Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 12

سورة يوسف

Yusuf

સુરએ યુસુફ
111 verses Makki Verses 21–30 of 111
12:21
وَ قالَ الَّذِي اشْتَراهُ مِنْ مِصْرَ لاِمْرَأَتِهِ أَكْرِمي مَثْواهُ عَسى أَنْ يَنْفَعَنا أَوْ نَتَّخِذَهُ وَلَداً وَ كَذلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَ لِنُعَلِّمَهُ مِنْ تَأْويلِ الْأَحاديثِ وَ اللهُ غالِبٌ عَلى أَمْرِهِ وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يَعْلَمُونَ

و آن‌كس از [مردم] مصركه او را خريد (عزيز مصر) به همسرش گفت: «مقام وى را گرامى دار، شايد براى ما سودمند باشد؛ و يا او را به‌عنوان فرزند انتخاب كنيم». و اينچنين يوسف را در آن سرزمين، جايگاه [ويژه‌اى] داديم. [ما اين كار را كرديم، تا او را بزرگ داريم؛ و] از علم تعبير خواب به او بياموزيم؛ خداوند بر كارش توانا و پيروز است، ولى بيشتر مردم نمى‌دانند.

And the Egyptian who bought him said to his wife: Give him an honorable abode, maybe he will be useful to us, or we may adopt him as a son. And thus did We establish Yusuf in the land and that We might teach him the interpretation of sayings; and Allah is the master of His affair, but most people do not know.

અને મિસરના જે શખ્સે તેને ખરીદયો તેણે પોતાની ઔરતને કહ્યું કે તેને માન આપજે, કદાચને તે આપણા માટે ફાયદાકારક બને. અથવા આપણે તેને આપણો ફરઝંદ બનાવી લઇએ. અને આ રીતે અમોએ ઝમીનમાં યુસુફને (ખાસ) સ્થાન આપ્યું અને તેને હદીસોની તાબીર શીખવી અને અલ્લાહ પોતાના કામમાં ગાલીબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

12:22
وَ لَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْناهُ حُكْماً وَ عِلْماً وَ كَذلِكَ نَجْزِي الْمُحْسِنينَ

و هنگامى‌كه به بلوغ و رشد رسيد، ما حكم [پيامبرى] و «علم» به او داديم؛ و اينچنين نيكوكاران را پاداش مى‌دهيم!

And when he had attained his maturity, We gave him wisdom and knowledge: and thus do We reward those who do good.

અને જ્યારે તે બાલિગ (પરિપકવ) થઇ ગયો ત્યારે અમોએ તેને હિકમત તથા ઇલ્મ અતા કર્યુ અને નેક કીરદારોને અમે આવી રીતે બદલો આપીએ છીએ.

12:23
وَ راوَدَتْهُ الَّتي هُوَ في بَيْتِها عَنْ نَفْسِهِ وَ غَلَّقَتِ الْأَبْوابَ وَ قالَتْ هَيْتَ لَكَ قالَ مَعاذَ اللهِ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوايَ إِنَّهُ لا يُفْلِحُ الظَّالِمُونَ

و آن زن كه يوسف در خانه‌ی او بود، از او تمنّاى كامجويى كرد؛ درها را بست و گفت: «بيا به‌سوى آنچه براى تو مهيّاست»! [يوسف] گفت: «پناه مى‌برم به خدا! او (عزيز مصر) صاحب نعمت من است؛ مقام مرا گرامى داشته؛ [آيا ممكن است به او ظلم و خيانت كنم]؟! به يقين ستمكاران رستگار نمى‌شوند».

And she in whose house he was sought to make himself yield (to her), and she made fast the doors and said: Come forward. He said: I seek Allah's refuge, surely my Lord made good my abode: Surely the unjust do not prosper.

અને જેના ઘરમાં યુસુફ હતો, તેને પોતાની (શહેવત) માટે તલબ કર્યો, અને દરવાજો બંધ કરીને કહ્યું કે આવ તારા માટે તૈયાર છુ, તેણે કહ્યું : હું અલ્લાહની પનાહ ચાહુ છું, મારા પાલનહારે બહેતરીન જગ્યા આપી છે બેશક ઝુલમગાર કામ્યાબ થતા નથી.

12:24
وَ لَقَدْ هَمَّتْ بِهِ وَ هَمَّ بِها لَوْ لا أَنْ رَأى بُرْهانَ رَبِّهِ كَذلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَ الْفَحْشاءَ إِنَّهُ مِنْ عِبادِنَا الْمُخْلَصينَ

آن زن قصد او كرد؛ و او نيز، اگر برهان پروردگار را نمى‌ديد، قصد وى مى‌نمود. اينچنين كرديم تا بدى و فحشا را از او دور سازيم؛ چراكه او از بندگان خالص شده‌ی ما بود.

And certainly she made for him, and he would have made for her, were it not that he had seen the manifest evidence of his Lord; thus (it was) that We might turn away from him evil and indecency, surely he was one of Our sincere servants.

અને ખરેખર તેણીએ યુસુફનો ઇરાદો કર્યો, જો યુસુફે પોતાના પરવરદિગારની ખુલ્લી દલીલ જોઇ લીધી ન હોત તો તે પણ તેણીનો ઇરાદો કરત. આ રીતે (મદદ કરી) જેથી તેનાથી બૂરાઇ તથા બદકારીને દૂર રાખીએ કારણકે તે અમારા મુખલીસ બંદાઓમાંથી હતો.

