سورة يونس
Yunus
و اگر تو را تكذيب كردند، بگو: «عمل من براى من، و عمل شما براى شماست. شما از آنچه من انجام مىدهم بيزاريد و من [نيز] از آنچه شما انجام مىدهيد بيزارم».
And if they call you a liar, say: My work is for me and your work for you; you are clear of what I do and I am clear of what you do.
અને અગર તેઓ તને જૂઠલાવે તો તું કહે કે મારા અમલ મારા માટે અને તમારા અમલ તમારા માટે છે. હું જે કાંઇ કરૂ છુ તેનાથી તમે બેઝાર છો અને તમે જે કાંઇ કરો છો તેનાથી હુ બેઝાર છું.
گروهى از آنان، بهسوى تو گوش فرامىدهند (امّا گويى هيچ نمىشنوند و كرند)! آيا تو مىتوانى سخن خود را به گوش كران برسانى، هر چند نفهمند؟!
And there are those of them who hear you, but can you make the deaf to hear though they will not understand?
અને તેઓમાંથી અમુક એવા છે કે જેઓ તને ઘ્યાનથી સાંભળે છે; પણ (તેઓ બહેરા છે) શું તું બહેરાઓને સંભળાવી શકે છે ભલે પછી તેઓ સમજતા ન હોય ?!
و گروهى از آنان، به سوى تو مىنگرند (امّا گويى هيچ نمىبينند)! آيا تو مىتوانى نابينايان را هدايت كنى، هر چند نبينند؟!
And there are those of them who look at you, but can you show the way to the blind though they will not see?
અને તેઓમાં અમુક એવા છે કે જે તારી તરફ ઘ્યાનથી જૂએ છે; (પણ તેઓ આંધળા છે) તો શું તું આંધળાઓને હિદાયત કરી શકે છે ભલે પછી તેઓ (હકીકત) જોતા ન હોય ?!
خداوند هيچ به مردم ستم نمىكند؛ ولى اين مردمند كه به خويشتن ستم مىكنند.
Surely Allah does not do any injustice to men, but men are unjust to themselves.
બેશક અલ્લાહ લોકો પર કાંઇ પણ ઝુલ્મ કરતો નથી પણ લોકો પોતે જ પોતાના નફસો પર ઝુલ્મ કરે છે.
[به ياد آور] روزى را كه [خداوند] آنها را جمع خواهد كرد؛ آنچنان كه [احساس مىكنند] گويى جز ساعتى از روز، [در دنيا] توقّف نكردند؛ به آن مقدار كه يكديگر را [ببينند و] بشناسند. به يقين آنها كه لقاى خداوند [و روز رستاخيز] را تكذيب كردند، زيان بردند و هدايت نيافتند.
And on the day when He will gather them as though they had not stayed but an hour of the day, they will know each other. They will perish indeed who called the meeting with Allah to be a lie, and they are not followers of the right direction.
અને જે દિવસે તેઓને મહેશૂર કરવામાં આવશે ત્યારે એવું લાગશે કે જાણે તેઓ (દુનિયામાં) દિવસના એક કલાકથી વધુ રહ્યા નથી, તેઓ આપસમાં એક બીજાને ઓળખશે; જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવતા હતા તેઓ નુકસાન ભોગવશે, અને તેઓ હિદાયત ન પામ્યા.
اگر ما، پارهاى از مجازاتهايى را كه به آنها وعده مىدهيم، به تو نشان دهيم، و يا [پيش از آنكه گرفتار عذاب شوند]، تو را از دنيا ببريم، در هر حال، بازگشتشان بهسوى ماست؛ و خداوند بر آنچه آنها انجام مىدادند گواه است.
And if We show you something of what We threaten them with, or cause you to die, yet to Us is their return, and Allah is the bearer of witness to what they do.
અગર અમે તને જે (અઝાબ)નો વાયદો કર્યો છે તે (અઝાબ નાઝિલ) કરી દેખાડીએ અથવા (તે પહેલા) તને દુનિયાથી ઉઠાવી લઇએ તો પણ તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે અને તેઓ જે કાંઇ કરે છે તેનો અલ્લાહ ગવાહ છે.
براى هر امّتى، پيامبرى است؛ هنگامىكه پيامبرشان بهسوى آنان بيايد، به عدالت در ميان آنها داورى مىشود؛ و ستمى به آنها نخواهد شد.
And every nation had an apostle; so when their apostle came, the matter was decided between them with justice and they shall not be dealt with unjustly.
અને દરેક ઉમ્મત માટે એક રસૂલ છે, પછી જ્યારે તેમનો પયગંબર આવશે ત્યારે તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે, અને તેમની સાથે ઝુલ્મ કરવામાં નહી આવે.
مىگويند: «اگر راست مىگوييد، اين وعده [مجازات] كى خواهد بود»؟
And they say: When will this threat come about, if you are truthful?
અને તેઓ કહે છે કે અગર તમે સાચા છો તો આ (અઝાબનો) વાયદો કયારનો છે?
بگو: «من [حتّى] براى خودم، مالك زيان و سودى نيستم، [تا چه رسد براى شما]؛ مگر آنچه خدا بخواهد. [اين مقدار مىدانم كه] براى هر قومى، اجلى [معيّن] است؛ هنگامىكه اجل آنها فرا رسد، [و فرمان مجازات يا مرگشان صادر شود]، نه ساعتى تأخير مىكنند، و نه پيشى مىگيرند.
Say: I do not control for myself any harm, or any benefit except what Allah pleases; every nation has a term; when their term comes, they shall not then remain behind for an hour, nor can they go before (their time).
તું કહે કે હું મારા પોતાના માટે નફા નુકસાનનો માલિક નથી, સિવાય કે જે અલ્લાહ ચાહે; દરેક ઉમ્મત માટે એક સમય નક્કી છે; જ્યારે તેમનો મુકર્રર કરેલો સમય આવી જશે ત્યારે તેમાં ઘડીભર પણ મોડું કે વહેલું થશે નહી.
بگو: «به من خبر بدهيد اگر مجازات او، شب هنگام يا در روز به سراغ شما آيد، [آيا مىتوانيد آن را از خود دفع كنيد]؟! پس مجرمان براى چه چيزى عجله مىكنند»؟!
Say: Tell me if His punishment overtakes you by night or by day! what then is there of it that the guilty would hasten on?
તું કહે કે વિચારો જો તેનો અઝાબ તમારા પર રાતે કે દિવસે અચાનક આવી પડશે તો તમે શું કરશો? પછી મુજરીમો તે (અઝાબ)ની શા માટે ઉતાવળ કરે છે?!