Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 151–160 of 206
7:151
قالَ رَبِّ اغْفِرْ لي وَ لِأَخي وَ أَدْخِلْنا في رَحْمَتِكَ وَ أَنْتَ أَرْحَمُ الرّاحِمينَ َ

[موسى] گفت: «پروردگارا! من و برادرم را بيامرز، و ما را در رحمت خود وارد كن، و تو مهربان‌ترين مهربانانى».

He said: My Lord! forgive me and my brother and cause us to enter into Thy mercy, and Thou art the most Merciful of the merciful ones.

તેણે (મૂસાએ) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તું મને તથા મારા ભાઇને માફ કરી દે અને અમો બન્નેને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહેમીન છો.

7:152
إِنَّ الَّذينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنالُهُمْ غَضَبٌ مِنْ رَبِّهِمْ وَ ذِلَّةٌ فِي الْحَياةِ الدُّنْيا وَ كَذلِكَ نَجْزِي الْمُفْتَرينََ

كسانى كه گوساله را [به خدايى] برگزيدند، به‌زودى خشمى از جانب پروردگارشان، و ذلّتى [بزرگ] در زندگى دنيا به آن‌ها مى‌رسد؛ و اينچنين، كسانى را كه [بر خدا] افترا مى‌بندند، كيفر مى‌دهيم!

(As for) those who took the calf (for a god), surely wrath from their Lord and disgrace in this world's life shall overtake them, and thus do We recompense the devisers of lies.

બેશક જે લોકોએ વાછરડાને (ખુદા તરીકે) માની લીધું તેમના પર તેમના પરવરદિગાર તરફથી ટૂંક સમયમાં અઝાબ (અલ્લાહનો ગઝબ) આવી પડશે તથા આ દુનિયાના જીવનમાં જ તેમને ઝિલ્લત મળશે; અને અમે જૂઠી નિસ્બત આપનારને આવો જ બદલો આપીએ છીએ.

7:153
وَ الَّذينَ عَمِلُوا السَّيِّئاتِ ثُمَّ تابُوا مِنْ بَعْدِها وَ آمَنُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِها لَغَفُورٌ رَحيمٌ

و كسانى كه گناه كردند، و بعد از آن توبه نمودند و ايمان آوردند، [مشمول عفو او مى‌شوند؛ زيرا] پروردگار تو، درپى آن، آمرزنده و مهربان است.

And (as to) those who do evil deeds, then repent after that and believe, your Lord after that is most surely Forgiving, Merciful.

અને જે લોકો બૂરાઇ કર્યા બાદ તૌબા કરી લે અને ઇમાન લઇ આવે, બેશક તે (તોબા) બાદ તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

7:154
وَ لَمَّا سَكَتَ عَنْ مُوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْواحَ وَ في نُسْخَتِها هُدىً وَ رَحْمَةٌ لِلَّذينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ

هنگامى‌كه خشم موسى فرو نشست؛ الواح [تورات] را برگرفت؛ و در نوشته‌هاى آن، هدايت و رحمتى بود براى كسانى كه از پروردگار خويش مى‌ترسند [و از مخالفت فرمانش بيم دارند].

And when Musa's anger calmed down he took up the tablets, and in the writing thereof was guidance and mercy for those who fear for the sake of their Lord.

અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થઇ ગયો ત્યારે તેણે તખ્તીઓ ઊંચકી લીધી, અને તે (તૌરેત)ના લખાણમાં હિદાયત અને રહેમત હતી તે લોકો માટે કે જેઓ તેમના પરવરદિગાર(ની નાફરમાની)થી ડરતા રહે છે.

