سورة الأعراف
Al A'raf
[به خاطر بياوريد] زمانى را كه از [چنگال] فرعونيان نجاتتان بخشيديم. درحالىكه پيوسته شما را به بدترين صورت شكنجه مىدادند، پسرانتان را مىكشتند، و زنانتان را [براى خدمت كارى] زنده مىگذاشتند؛ و در اين، آزمايش بزرگى براى شما از سوى پروردگارتان بود.
And when We delivered you from Firon's people who subjected you to severe torment, killing your sons and sparing your women, and in this there was a great trial from your Lord.
અને જ્યારે અમોએ તમને ફિરઔની-ઓથી છૂટકારો આપ્યો કે જેઓ તમને સખત સજા કરતા હતા, તમારા ફરઝંદોને મારી નાખતા હતા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી સખત અજમાઇશ હતી.
و ما با موسى، سى شب وعده گذاشتيم؛ سپس آن را با ده شب [ديگر] تكميل نموديم؛ بهاينترتيب، ميعاد پروردگارش [با او]، چهل شبِ تمام شد. و موسى به برادرش هارون گفته بود: «در ميان قومم جانشين من باش. و [امور آنها را] اصلاح كن. و از روش مفسدان، پيروى منما».
And We appointed with Musa a time of thirty nights and completed them with ten (more), so the appointed time of his Lord was complete forty nights, and Musa said to his brother Haroun: Take my place among my people, and act well and do not follow the way of the mischief-makers.
અને અમોએ મૂસા સાથે ત્રીસ રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં દસ (ઉમેરી) તે (મુદ્દત) પૂરી કરી, જેથી તેના પરવરદિગારે નક્કી કરેલી ચાલીસ રાત્રિઓની મુદ્દત પૂરી થઇ ગઇ અને મૂસાએ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો ખલીફા બનીને (કોમની) ઇસ્લાહ કર અને ફસાદખોરોના રસ્તાની તાબેદારી કરજે નહિ.
و هنگامىكه موسى به ميعادگاه ما آمد، و پروردگارش با او سخن گفت، عرض كرد: «پروردگارا! خودت را به من نشان ده، تا تو را ببينم». گفت: «هرگز مرا نخواهى ديد. ولى به كوه بنگر، اگر [تاب بياورد كه] درجاى خود ثابت بماند، مرا خواهى ديد». امّا هنگامىكه پروردگارش بر كوه تجلّى نمود، آن را همسان خاك قرار داد؛ و موسى مدهوش به زمين افتاد. چون به هوش آمد، عرض كرد: «خداوندا! منزّهى تو [از اينكه با چشم تو را ببينم]! من بهسوى تو بازگشتم. و من نخستين مؤمنانم».
And when Musa came at Our appointed time and his Lord spoke to him, he said: My Lord! show me (Thyself), so that I may look upon Thee. He said: You cannot (bear to) see Me but look at the mountain, if it remains firm in its place, then will you see Me; but when his Lord manifested His glory to the mountain He made it crumble and Musa fell down in a swoon; then when he recovered, he said: Glory be to Thee, I turn to Thee, and I am the first of the believers.
અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે / સ્થળે આવ્યા અને તેના પરવરદિગારે તેની સાથે વાતો કરી ત્યારે તેણે વિનંતી કરી કે અય મારા પરવરદિગાર ! તું મને તારા દીદાર કરાવ કે જેથી હું તને જોઇ લઉં. તેણે ફરમાવ્યું કે તું મને હરગિઝ જોઇ શકશે નહિ, પરંતુ આ પહાડ તરફ નજર કર; પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે તો તું મને જોઇ શકશે, પછી જ્યારે તેના પરવરદિગારે પહાડ પર પોતાનો જલ્વો ઝાહીર કર્યો. ત્યારે તે પહાડ ભાંગીને ચૂર થઇ ગયો અને મૂસા બેભાન થઇ પડી ગયા: પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કહ્યું કે પાક છે તારી જાત, હું તારી બારગાહમાં તૌબા કરૂં છું અને હું સૌથી પહેલો ઇમાન લાવનાર છું.
