away and We have made the sign of the day manifest, so that you may seek grace from your Lord, and that you might know the numbering of years and the reckoning; and We have explained everything with distinctness.
અને અમોએ રાત તથા દિવસને બે નિશાનીઓ બનાવી છે. પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો, અને વર્ષોની ગણતરી તથા હિસાબ કરી શકો; અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી છે.
و هر انسانى، اعمالش را بر گردنش آويختهايم و روز قيامت، نامهی [اعمالش را] براى او بيرون مىآوريم كه آن را در برابر خود، گشوده مىبيند.
And We have made every man's actions to cling to his neck, and We will bring forth to him on the resurrection day a book which he will find wide open:
અને દરેક ઇન્સાનના (નામએ) આમાલને અમોએ તેના ગળામાં ટાંગી દીધો છે,* અને કયામતના દિવસે તેના માટે (તે) લખાણ કાઢીશું (નામએ આમાલ) કે જેને તે તદ્દન ખુલ્લી (કિતાબ) પામશે.
[و به او مىگوييم]: نامهی [اعمال] خود را بخوان، كافیست كه امروز، خود حسابرس خويش باشى!
Read your book; your own self is sufficient as a reckoner against you this day.
તારી કિતાબને વાંચ; આજના દિવસે તારા પોતાનો હિસાબ લેવા માટે તું પોતે જ બસ છે!
هركس هدايت شود، به نفع خود هدايت مىيابد و آنكس كه گمراه گردد، به زيان خود گمراه مىشود و هيچ گنهكارى بار گناه ديگرى را به دوش نمىكشد و ما هرگز [قومى را] مجازات نخواهيم كرد، مگر آنكه پيامبرى مبعوث كنيم. [تا وظايفشان را بيان كند].
Whoever goes aright, for his own soul does he go aright; and whoever goes astray, to its detriment only does he go astray: nor can the bearer of a burden bear the burden of another, nor do We chastise until We raise an apostle.
જેણે હિદાયત મેળવી તેણે પોતાના ફાયદામાં હિદાયત મેળવી, અને જે ગુમરાહ થઇ ગયો તેની ગુમરાહીમાં તેનુ પોતાનુ જ નુકસાન છે; અને કોઇ બોજો ઊંચકનાર બીજા કોઇ (ગુનાહ)નો બોજો ઊંચકશે નહીં; અને જ્યાં સુધી અમે કોઇ રસૂલ મોકલતા નથી ત્યાં સુધી અઝાબ આપતા નથી.
و هنگامىكه بخواهيم شهر و ديارى را هلاك كنيم، نخست اوامر خود را براى مترفين (ثروتمندان مست ثروت) آنجا، بيان مىداريم، سپس هنگامىكه به مخالفت برخاستند و استحقاق مجازات يافتند، آنها را به شدّت درهم مىكوبيم.
And when We wish to destroy a town, We send Our commandment to the people of it who lead easy lives, but they transgress therein; thus the word proves true against it, so We destroy it with utter destruction.
અને જયારે અમે કોઇ વસ્તીને હલાક કરવાનું નક્કી કરીએ છીએ ત્યારે તે વસ્તીના મુત્રેફીન (દોલતના નશામાં ભાન ભૂલેલા)ને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પરંતુ તેઓ તે બાબતે નાફરમાની કરે છે, આ રીતે અમારો કૌલ તેમના ખિલાફ સાચો પૂરવાર થાય છે જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ.
چه بسيار اقوامى را كه بعد از نوح، مىزيستند [طبق همين سنّت] هلاك كرديم. و كافیست كه پروردگارت نسبت به گناهان بندگانش آگاه و بيناست.
And how many of the generations did We destroy after Nuh! and your Lord is sufficient as Knowing and Seeing with regard to His servants' faults.
અને નૂહની પછી અમોએ ઘણીયે ઉમ્મતોનો (કુફ્ર અને ગુનાહના કારણે) નાશ કરી નાખ્યો; અને તારો પરવરદિગાર તેના બંદાઓના ગુનાહોને જાણવા અને જોવા માટે પૂરતો છે.
هركس كه [تنها] زندگى زودگذر [دنيا] را مىطلبد، آن مقدار را كه بخواهيم به هركس اراده كنيم، مىدهيم سپس دوزخ را براى او قرار خواهيم داد، كه در آتش سوزانش مىسوزد درحالىكه نكوهيده و راندهی [درگاه خدا] است.
Whoever desires this present life, We hasten to him therein what We please for whomsoever We desire, then We assign to him the hell; he shall enter it despised, driven away.
જે કોઇ (ફકત) આ દુનિયાને તલબ કરે છે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે જલ્દીથી આપી દઇએ છીએ, પછી તેના માટે જહન્નમ છે, તે તેમાં ઝિલ્લત સાથે હાંકી કઢાયેલ દાખલ થશે.
و هركسكه سراى آخرت را بطلبد و براى آن سعى و كوشش كند درحالىكه ايمان داشته باشد، چنين كسانى سعى و تلاش آنها، [از سوى خدا] پاداش داده خواهد شد.
And whoever desires the hereafter and strives for it as he ought to strive and he is a believer; (as for) these, their striving shall surely be accepted.
અને જે કોઇ આખેરત તલબ કરે છે અને તે હાંસિલ કરવા માટે ઇમાનની હાલતમાં એવી કોશિશ કરે કે જેવી કોશિશ કરવાનો હક છે, તો તે લોકોની કોશિશને કબૂલ કરવામાં આવશે.
هريك از اين دو گروه را [بهاندازهی شايستگى آنها] از عطاى پروردگارت، بهره و كمك مىدهيم و عطاى پروردگارت هرگز [از كسى] منع نشده است.
All do We aid-- these as well as those-- out of the bounty of your Lord, and the bounty of your Lord is not confined.
અમે તારા પરવરદિગારની અતાથી બંને ગિરોહની મદદ કરીએ છીએ અને તારા પરવરદિગારની અતાથી કોઇ મહેરૂમ રહેતુ નથી.