7:155
وَ اخْتارَ مُوسى قَوْمَهُ سَبْعينَ رَجُلاً لِميقاتِنا فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُمْ مِنْ قَبْلُ وَ إِيَّايَ أَ تُهْلِكُنا بِما فَعَلَ السُّفَهاءُ مِنَّا إِنْ هِيَ إِلاَّ فِتْنَتُكَ تُضِلُّ بِها مَنْ تَشاءُ وَ تَهْدي مَنْ تَشاءُ أَنْتَ وَلِيُّنا فَاغْفِرْ لَنا وَ ارْحَمْنا وَ أَنْتَ خَيْرُ الْغافِرينَ

موسى از قوم خود، هفتاد تن از مردان را براى ميعادگاه ما برگزيد؛ و هنگامى‌كه زمين لرزه آن‌ها را فرا گرفت [و هلاك شدند]، گفت: «پروردگارا! اگر مى‌خواستى، آن‌ها و مرا پيش از اين هلاك مى‌كردى. آيا ما را به آنچه بى‌خردان ما انجام داده‌اند، [مجازات و] هلاك مى‌كنى؟! اين، جز آزمايش تو، چيز ديگرى نيست؛ هركس را بخواهى [و سزاوار ببينى]، به‌وسيله‌ی آن گمراه مى‌سازى؛ و هركس را بخواهى، هدايت مى‌‌كنى. تو ولىِّ مايى، پس ما را بيامرز، و بر ما رحم كن، و تو بهترين آمرزندگانى.

And Musa chose out of his people seventy men for Our appointment; so when the earthquake overtook them, he said: My Lord! if Thou hadst pleased, Thou hadst destroyed them before and myself (too); wilt Thou destroy us for what the fools among us have done? It is naught but Thy trial, Thou makest err with it whom Thou pleasest and guidest whom Thou pleasest: Thou art our Guardian, therefore forgive us and have mercy on us, and Thou art the best of the forgivers.

અને મૂસાએ પોતાની કોમમાંથી સિત્તેર માણસોને અમારી નક્કી કરેલ જગ્યા(એ મુલાકાત) માટે ચૂંટી કાઢ્યા; પછી જ્યારે તેમને (ધરતીકંપના) જટકાએ પકડી લીધા ત્યારે (મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! અગર તું ચાહતે તો તેઓને તથા મને આ (જટકા) પહેલાં જ હલાક કરી નાખતે; શું તું અમને તે કાર્યો બદલ હલાક કરીશ કે જે અમારામાંથી અમુક મૂર્ખાઓએ કર્યા છે ? એ તો તારા તરફની અજમાઇશ સિવાય બીજું કાંઇ નથી જેના વડે તું જેને ચાહે તેને ગુમરાહ કરે છો અને જેને ચાહે તેની હિદાયત કરે છો; તું જ અમારો વાલી છે માટે તું અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, અને તું બેહતરીન માફ કરનાર છો.

7:156
وَ اكْتُبْ لَنا في هذِهِ الدُّنْيا حَسَنَةً وَ فِي الْآخِرَةِ إِنَّا هُدْنا إِلَيْكَ قالَ عَذابي أُصيبُ بِهِ مَنْ أَشاءُ وَ رَحْمَتي وَسِعَتْ كُلَّ شَيْ‌ءٍ فَسَأَكْتُبُها لِلَّذينَ يَتَّقُونَ وَ يُؤْتُونَ الزَّكاةَ وَ الَّذينَ هُمْ بِآياتِنا يُؤْمِنُونَ

و براى ما، در اين دنيا و سراى ديگر، نيكى مقرّر فرما؛ چه اينكه ما به‌سوى تو بازگشت كرده‌ايم». [خداوند در برابر اين تقاضا، به موسى] گفت: «مجازاتم را به هركس بخواهم [و سزاوار ببينم] مى‌رسانم؛ و رحمتم همه چيز را فرا گرفته؛ و آن را براى كسانى كه تقوا پيشه كنند، و زكات بپردازند، و كسانى كه به آيات ما ايمان مى‌آورند، مقرّر خواهم داشت».

And ordain for us good in this world's life and in the hereafter, for surely we turn to Thee. He said: (As for) My chastisement, I will afflict with it whom I please, and My mercy encompasses all things; so I will ordain it (specially) for those who guard (against evil) and pay the poor-rate, and those who believe in Our communications.

અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઇ લખી દે; ખરે જ અમે તારી તરફ રજૂ થઇએ છીએ; તેણે (અલ્લાહે) કહ્યું કે હું મારો અઝાબ ચાહું તેના સુધી પહોંચાડી દઇશ અને મારી રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે, હું તે લોકો માટે લખી દઇશ (મુકર્રર કરીશ) કે જેઓ ડરતા રહે છે અને ઝકાત આપતા રહે છે તથા જેઓ અમારી આયતો પર ઇમાન રાખે છે.

