Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 3

سورة آل عمران

Aal I Imran

સુરએ આલે ઈમરાન
200 verses Madani Verses 151–160 of 200
3:151
سَنُلْقي في قُلُوبِ الَّذينَ كَفَرُوا الرُّعْبَ بِما أَشْرَكُوا بِاللهِ ما لَمْ يُنَزِّلْ بِهِ سُلْطاناً وَ مَأْواهُمُ النّارُ وَ بِئْسَ مَثْوَى الظّالِمينَ

به‌زودى در دل‌هاى كافران، به سبب اينكه، چيزهايى را براى خدا همتا قرار دادند كه [خداوند] هيچ‌گونه دليلى درباره‌ی آن نازل‌ نكرده بود، رعب و وحشت مى‌افكنيم؛ و جايگاه آن‌ها، آتش است؛ و چه بد است جايگاه ستمكاران!

We will cast terror into the hearts of those who disbelieve, because they set up with Allah that for which He has sent down no authority, and their abode is the fire, and evil is the abode of the unjust.

નજીકમાં અમે નાસ્તિકોના દિલોમાં રોઅબ (દબદબો) નાખી દઈશું. કારણ કે તેમણે એવાને અલ્લાહના શરીક બનાવ્યા છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ નાઝિલ કરી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે; અને ઝાલિમોનું રહેઠાણ ઘણું જ ખરાબ છે.

3:152
وَلَقَدْ صَدَقَكُمُ اللهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُمْ بِإِذْنِهِ حَتّى إِذا فَشِلْتُمْ وَ تَنازَعْتُمْ فِي الْأَمْرِ وَ عَصَيْتُمْ مِنْ بَعْدِ ما أَراكُمْ ما تُحِبُّونَ مِنْكُمْ مَنْ يُريدُ الدُّنْيا وَ مِنْكُمْ مَنْ يُريدُ الْآخِرَةَ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ وَ لَقَدْ عَفا عَنْكُمْ وَ اللهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنينَ

خداوند، وعده‌ی خود را به شما، [درباره‌ی پيروزى بر دشمن در اُحُد]، تحقّق بخشيد؛ در آن هنگام ‌كه دشمنان را به فرمان او، به قتل مى‌رسانديد؛ تا اينكه سست شديد؛ و در كار [حفظ سنگرها] به نزاع پرداختيد؛ و بعد از آنكه خداوند آنچه را دوست مى‌داشتيد [از غلبه بر دشمن] به شما نشان داد، نافرمانى‌كرديد. بعضى از شما، خواهان دنيا بودند؛ و بعضى خواهان آخرت. سپس خداوند شما را از غلبه بر آنان بازگرداند؛ [و پيروزى شما به شكست انجاميد]؛ تا شما را بيازمايد. و او شما را بخشيد؛ و خداوند نسبت به مؤمنان، داراى احسان و بخشش است.

And certainly Allah made good to you His promise when you slew them by His permission, until when you became weak-hearted and disputed about the affair and disobeyed after He had shown you that which you loved; of you were some who desired this world and of you were some who desired the hereafter; then He turned you away from them that He might try you; and He has certainly pardoned you, and Allah is Gracious to the believers.

અને ખરેખર અલ્લાહે તમારી સાથે કરેલો વાયદો ત્યારે પૂરો કરી દેખાડયો જ્યારે કે તમે તેની રજાથી તેઓ (નાસ્તિકો)ને કતલ કરતા હતા એટલે સુધી કે જ્યારે તમે હિમ્મત હારી ગયા અને આ બાબતે અંદરો અંદર કજિયો કરવા લાગ્યા, અને જે વસ્તુને તમે ચાહતા હતા (દુશ્મનો ઊપર ફતેહ) તે અલ્લાહે દેખાડયા પછી તમોએ નાફરમાની કરી; તમારામાંથી અમુક દુનિયાને ચાહનારા હતા અને તમારામાંથી અમુક આખેરતને ચાહનારા હતા, પછી તેણે તમને તેઓ (નાસ્તિકો)થી દૂર કર્યા કે જેથી તે તમારૂ ઇમ્તેહાન લે, અને પછી ખરેખર અલ્લાહે તમારાથી દરગુજર કરી; અને અલ્લાહ મોઅમીનો પર ફઝલો કરમ કરવાવાળો છે.

