Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 5

سورة المائدة

Al Ma'ida

સુરએ માએદહ
120 verses Madani Verses 71–80 of 120
5:71
وَ حَسِبُوا أَلاَّ تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَ صَمُّوا ثُمَّ تابَ اللهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَ صَمُّوا كَثيرٌ مِنْهُمْ وَ اللهُ بَصيرٌ بِما يَعْمَلُونَ

آنها گمان ‌كردند مجازاتى در كار نخواهد‌ بود؛ از اين‌رو [از ديدن حقايق] نابينا و [از شنيدن سخنان حق]، ناشنوا شدند؛ سپس [بيدار گشتند، و] خداوند توبه‌ی آن‌ها را پذيرفت؛ ديگر بار [در خواب غفلت فرو‌ رفتند، و] بسيارى از آن‌ها كور‌و‌كر شدند؛ و خداوند، به آنچه انجام مى‌دهند، بيناست.

And they thought that there would be no affliction, so they became blind and deaf; then Allah turned to them mercifully, but many of them became blind and deaf; and Allah is well seeing what they do.

અને તેમણે એવું ગુમાન કર્યું હતું કે કોઇ સજા આપવામાં આવશે નહિ, જેથી તેઓ (હકીકત પ્રત્યે) આંધળા અને બહેરા થઇ ગયા; પછી અલ્લાહે તેમની તૌબા કબૂલ કરી લીધી, પછી પણ તેઓમાંના ઘણાય (હકીકત પ્રત્યે) આંધળા તથા બહેરા થઇ ગયા; અને તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહ સારી રીતે જોઇ રહ્યો છે.

5:72
لَقَدْ كَفَرَ الَّذينَ قالُوا إِنَّ اللهَ هُوَ الْمَسيحُ ابْنُ مَرْيَمَ وَ قالَ الْمَسيحُ يا بَني إِسْرائيلَ اعْبُدُوا اللهَ رَبِّي وَ رَبَّكُمْ إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللهِ فَقَدْ حَرَّمَ اللهُ عَلَيْهِ الْجَنَّةَ وَ مَأْواهُ النَّارُ وَ ما لِلظَّالِمينَ مِنْ أَنْصار

كسانى ‌كه گفتند: «خداوند همان مسيح فرزند مريم است»، به‌يقين كافر‌ شدند، [با اينكه خود] مسيح گفت: «اى بنى‌اسرائيل! خداوند يگانه را، كه پروردگار من و شماست، پرستش ‌كنيد؛ زيرا هر‌كس همتايى براى خدا قرار ‌دهد، خداوند بهشت را بر او حرام‌ كرده؛ و جايگاه او دوزخ است؛ و براى ستمكاران، هيچ يار و ياورى نيست».

Certainly they disbelieve who say: Surely Allah, He is the Messiah, son of Marium; and the Messiah said: O Children of Israel! serve Allah, my Lord and your Lord. Surely whoever associates (others) with Allah, then Allah has forbidden to him the garden, and his abode is the fire; and there shall be no helpers for the unjust.

ખરેખર તે લોકોએ નાસ્તિકપણું કર્યું જેઓ કહે છે કે બેશક અલ્લાહ એ જ મસીહ ઇબ્ને મરિયમ છે; અને મસીહે કહ્યું કે અય બની ઇસરાઇલ! અલ્લાહની ઇબાદત કરો જે મારો પરવરદિગાર છે અને તમારો (પણ) પરવરદિગાર છે; બેશક જે કોઇ અલ્લાહની સાથે કોઇને શરીક કરશે, તેના પર અલ્લાહે જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું (જહન્નમની) આગ છે; અને ઝુલમગારોનો કોઇ મદદગાર નથી.

5:73
لَقَدْ كَفَرَ الَّذينَ قالُوا إِنَّ اللهَ ثالِثُ ثَلاثَةٍ وَ ما مِنْ إِلهٍ إِلاَّ إِلهٌ واحِدٌ وَ إِنْ لَمْ يَنْتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذينَ كَفَرُوا مِنْهُمْ عَذابٌ أَليمٌ

كسانى ‌كه گفتند: «خداوند، يكى از سه خداست» به‌يقين كافر ‌شدند؛ هيچ معبودى جز معبود يگانه نيست؛ و اگر از آنچه مى‌گويند دست برندارند،عذاب دردناكى به كافران آن‌ها [كه روى اين عقيده ايستادگى‌كنند]، خواهد ‌رسيد.