7:157
الَّذينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذي يَجِدُونَهُ مَكْتُوباً عِنْدَهُمْ فِي التَّوْراةِ وَ الْإِنْجيلِ يَأْمُرُهُمْ بِالْمَعْرُوفِ وَ يَنْهاهُمْ عَنِ الْمُنْكَرِ وَ يُحِلُّ لَهُمُ الطَّيِّباتِ وَ يُحَرِّمُ عَلَيْهِمُ الْخَبائِثَ وَ يَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَ الْأَغْلالَ الَّتي كانَتْ عَلَيْهِمْ فَالَّذينَ آمَنُوا بِهِ وَ عَزَّرُوهُ وَ نَصَرُوهُ وَ اتَّبَعُوا النُّورَ الَّذي أُنْزِلَ مَعَهُ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

همان كسانى كه از فرستاده‌ی [خدا]، پيامبرِ «اُمّى» [و درس نخوانده] پيروى مى‌كنند؛ پيامبرى كه صفاتش را، در تورات و انجيلى كه به‌صورت مكتوب نزدشان است، مى‌يابند؛ كه آن‌ها را به معروف دستور مى‌دهد، و از منكر بازمى‌دارد؛ اشياء پاكيزه را براى آن‌ها حلال مى‌شمرد، و ناپاكي‌ها را تحريم مى‌كند؛ و بارهاى سنگين، و زنجيرهايى را كه بر آن‌ها بود، [از دوش و گردنشان] برمى‌دارد؛ پس كسانى كه به او ايمان آوردند، و حمايت و ياريش كردند، و از [هدايت و] نورى كه با او نازل شده پيروى نمودند، تنها آنان رستگارانند».

Those who follow the Apostle-Prophet, the Ummi, whom they find written down with them in the Taurat and the Injeel (who) enjoins them good and forbids them evil, and makes lawful to them the good things and makes unlawful to them impure things, and removes from them their burden and the shackles which were upon them; so (as for) those who believe in him and honor him and help him, and follow the light which has been sent down with him, these it is that are the successful.

જે લોકો રસૂલની તાબેદારી કરે છે જે ઉમ્મી નબીનું વર્ણન તેમણે પોતાની પાસેની તૌરેત તથા ઇન્જીલમાં લખેલું પામે છે, જે તેમને નેકીનો હુકમ કરે છે તથા બદીની મનાઇ કરે છે, તથા પાક વસ્તુઓ તેમના માટે હલાલ અને ખબીસ વસ્તુઓ તેમના માટે હરામ કરે છે અને તેમનો (મુશ્કીલ એહકામનો) બોજો તથા તે બેડીઓ (અડચણો) કે જે તેમની ઉપર પડી હતી તે ઉતારે છે; માટે જે લોકો તેના પર ઇમાન લાવે છે તથા તેની ઇજ્જત કરે છે તથા તેની મદદ કરે છે, અને તેની સાથે નાઝિલ થયેલ નૂરની તાબેદારી કરે છે, તેઓ જ કામ્યાબ છે.

7:158
قُلْ يا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ جَميعاً الَّذي لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ لا إِلهَ إِلاَّ هُوَ يُحْيي وَ يُميتُ فَآمِنُوا بِاللهِ وَ رَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذي يُؤْمِنُ بِاللهِ وَ كَلِماتِهِ وَ اتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ

بگو: «اى مردم! من فرستاده‌ی خدا به‌سوى همه‌ی شما هستم؛ آن كس كه حكومت آسمان‌ها و زمين، از آن اوست؛ معبودى جز او نيست؛ زنده مى‌كند و مى‌ميراند؛ پس ايمان بياوريد به خدا و فرستاده‌اش، آن پيامبرِ درس نخوانده‌اى كه به خدا و سخنانش ايمان دارد؛ و از او پيروى كنيد تا هدايت يابيد».