3:153
إِذْ تُصْعِدُونَ وَ لا تَلْوُونَ عَلى أَحَدٍ وَ الرَّسُولُ يَدْعُوكُمْ في أُخْراكُمْ فَأَثابَكُمْ غَمّاً بِغَمٍّ لِكَيْلا تَحْزَنُوا عَلى ما فاتَكُمْ وَ لا ما أَصابَكُمْ وَ اللهُ خَبيرٌ بِما تَعْمَلُونَ

[به‌خاطر بياوريد] هنگامى را كه از كوه بالا مى‌رفتيد؛ و [يا در بيابان پراكنده مى‌شديد؛ و از وحشت]، به هيچ‌كس [از عقب‌ماندگان] نگاه نمى‌كرديد؛ درحالى‌كه پيامبر از پشت سر، شما را صدا مى‌زد. سپس اندوه‌ها را يكى پس از ديگرى به شما جزا داد؛ اين به‌ خاطر آن بود كه ديگر نه براى از دست رفتن چيزى [مانند غنايم جنگى] غمگين شويد، و نه به‌ خاطر مصيبت‌هايى كه بر شما وارد مى‌گردد. و خداوند از آنچه انجام مى‌دهيد، آگاه ‌است.

When you ran off precipitately and did not wait for any one, and the Apostle was calling you from your rear, so He gave you another sorrow instead of (your) sorrow, so that you might not grieve at what had escaped you, nor (at) what befell you; and Allah is aware of what you do.

એ સમયને યાદ કરો જ્યારે તમે બુલંદી તરફ જઇ રહ્યા હતા, અને કોઇ પાછુ ફરીને જોતા પણ ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યા હતા, પછી અલ્લાહે તમને દુ:ખ ઊપર દુ:ખ આપ્યું, જેથી તમારા હાથમાંથી કોઇ ચીઝ જતી રહેવા ઊપર ન ગમગીન થાવ અને તમારા ઊપર કોઇ મુસીબત આવી પડવા ઊપર ન અફસોસ કરો; અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે વાકેફ છે.

3:154
ثُمَّ أَنْزَلَ عَلَيْكُمْ مِنْ بَعْدِ الْغَمِّ أَمَنَةً نُعاساً يَغْشى طائِفَةً مِنْكُمْ وَ طائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنْفُسُهُمْ يَظُنُّونَ بِاللهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجاهِلِيَّةِ يَقُولُونَ هَلْ لَنا مِنَ الْأَمْرِ مِنْ شَيْءٍ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلّهِ يُخْفُونَ في أَنْفُسِهِمْ ما لا يُبْدُونَ لَكَ يَقُولُونَ لَوْ كانَ لَنا مِنَ الْأَمْرِ شَيْءٌ ما قُتِلْنا هاهُنا قُلْ لَوْ كُنْتُمْ في بُيُوتِكُمْ لَبَرَزَ الَّذينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلى مَضاجِعِهِمْ وَ لِيَبْتَلِيَ اللهُ ما في صُدُورِكُمْ وَ لِيُمَحِّصَ ما في قُلُوبِكُمْ وَ اللهُ عَليمٌ بِذاتِ الصُّدُورِ

سپس به‌دنبال اين غم و اندوه، آرامشى بر شما فرستاد. اين آرامش، به‌صورت خواب سبكى بود كه [در شب بعد از حادثه احد]، گروهى از شما را فرا گرفت امّا گروه ديگرى در فكر جان خويش بودند [و خواب به چشمانشان نرفت]. آن‌ها گمان‌هاى نادرستى‌ همچون گمان‌هاى دوران جاهليّت‌ درباره‌ی خدا داشتند و مى‌گفتند: «آيا چيزى از پيروزى نصيب ما مى‌شود»؟! بگو: «همه‌ی كارها [و پيروزي‌ها] به دست خداست»! آن‌ها در دل خود، چيزى را پنهان مى‌دارند كه براى تو آشكار نمى‌سازند مى‌گويند: «اگر ما سهمى از پيروزى داشتيم، در اينجا كشته نمى‌شديم!» بگو: «اگر هم در خانه‌هاى خود بوديد، آنهايى كه كشته‌شدن بر آن‌ها مقرّر‌ شده بود، قطعاً به‌سوى آرامگاه‌هاى خود، بيرون مى‌آمدند [و آن‌ها را به قتل مى‌رساندند]. و اين‌ها براى اين است كه خداوند، آنچه در سينه‌هايتان پنهان داريد، بيازمايد و آنچه را در دل‌هاى شما [از ايمان] است، خالص گرداند و خداوند از آنچه در درون سينه‌هاست، با خبر است.

Then after sorrow He sent down security upon you, a calm coming upon a party of you, and (there was) another party whom their own souls had rendered anxious; they entertained about Allah thoughts of ignorance quite unjustly, saying: We have no hand in the affair. Say: Surely the affair is wholly (in the hands) of Allah. They conceal within their souls what they would not reveal to you. They say: Had we any hand in the affair, we would not have been slain here. Say: Had you remained in your houses, those for whom slaughter was ordained would certainly have gone forth to the places where they would be slain, and that Allah might test what was in your breasts and that He might purge what was in your hearts; and Allah knows what is in the breasts.