Certainly they disbelieve who say: Surely Allah is the third (person) of the three; and there is no god but the one Allah, and if they desist not from what they say, a painful chastisement shall befall those among them who disbelieve.

ખરેખર તે લોકો નાસ્તિક છે કે જે કહે કે બેશક અલ્લાહ ત્રણ (માઅબૂદ)માંથી ત્રીજો છે, જો કે એક જ માઅબૂદ સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી; અને જે કાંઇ તેઓ કહે છે તેનાથી જો તેઓ અટકશે નહિ તો તેઓમાંથી કુફ્ર કરનારને જરૂર દર્દનાક અઝાબ મળશે.

5:74
أَ فَلا يَتُوبُونَ إِلَى اللهِ وَ يَسْتَغْفِرُونَهُ وَ اللهُ غَفُورٌ رَحيمٌ

آيا به‌سوى خدا بازنمى‌گردند، و از او طلب آمرزش ‌نمى‌كنند؟! [در‌حالى‌كه] خداوند آمرزنده و مهربان است.

Will they not then turn to Allah and ask His forgiveness? And Allah is Forgiving, Merciful.

શું તેઓ અલ્લાહની (બારગાહ) તરફ પાછા નહી ફરે અને તેનાથી માફી નહિ ચાહે? જયારે કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

5:75
مَا الْمَسيحُ ابْنُ مَرْيَمَ إِلاَّ رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ وَ أُمُّهُ صِدِّيقَةٌ كانا يَأْكُلانِ الطَّعامَ انْظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآياتِ ثُمَّ انْظُرْ أَنَّى يُؤْفَكُونَ

مسيح فرزند مريم، فقط پيامبر [خدا] بود؛ پيش از وى نيز، پيامبرانى بودند؛ مادرش، زن بسيار راستگويى بود؛ هر دو، غذا مى‌خوردند؛ [با اين حال، چگونه ادعاى الوهيّت مسيح و پرستش مريم را داريد]؟! بنگر چگونه نشانه‌ها [ى حق] را براى آن‌ها آشكار‌ مى‌سازيم؛ سپس بنگر چگونه از حقّ منحرف مى‌شوند!

The Messiah, son of Marium is but an apostle; apostles before him have indeed passed away; and his mother was a truthful woman; they both used to eat food. See how We make the communications clear to them, then behold, how they are turned away.

મસીહ ઇબ્ને મરિયમ બીજો કોઇ નથી પણ એક રસૂલ છે, જેની અગાઉ ઘણાય રસૂલો થઇ ગયા છે; અને તેની વાલેદા સાચુ બોલનારી હતી; તેઓ બંને ખાવાનું પણ ખાતા હતા; હવે જૂઓ કે કેવી રીતે અમે તેમના માટે નિશાનીઓ રોશન કરીને બયાન કરીએ છીએ, પછી જૂઓ તેઓ (બહેકીને) કયા જઇ રહ્યા છે!

5:76
قُلْ أَ تَعْبُدُونَ مِنْ دُونِ اللهِ ما لا يَمْلِكُ لَكُمْ ضَرّاً وَ لا نَفْعاً وَ اللهُ هُوَالسَّميعُ الْعَليمُ

بگو:«آيا جز خدا چيزى را مى‌پرستيد كه مالك سود و زيانى براى شما نيست؟! و خداوند، شنوا و داناست».

Say: Do you serve besides Allah that which does not control for you any harm, or any profit? And Allah-- He is the Hearing, the Knowing.