Say: O people! surely I am the Apostle of Allah to you all, of Him Whose is the kingdom of the heavens and the earth there is no god but He; He brings to life and causes to die therefore believe in Allah and His apostle, the Ummi Prophet who believes in Allah and His words, and follow him so that you may walk in the right way.

તું કહે કે અય લોકો ! હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું એ અલ્લાહ કે જેની હુકુમત આકાશોમાં અને ઝમીનમાં પણ છે, તેના સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી, એ જ જીવતા કરે છે અને એ જ મારે છે, માટે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ, ઉમ્મી નબી પર ઇમાન લાવો કે જેઓ અલ્લાહ તથા તેના કોલ પર ઇમાન રાખે છે અને તેની તાબેદારી કરો કે જેથી તમે હિદાયત પામેલા થઇ જાઓ.

7:159
وَ مِنْ قَوْمِ مُوسى أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَ بِهِ يَعْدِلُونَ

و از قوم موسى، گروهى هستند كه به‌سوى حق هدايت مى‌كنند؛ و با آن، عدالت را اجرا مى‌كنند.

And of Musa's people was a party who guided (people) with the truth, and thereby did they do justice.

અને મૂસાની કોમમાંથી એક સમૂહ એવો હતો કે જે હક તરફ હિદાયત કરતો હતો અને હક સાથે ઇન્સાફ પણ કરતો હતો.

7:160
وَ قَطَّعْناهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْباطاً أُمَماً وَ أَوْحَيْنا إِلى مُوسى إِذِ اسْتَسْقاهُ قَوْمُهُ أَنِ اضْرِبْ بِعَصاكَ الْحَجَرَ فَانْبَجَسَتْ مِنْهُ اثْنَتا عَشْرَةَ عَيْناً قَدْ عَلِمَ كُلُّ أُناسٍ مَشْرَبَهُمْ وَ ظَلَّلْنا عَلَيْهِمُ الْغَمامَ وَ أَنْزَلْنا عَلَيْهِمُ الْمَنَّ وَ السَّلْوى كُلُوا مِنْ طَيِّباتِ ما رَزَقْناكُمْ وَ ما ظَلَمُونا وَ لكِنْ كانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ

ما آن‌ها را به دوازده گروه كه هريك طايفه‌اى [از دودمان اسرائيل] بودند تقسيم كرديم. و هنگامى‌كه قوم موسى [در بيابان] از او تقاضاى آب كردند، به او وحى فرستاديم كه: «عصاى خود را بر سنگ مخصوص بزن». ناگهان دوازده چشمه از آن بيرون جست؛ آنچنان‌كه هر طايفه، چشمه و آبشخور خود را مى‌شناخت. و ابر را بر سر آن‌ها سايبان ساختيم؛ و بر آن‌ها «منّ» (نوعى صمغ شيرين گياهان) و «سلوى» (پرنده‌اى مانند بلدرچين) فرستاديم؛ [و به آنان گفتيم]: «از روزي‌هاى پاكيزه‌اى كه به شما داده‌ايم، بخوريد؛ [و آن‌ها كفران كردند؛ ولى با اين كار] به ما ستم نكردند، بلكه به خودشان ستم مى‌نمودند».

And We divided them into twelve tribes, as nations; and We revealed to Musa when his people asked him for water: Strike the rock with your staff, so outnowed from it twelve springs; each tribe knew its drinking place; and We made the clouds to give shade over them and We sent to them manna and quails: Eat of the good things We have given you. And they did not do Us any harm, but they did injustice to their own souls.

અને અમોએ તેઓ(ની નસ્લ)ને બાર શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર, પરિણામે તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યાં, દરેક કબીલો પોતપોતાની (પાણી) પીવાની જગ્યાને ઓળખતો હતો; અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો તથા તેમના પર મન્ના અને સલ્વા ઉતાર્યા; (પછી હુકમ આપ્યો કે) જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ (ઇન્કાર કરી) અમારા ઊપર ઝુલ્મ નથી કર્યો પરંતુ તેઓએ પોતાની જાત પર જ ઝુલ્મ કર્યો.

← Surah 6 Surah 8 →