12:25
وَ اسْتَبَقَا الْبابَ وَ قَدَّتْ قَميصَهُ مِنْ دُبُرٍ وَ أَلْفَيا سَيِّدَها لَدَى الْبابِ قالَتْ ما جَزاءُ مَنْ أَرادَ بِأَهْلِكَ سُوءاً إِلاَّ أَنْ يُسْجَنَ أَوْ عَذابٌ أَليمٌ

و هر دو به‌سوى در، دويدند و [در‌حالى‌كه همسر عزيز، يوسف را تعقيب مى‌كرد]؛ پيراهن او را از پشت [كشيد و] پاره كرد. و در‌اين‌هنگام، همسر آن زن را نزديك در يافتند. آن زن گفت: «كيفر كسى‌ كه بخواهد نسبت به خانواده‌ی تو خيانت كند، جز زندان يا عذاب دردناك، چيست»؟!

And they both hastened to the door, and she rent his shirt from behind and they met her husband at the door. She said: What is the punishment of him who intends evil to your wife except imprisonment or a painful chastisement?

અને તેઓ બન્ને દરવાજા તરફ દોડ્યા, અને તેણીએ તેનું પહેરણ પાછળથી ફાડી નાખ્યું પછી દરવાજા પાસે તેઓ બન્નેએ તેણીના ધણીને જોયો. તેણીએ કહ્યું કે જે તારી ઔરત સાથે બદીનો ઇરાદો કરે તેની સઝા શું હોય શકે સિવાય કે તેને કૈદમાં નાખવામાં આવે અથવા દર્દનાક સઝા આપવામાં આવે?

12:26
قالَ هِيَ راوَدَتْني عَنْ نَفْسي وَ شَهِدَ شاهِدٌ مِنْ أَهْلِها إِنْ كانَ قَميصُهُ قُدَّ مِنْ قُبُلٍ فَصَدَقَتْ وَ هُوَ مِنَ الْكاذِبينَ

گفت: «او مرا به كامجويى از خود دعوت كرد»! و در‌اين‌هنگام، شاهدى از خانواده‌ی آن زن شهادت داد كه: «اگر پيراهنش از پيش‌رو پاره شده، آن زن راست مى‌گويد؛ و او از دروغگويان است».

He said: She sought to make me yield (to her); and a witness of her own family bore witness: If his shirt is rent from front, she speaks the truth and he is one of the liars:

તેણે કહ્યું કે તેણીએ મને પોતાની (શહેવત) માટે તલબ કર્યો હતો. તેણીના ખાનદાનમાંથી એક ગવાહી આપનાર એ ગવાહી આપી કે અગર તેનું પહેરણ સામેથી ફાટેલું હોય તો તેણી સાચું બોલે છે અને તે જૂઠાઓમાંથી છે.

12:27
وَ إِنْ كانَ قَميصُهُ قُدَّ مِنْ دُبُرٍ فَكَذَبَتْ وَ هُوَ مِنَ الصّادِقينَ

و اگر پيراهنش از پشت پاره شده، آن زن دروغ مى‌گويد؛ و او از راستگويان است».

And if his shirt is rent from behind, she tells a lie and he is one of the truthful.

અને અગર તેનું પહેરણ પાછળથી ફાટેલું હોય તો તેણી જૂઠું બોલે છે અને તે સાચાઓમાંથી છે.

12:28
فَلَمَّا رَأى قَميصَهُ قُدَّ مِنْ دُبُرٍ قالَ إِنَّهُ مِنْ كَيْدِكُنَّ إِنَّ كَيْدَكُنَّ عَظيمٌ

هنگامى‌كه [عزيز مصر] ديد پيراهن او از پشت پاره شده، گفت: «اين از مكر و حيله‌ی شما زنان است؛ كه مكر و حيله‌ی شما زنان، عظيم است!

So when he saw his shirt rent from behind, he said: Surely it is a guile of you women; surely your guile is great:

પછી જ્યારે તેણે તેનું પહેરણ પાછળથી ફાટેલું જોયું ત્યારે કહ્યું કે બેશક આ તમો ઔરતોની મક્કારી છે; બેશક તમારી મક્કારી મોટી હોય છે.

12:29
يُوسُفُ أَعْرِضْ عَنْ هذا وَ اسْتَغْفِري لِذَنْبِكِ إِنَّكِ كُنْتِ مِنَ الْخاطِئينَ

يوسف! از اين [جريان]، صرف‌نظر كن؛ و تو نيز اى زن از گناهت استغفار كن، زيرا تو از خطاكاران بودى».

O Yusuf! turn aside from this; and (O my wife)! ask forgiveness for your fault, surely you are one of the wrong-doers.

અય યુસુફ! તું આ (બનાવ)ને જવા દે; અને અય (ઝુલૈખા!) તું તારા ગુનાહની માફી માંગ, કારણકે તું ખતાકારોમાંથી છે.

12:30
وَ قالَ نِسْوَةٌ فِي الْمَدينَةِ امْرَأَتُ الْعَزيزِ تُراوِدُ فَتاها عَنْ نَفْسِهِ قَدْ شَغَفَها حُبًّا إِنَّا لَنَراها في ضَلالٍ مُبينٍ

[اين جريان در شهر منعكس شد]؛ گروهى از زنان شهر گفتند: «همسر عزيز، غلامش را به‌سوى خود دعوت مى‌كند. عشق [اين جوان]، در اعماق قلبش نفوذ كرده؛ ما او را در گمراهى آشكارى مى‌بينيم».

And women in the city said: The chiefs wife seeks her slave to yield himself (to her), surely he has affected her deeply with (his) love; most surely we see her in manifest error.

અને શહેરની ઔરતોએ કહ્યું કે મિસરના બાદશાહની બેગમ પોતાના ગુલામને પોતાની તરફ ખેંચે છે, તેણીના દિલમાં તેની મોહબ્બત વસી ગઇ છે; બેશક અમે તેણીને ખુલ્લી ગુમરાહીમાં જોઇએ છીએ.

← Surah 11 Surah 13 →