તું કહે કે શું તમે અલ્લાહને છોડી તેની ઇબાદત કરો છો કે જે તમારા નફા નુકસાનના માલિક નથી? અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

5:77
قُلْ يا أَهْلَ الْكِتابِ لا تَغْلُوا في دينِكُمْ غَيْرَ الْحَقِّ وَ لا تَتَّبِعُوا أَهْواءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِنْ قَبْلُ وَ أَضَلُّوا كَثيراً وَ ضَلُّوا عَنْ سَواءِ السَّبيلِ

بگو: «اى اهل كتاب! در دين خود، غلّو [و زياده‌روى] نكنيد؛ و غير از حق نگوييد؛ و از هوس‌هاى گروهى كه پيشتر گمراه‌ شدند و بسيارى را گمراه‌كردند و از راه راست منحرف‌گشتند، پيروى ‌ننماييد».

Say: O followers of the Book! be not unduly immoderate in your religion, and do not follow the low desires of people who went astray before and led many astray and went astray from the right path.

તું કહે, અય કિતાબવાળાઓ તમારા દીનમાં નાહક અતિશયોક્તિ ન કરો તથા તે કૌમની ઇચ્છાઓને ન અનુસરો કે જે આ પહેલાં ગુમરાહ થઇ ચૂકી છે, અને તેઓએ ઘણાઓને ગુમરાહ કર્યા અને સીધા રસ્તાથી બહેકી ગયા છે.

5:78
لُعِنَ الَّذينَ كَفَرُوا مِنْ بَني إِسْرائيلَ عَلى لِسانِ داوُدَ وَ عيسَى ابْنِ مَرْيَمَ ذلِكَ بِما عَصَوْا وَ كانُوا يَعْتَدُونَ

كافران بنى‌اسرائيل، بر زبان داود و عيسى‌بن‌مريم، لعن [و نفرين] شدند. اين به‌خاطر آن بود كه نافرمانى‌كرده، و تجاوز مى‌نمودند.

Those who disbelieved from among the children of Israel were cursed by the tongue of Dawood and Isa, son of Marium; this was because they disobeyed and used to exceed the limit.

બની ઇસરાઇલમાંથી જેઓ ઇમાન ન લાવ્યા તેમના ઉપર દાવૂદ તથા ઇસા ઇબ્ને મરિયમની ઝબાનથી લાઅનત કરવામાં આવી છે; એ માટે કે તેઓ નાફરમાની કરી તથા હદબહાર જતા હતા.

5:79
كانُوا لا يَتَناهَوْنَ عَنْ مُنكَرٍ فَعَلُوهُ لَبِئْسَ ما كانُوا يَفْعَلُونَ

آنها از اعمال زشتى كه انجام مى‌دادند، يكديگر را نهى نمى‌كردند؛ چه بدكارى انجام مى‌دادند!

They used not to forbid each other the hateful things (which) they did; certainly evil was that which they did.

જે બદી તેઓ કરતા હતા તેનાથી એક બીજાને તેઓ અટકાવતા ન હતા; ખરેખર તેઓ જે કાંઇ કરતા હતા કેટલુ ખરાબ હતું!

5:80
تَرى كَثيراً مِنْهُمْ يَتَوَلَّوْنَ الَّذينَ كَفَرُوا لَبِئْسَ ما قَدَّمَتْ لَهُمْ أَنْفُسُهُمْ أَنْ سَخِطَ اللهُ عَلَيْهِمْ وَ فِي الْعَذابِ هُمْ خالِدُونَ

بسيارى از آن‌ها را مى‌بينى كه كافران [و بت پرستان] را دوست و تكيه‌گاه خود قرار‌ مى‌دهند نفس [سركش] آن‌ها، چه بد اعمالى از پيش براى [قيامت] آن‌ها فرستاد، كه نتيجه آن، خشم خداوند بود؛ و در عذاب [الهى] جاودانه خواهند ‌ماند.

You will see many of them befriending those who disbelieve; certainly evil is that which their souls have sent before for them, that Allah became displeased with them and in chastisement shall they abide.

તેઓમાંથી ઘણા લોકોને તું નાસ્તિકોને સરપરસ્ત બનાવતા જોઇશ; અને જે કાંઇ તેમના નફસોએ પોતાના માટે અગાઉથી મોકલ્યું છે તે કેટલુ ખરાબ છે! અલ્લાહ તેમનાથી નારાજ છે અને તેઓ હંમેશા અઝાબમાં જ રહેનાર છે.

← Surah 4 Surah 6 →