પછી અલ્લાહે તે દુ:ખ બાદ તમારા ઉપર સલામતી ઉતારી (જે) એક સુકુનવાળી નીંદર કે જે તમારામાંના એક સમૂહ ઉપર છવાઈ ગઈ, અને બીજો સમૂહ ચિંતામાં જ સપડાઈ ગયો હતો અને જાહેલીયતના ઝમાના જેવા ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યો; (અને) કહેતા હતા શું આ જંગના મામલામાં અમારો કાંઇ ઇખ્તેયાર છે ? કહે, બેશક મામલો સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે; તેઓ પોતાના મનમાં એવું કાંઈ છૂપાવી રહ્યા છે જે તારા પર જાહેર નથી કરતા; તેઓ કહેતા હતા કે જો આ મામલામાં અમારો કાંઈ ઇખ્તેયાર હોત તો અમે અહી મરત નહિ; કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂકયું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે, અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેનું ઇમ્તેહાન કરી લે, તથા જે કાંઈ તમારા દિલોમાં છે તેને પાક કરી દે; અને જે કાંઇ દિલોમાં છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

3:155
إِنَّ الَّذينَ تَوَلَّوْا مِنْكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطانُ بِبَعْضِ ما كَسَبُوا وَ لَقَدْ عَفَا اللهُ عَنْهُمْ إِنَّ اللهَ غَفُورٌ حَليمٌ

كسانى از شما كه در روز رو‌به‌رو شدن دو جمعيّت با يكديگر [در جنگ اُحُد]، فرار كردند، شيطان آن‌ها را بر اثر بعضى از گناهانى كه مرتكب شده‌ بودند، به لغزش انداخت؛ ولى خداوند آن‌ها را بخشيد. زيرا خداوند، آمرزنده و داراى حلم است.

(As for) those of you who turned back on the day when the two armies met, only the Shaitan sought to cause them to make a slip on account of some deeds they had done, and certainly Allah has pardoned them; surely Allah is Forgiving, Forbearing.

બેશક બે લશ્કરોએ એક બીજાનો મુકાબલાના દિવસે તમારામાંથી જે લોકોએ (મેદાનમાંથી) પીઠ ફેરવી તેનું કારણ એ સિવાય બીજાં કાંઈ ન હતું કે તેમણે કરેલા અમુક બૂરા કાર્યોને લીધે શૈતાને તેમને બહેકાવ્યા હતા, અને ખરેખર અલ્લાહે તેમનાથી દરગુજર કરી; બેશક અલ્લાહ સહનશીલ માફ કરનાર છે.

3:156
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَكُونُوا كَالَّذينَ كَفَرُوا وَ قالُوا لِإِخْوانِهِمْ إِذا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كانُوا غُزّىً لَوْ كانُوا عِنْدَنا ما ماتُوا وَ ما قُتِلُوا لِيَجْعَلَ اللهُ ذالِكَ حَسْرَةً في قُلُوبِهِمْ وَ اللهُ يُحْيي وَ يُميتُ وَ اللهُ بِما تَعْمَلُونَ بَصيرٌ

اى كسانى ‌كه ايمان آورده‌ايد! همانند كافران نباشيد كه چون برادرانشان به مسافرتى مى‌روند [و مى‌ميرند] يا در جنگ شركت مى‌كنند [و كشته مى‌شوند]، مى‌گويند: «اگر آن‌ها نزد ما بودند، نمى‌مردند و كشته نمى‌شدند»! [شما از اين‌گونه سخنان نگوييد]، تا خدا اين حسرت را بر دل آن‌ها بگذارد. خداوند، زنده مى‌كند و مى‌ميراند؛ [و زندگى و مرگ، به دست اوست]؛ و خدا به آنچه انجام مى‌دهيد، بيناست.

O you who believe! be not like those who disbelieve and say of their brethren when they travel in the earth or engage in fighting: Had they been with us, they would not have died and they would not have been slain; so Allah makes this to be an intense regret in their hearts; and Allah gives life and causes death and Allah sees what you do.

અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેઓ નાસ્તિક થઇ ગયા અને પોતાના (દીની) ભાઈઓના સંબંધમાં જ્યારે તેઓ મુસાફરીમાં ગયા અથવા જેહાદમાં હાજર થયા ત્યારે તેઓએ કહ્યુ કે જો તેઓ અમારી સાથે હોત તો મરણ ન પામતે અને ન કત્લ થાત, જેથી અલ્લાહ આ વાત (ઊપર ઘ્યાન ન દેવુ) તેઓ (નાસ્તિકો)ના દિલોમાં ખેદ (નું કારણ) બનાવી દે; જો કે અલ્લાહ જ જીવાડે છે અને મારે છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જોઇ રહ્યો છે.

3:157
وَلَئِنْ قُتِلْتُمْ في سَبيلِ اللهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِنَ اللهِ وَ رَحْمَةٌ خَيْرٌ مِمّا يَجْمَعُونَ

و اگر در راه خدا كشته شويد يا بميريد، [زيان نكرده‌ايد؛ زيرا] آمرزش و رحمت خدا، از آنچه [آن‌ها درطول عمر خود] جمع آورى مى‌كنند، بهتر است.

And if you are slain in the way of Allah or you die, certainly forgiveness from Allah and mercy is better than what they amass.

અને જો તમે અલ્લાહની રાહમાં માર્યા જાઓ અથવા કત્લ થઇ જાઓ તો જે કાંઈ તેઓ ભેગું કરે છે તેના કરતાં અલ્લાહની મગફેરત તથા રહેમત વધારે સારી છે.

3:158
وَلَئِنْ مُتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللهِ تُحْشَرُونَ

و اگر بميريد يا كشته ‌شويد، به‌سوى خدا محشور مى‌شويد. [و در جوار رحمت او خواهيد بود].

And if indeed you die or you are slain, certainly to Allah shall you be gathered together.

અને તમને મારી નાખવામાં આવે અથવા મરી જાઓ. અલ્લાહની હજૂરમાં તમને ચોક્કસ ભેગા કરવામાં આવશો.

3:159
فَبِما رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَ لَوْ كُنْتَ فَظّاً غَليظَ الْقَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَ اسْتَغْفِرْ لَهُمْ وَ شاوِرْهُمْ فِي الْأَمْرِ فَإِذا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ الْمُتَوَكِّلينَ

به‌سبب رحمت الهى، در برابر مؤمنان، نرم و مهربان شدى! و اگرخشن و سنگدل بودى، از اطراف تو، پراكنده مى‌شدند. پس آن‌ها را ببخش و براى آن‌ها آمرزش‌ بطلب؛ و در كارها، با آنان مشورت كن! امّا هنگامى‌كه تصميم‌گرفتى، [قاطع باش و] بر خدا توكّل ‌كن؛ زيرا خداوند توكّل‌كنندگان را دوست دارد.

Thus it is due to mercy from Allah that you deal with them gently, and had you been rough, hard hearted, they would certainly have dispersed from around you; pardon them therefore and ask pardon for them, and take counsel with them in the affair; so when you have decided, then place your trust in Allah; surely Allah loves those who trust.

અલ્લાહની રહેમતના કારણે તેં તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું, પણ જો તું (પયગંબર સ.અ.વ.) સખત મિઝાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી (ચોક્કસ) વિખેરાઈ ગયા હોત, માટે તું તેમનાથી દરગુજર કર અને તેમના માટે ઇસ્તગફાર કર તથા તેમની સાથે મામલાઓમાં સલાહ મશવેરો કર્યા કર, અને (સલાહ કર્યા પછી) જ્યારે કોઈ વાતનો ઇરાદો તું કરી લે ત્યારે અલ્લાહ પર આધાર રાખ; બેશક અલ્લાહ આધાર રાખનારાઓને દોસ્ત રાખે છે.

3:160
إِنْ يَنْصُرْكُمُ اللهُ فَلا غالِبَ لَكُمْ وَ إِنْ يَخْذُلْكُم فَمَنْ ذَا الَّذي يَنْصُرُكُمْ مِنْ بَعْدِهِ وَ عَلَى اللهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ

اگر خداوند شما را يارى ‌كند، هيچ‌كس بر شما غلبه نخواهد ‌كرد؛ و اگر دست از يارى شما بردارد، كيست كه بعد از او، شما را يارى ‌كند؟! و مؤمنان بايد، تنها بر خداوند توكّل كنند.

If Allah assists you, then there is none that can overcome you, and if He forsakes you, who is there then that can assist you after Him? And on Allah should the believers rely.

અગર અલ્લાહ તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ પણ ગાલિબ થઇ શકતો નથી, અને જો તે તમારી મદદ કરવાનું મૂકી દે તો પછી એવો કોણ છે જે તમારી મદદ કરે ? અને મોઅમીનો ફકત અલ્લાહ ઉપર જ આધાર રાખે છે.

← Surah 2 Surah 4 →