[خداوند] فرمود: «اى موسى! من تو را با رسالتهاى خويش، و با سخن گفتنم [با تو]، بر مردم برترى دادم و برگزيدم؛ پس آنچه را به تو دادهام بگير؛ و از شكرگزاران باش».
He said: O Musa! surely I have chosen you above the people with My messages and with My words, therefore take hold of what I give to you and be of the grateful ones.
તેણે ફરમાવ્યું, અય મૂસા ! બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે લોકો પર ચૂંટી કાઢ્યો છે, માટે જે કાંઇ હું તને આપુંં તે લઇ લે અને શુક્ર ગુઝારોમાંથી થઇ જા.
و براى او در الواح [تورات] اندرزى از هر موضوعى نوشتيم؛ و هرچيزى را [كه مورد نيازشان بود] شرح داديم، پس [به او گفتيم]: آن را با جديّت بگير؛ و به قوم خود دستور بده: به نيكوترين آنها عمل كنند. [و آنها كه به مخالفت برخيزند، كيفرشان دوزخ است]؛ و بهزودى جايگاه فاسقان رابه شما نشان خواهم داد»!
And We ordained for him in the tablets admonition of every kind and clear explanation of all things; so take hold of them with firmness and enjoin your people to take hold of what is best thereof; I will show you the abode of the transgressors.
અને અમોએ તેના માટે (તૌરેતની) તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશેની નસીહત અને દરેક વસ્તુને તફસીલ (વિસ્તાર)થી બયાન કરી દીધી; માટે તેને મજબૂતીથી (અમલમાં) લ્યો અને તારી કૌમને હુકમ કર કે તે (લખાણ)ને બહેતરીન રીતે (અમલમાં) લ્યો, હું તમને નાફરમાનોનું રહેઠાણ દેખાડી દઇશ.
بهزودى كسانى را كه در روى زمين به ناحق تكبّر ميورزند، از [ايمان به] آيات خود، منصرف مىسازم. [زيرا آنها چنانند كه] اگر هرآيه و نشانهاى را ببينند، به آن ايمان نمىآورند؛ اگر راه هدايت را ببينند، آن را راه خود انتخاب نمىكنند؛ و اگر طريق گمراهى را ببينند، آن را راه خود انتخاب مىكنند. [همه] اينها به خاطر آن است كه آيات ما را تكذيب كردند، و از آن غافل بودند.
I will turn away from My communications those who are unjustly proud in the earth; and if they see every sign they will not believe in It; and if they see the way of rectitude they do not take It for a way, and if they see the way of error. they take it for a way; this is because they rejected Our communications and were heedless of them.
હું ટૂંક સમયમાં તે લોકો કે જેઓ ઝમીન પર નાહક તકબ્બૂર (ઘમંડ) કર્યા કરે છે તેઓને મારી નિશાનીઓથી (દૂર) હટાવી દઇશ; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે, તેના પર ઇમાન લાવશે નહિ. અને જો તેઓ હિદાયતનો રસ્તો જોઇ લેશે તેને પોતાનો રસ્તો બનાવશે નહિ. અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે તો તેને પોતાનો રસ્તો બનાવી લેશે; આ એ માટે કે તેમણે અમારી નિશાનીઓ જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ રહ્યા.
و كسانى كه آيات ما، و ديدار آخرت را تكذيب [و انكار] كنند، اعمالشان نابود مىگردد؛ آيا جز آنچه را عمل مىكردند پاداش داده مىشوند؟!
And (as to) those who reject Our communications and the meeting of the hereafter, their deeds are null. Shall they be rewarded except for what they have done?
