Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 161–170 of 176
4:161
وَ أَخْذِهِمُ الرِّبَواْ وَ قَدْ نُهُواْ عَنْهُ وَ أَكلِْهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَ أَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا

و [همچنين] به خاطر ربا گرفتن، در‌حالى‌كه از آن نهى شده بودند؛ و خوردن اموال مردم به باطل؛ و براى كافران آن‌ها، عذاب دردناكى آماده كرده‌ايم.

And their taking usury though indeed they were forbidden it and their devouring the property of people falsely, and We have prepared for the unbelievers from among them a painful chastisement.

અને તેઓના વ્યાજ લેવાના કારણે, જો કે તેની તેમને ખરેખર મનાઇ કરવામાં આવી હતી અને લોકોનો માલ ગેરવ્યાજબી રીતે ખાઇ જવાના કારણે; અને તેઓમાંથી નાસ્તિકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.

4:162
لكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَ الْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِما أُنْزِلَ إِلَيْكَ وَ ما أُنْزِلَ مِنْ قَبْلِكَ وَ الْمُقيمينَ الصَّلاةَ وَ الْمُؤْتُونَ الزَّكاةَ وَ الْمُؤْمِنُونَ بِاللهِ‌ وَ الْيَوْمِ الْآخِرِ أُولئِكَ سَنُؤْتيهِمْ أَجْراً عَظيماً

ولى راسخان در علم از آن‌ها، و مؤمنان [از امّت اسلام]، به تمام آنچه برتو نازل شده، و آنچه پيش از تو نازل گرديده، ايمان مى‌آورند. [همچنين] نمازگزاران و زكات‌دهندگان و ايمان آورندگان به خدا و روز بازپسين، به‌زودى به همه‌ی آنان پاداش عظيمى خواهيم داد.

But the firm in knowledge among them and the believers believe in what has been revealed to. you and what was revealed before you, and those who keep up prayers and those who give the poor-rate and the believers in Allah and the last day, these it is whom We will give a mighty reward.

પરંતુ તેઓમાંથી જેઓ ઇલ્મમાં ઊંડા ઉતરેલા છે તથા ઇમાન ધરાવનારા છે, અને જે કાંઇ તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેને અને જે કાંઇ તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન રાખે છે, અને તેઓ નમાઝ કાયમ કરનારા તથા ઝકાત આપનારા અને અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન લાવનારા છે. તેઓને અમે નઝદીકમાં ઘણો મોટો બદલો આપનાર છીએ.

4:163
إِنَّا أَوْحَيْنا إِلَيْكَ كَما أَوْحَيْنا إِلى نُوحٍ وَ النَّبِيِّينَ مِنْ بَعْدِهِ وَ أَوْحَيْنا إِلى إِبْراهيمَ وَ إِسْماعيلَ وَ إِسْحاقَ وَ يَعْقُوبَ وَ الْأَسْباطِ وَ عيسى وَ أَيُّوبَ وَ يُونُسَ وَ هارُونَ وَ سُلَيْمانَ وَ آتَيْنا داوُدَ زَبُوراً

ما به تو وحى فرستاديم؛ همان‌گونه كه به نوح و پيامبران بعد از او وحى فرستاديم؛ و [نيز] به ابراهيم و اسماعيل و اسحاق و يعقوب و اسباط (پيامبران از فرزندان يعقوب) و عيسى و ايوب و يونس و هارون و سليمان وحى نموديم؛ و به داود زبور بخشيديم.

Surely We have revealed to you as We revealed to Nuh, and the prophets after him, and We revealed to Ibrahim and Ismail and Ishaq and Yaqoub and the tribes, and Isa and Ayub and Yunus and Haroun and Sulaiman and We gave to Dawood

બેશક અમોએ તારા ઉપર એવી રીતે વહી મોકલી છે કે જેવી રીતે નૂહ પર અને તેના પછીના નબીઓ પર મોકલી હતી, અને જેવી રીતે અમોએ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસ્હાક તથા યાકૂબ તથા અસ્બાત (બની ઇસરાઇલના નબીઓ) તથા ઇસા તથા ઐયુબ તથા યુનુસ તથા હારૂન તથા સુલયમાન પર વહી મોકલી હતી, અને દાવૂદને અમોએ ઝબૂર અતા કરી હતી.

4:164
وَ رُسُلاً قَدْ قَصَصْناهُمْ عَلَيْكَ مِنْ قَبْلُ وَ رُسُلاً لَمْ نَقْصُصْهُمْ عَلَيْكَ وَ كَلَّمَ اللهُ‌ مُوسى تَكْليماً

و پيامبرانى كه سرگذشت آن‌ها را پيش از اين، براى تو بازگفته‌ايم؛ و پيامبرانى كه سرگذشت آن‌ها را بيان نكرده‌ايم؛ و خداوند با موسى سخن گفت. [و اين امتياز، از آن او بود].

And (We sent) apostles We have mentioned to you before and apostles we have not mentioned to you; and to Musa, Allah addressed His Word, speaking (to him):

અને (અમોએ મોકલેલા) રસૂલો કે જેમના કિસ્સા અમે તને આ પહેલાં બયાન કરી ચૂક્યા છીએ. તથા એવા રસૂલો પણ કે જેમના કિસ્સા અમે તને બયાન કર્યા નથી અને અલ્લાહે મૂસા સાથે વાતો કરી (આ ખાસ ફઝીલત છે).

4:165
رُسُلاً مُبَشِّرينَ وَ مُنْذِرينَ لِئَلاَّ يَكُونَ لِلنَّاسِ عَلَى اللهِ‌ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ وَ كانَ اللهُ‌ عَزيزاً حَكيماً

پيامبرانى كه بشارت‌دهنده و بيم‌دهنده بودند، تا بعد از [آمدن] اين پيامبران، حجّتى براى مردم در برابر خدا باقى نماند، [و بر همه اتمام حجّت شود]؛ و خداوند، توانا و حكيم است.

(We sent) apostles as the givers of good news and as warners, so that people should not have a plea against Allah after the (coming of) apostles; and Allah is Mighty, Wise.

રસૂલોને (અમોએ) ખુશખબર આપનારા તથા ડરાવનારા બનાવી મોકલ્યા કે જેથી રસૂલો આવ્યા બાદ અલ્લાહના સામે માણસો પાસે કોઇ દલીલ બાકી ન રહે; અને અલ્લાહ બધા પર ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.

4:166
لكِنِ اللهُ‌ يَشْهَدُ بِما أَنْزَلَ إِلَيْكَ أَنْزَلَهُ بِعِلْمِهِ وَ الْمَلائِكَةُ يَشْهَدُونَ وَ كَفى بِاللهِ‌ شَهيداً

[آن‌ها نبوّت تو را انكار مى‌كنند] ولى خداوند گواهى مى‌دهد به آنچه بر تو نازل كرده؛ كه از روى علمش نازل كرده است؛ و فرشتگان [نيز] گواهى مى‌دهند؛ هر‌چند گواهى خدا كافى است.

But Allah bears witness by what He has revealed to you that He has revealed it with His knowledge, and the angels bear witness (also); and Allah is sufficient as a witness.

(તેઓ માને કે ન માને) પણ અલ્લાહે તારા પર જે કાંઇ નાઝિલ કર્યુ છે તેની ગવાહી ખુદ અલ્લાહ પોતે આપે છે કે તે તેણે પોતાના ઇલ્મથી નાઝિલ કર્યુ છે, તથા ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે; અને અલ્લાહ ગવાહી માટે કાફી છે.

4:167
إِنَّ الَّذينَ كَفَرُوا وَ صَدُّوا عَنْ سَبيلِ اللهِ‌ قَدْ ضَلُّوا ضَلالاً بَعيداً

كسانى كه كافر شدند، و [مردم را] از راه خدا باز داشتند، در گمراهى دورى افتاده‌اند.

Surely (as for) those who disbelieve and hinder (men) from Allah's way, they indeed have strayed off into a remote

બેશક નાસ્તિકો તથા જેઓ બીજા (લોકો)ને અલ્લાહની રાહથી રોકે છે તેઓ ખરે જ ગુમરાહ થઇ ઘણે દૂર બહેકી ગયા છે.

4:168
إِنَّ الَّذينَ كَفَرُوا وَ ظَلَمُوا لَمْ يَكُنِ اللهُ‌ لِيَغْفِرَ لَهُمْ وَ لا لِيَهْدِيَهُمْ طَريقاً

كسانى كه كافر شدند، و [به خود و ديگران] ستم كردند، هرگز خدا آن‌ها را نخواهد بخشيد، و آنان را به هيچ راهى هدايت نخواهد كرد.

Surely (as for) those who disbelieve and act unjustly Allah will not forgive them nor guide them to a path

બેશક નાસ્તિકો તથા ઝાલિમોને અલ્લાહ હરગિઝ માફ કરશે નહિ, અને ન તેમને કોઇ (સહીહ) રસ્તાની હિદાયત કરશે:

4:169
إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَلِدِينَ فِيهَا أَبَدًا وَ كاَنَ ذَالِكَ عَلىَ اللهِ يَسِيرًا

مگر به راه دوزخ، كه جاودانه در آن خواهند ماند؛ و اين امر براى خدا آسان است!

Except the path of hell, to abide in it for ever, and this is easy to Allah.

સિવાય કે જહન્નમના રસ્તાની કે જેમાં તેઓ હંમેશા રહેશે; અને અલ્લાહને માટે આ સરળ છે.

4:170
يا أَيُّهَا النَّاسُ قَدْ جاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِنْ رَبِّكُمْ فَآمِنُوا خَيْراً لَكُمْ وَ إِنْ تَكْفُرُوا فَإِنَّ لِلهِ‌ ما فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ كانَ اللهُ‌ عَليماً حَكيماً

اى مردم! پيامبر [ى كه انتظارش را مى‌كشيديد]، حق را از جانب پروردگارتان براى شما آورده است، پس به او ايمان بياوريد كه براى شما بهتر است. و اگر كافر شويد، [به خدا زيانى نمى‌رسد]؛ زيرا آنچه در آسمان‌ها و زمين است از آن خداست، و خداوند، دانا و حكيم است.

O people! surely the Apostle has come to you with the truth from your Lord, therefore believe, (it shall be) good for you and If you disbelieve, then surely whatever is in the heavens and the earth is Allah's; and Allah is Knowing, Wise.

અય લોકો! ખરેખર રસૂલ તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે હક લઇને આવ્યો છે, તેના પર ઇમાન લાવો, (એ) તમારા માટે બેહતર છે; પણ જો તમે ઇન્કાર કરશો તો (અલ્લાહનું કાંઇ નુકસાન થશે નહી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે સર્વ અલ્લાહનું છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

← Surah 3 Surah 5 →