અને જે લોકો અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવે છે તેમના આમાલ નાબૂદ થઇ જશે; શું તેમને તેઓ જે આમાલ કર્યા કરતા હતા તેના સિવાય બીજો કોઇ બદલો આપવામાં આવશે?
قوم موسى بعد از [رفتن] او [به ميعادگاه الهى]، از زيورهاى خود مجسمه گوسالهاى ساختند؛ كه صدايى همچون صداى گوساله داشت. آيا آنها نمىديدند كه با آنان سخن نمىگويد، و به راه [راست] هدايتشان نمىكند؟! آن را [خداى خود] انتخاب كردند، و ستمكار بودند.
And Musa's people made of their ornaments a calf after him, a (mere) body, which gave a mooing sound. What! could they not see that it did not speak to them nor guide them in the way? They took it (for worship) and they were unjust.
અને મૂસાની કોમે તેના (મુનાજાત માટે) જવા પછી પોતાના ઘરેણાંઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી, જેનો અવાજ ગાયના ભાંભરવા જેવો હતો. શું તેઓ એટલુંએ જોતા ન હતા કે તે ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમને કોઇ હિદાયતનો રસ્તો દેખાડતું હતું ? તેઆએ તેને (ઇબાદત માટે) પસંદ કર્યુ અને તેઓ ઝાલિમ હતા.
و هنگامىكه حقيقت در دسترسشان قرار گرفت، و ديدند گمراه شدهاند، گفتند: «اگر پروردگارمان به ما رحم نكند، و ما را نيامرزد، بهطور قطع از زيانكاران خواهيم بود».
And when they repented and saw that they had gone astray, they said: If our Lord show not mercy to us and forgive us we shall certainly be of the losers.
અને જ્યારે તેઓને પસ્તાવો થયો અને જોયું કે તેઓ ગુમરાહ થઇ ગયા હતા ત્યારે તેમણે કહ્યુ કે જો અમારો પરવરદિગાર અમારા પર રહેમ નહિ કરે અને અમને માફ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ભોગવાનારાઓમાંના થઇ જઇશું.
و هنگامىكه موسى خشمگين و اندوهناك بهسوى قوم خود بازگشت، گفت: «پس از من، بد جانشينانى برايم بوديد [و آيين الهى را ضايع كرديد]. آيا در مورد فرمان پروردگارتان [و تمديد مدّت ميعاد او]، عجله نموديد [و زود قضاوت كرديد]؟!» سپس الواح را افكند، و سر برادر خود را گرفت [و با عصبانيّت] بهسوى خود كشيد؛ [برادرش] گفت: «فرزند مادرم! اين گروه، مرا در فشار گذاردند و ناتوان كردند؛ و نزديك بود مرا بكشند؛ پس كارى نكن كه دشمنان مرا سرزنش كنند. و مرا در زمرهی ستمكاران قرار مده».
And when Musa returned to his people, wrathful (and) in violent grief, he said: Evil is it that you have done after me; did you turn away from the bidding of your Lord? And he threw down the tablets and seized his brother by the head, dragging him towards him. He said: Son of my mother! surely the people reckoned me weak and had well-nigh slain me, therefore make not the enemies to rejoice over me and count me not among the unjust people.
અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ એકદમ ગુસ્સાની હાલતમાં અને અફસોસ કરતા પાછો ફર્યા ત્યારે કહ્યું કે તમો મારા બાદ ખરાબ વારસદારો હતા; શા માટે પરવરદિગારના (મુદ્દત વધારવાના) હુકમ બાબતે ઉતાવળ કરી? અને (તૌરેતની) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઇનું માથું પકડી પોતાની તરફ ખેંચ્યો. (ત્યારે) તેણે (હારૂને) કહ્યું કે અય મારા માજાયા! ખરેજ કોમવાળાઓએ મને નાતવાન બનાવી દીધો હતો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું દુશ્મનોને મારી ઊપર મેણાટોણા મારવા(નો મોકો) ન દે અને મને ઝુલમગારોની સાથે ન રાખ.