Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 121–130 of 286
2:121
الَّذينَ آتَيْناهُمُ الْكِتابَ يَتْلُونَهُ حَقَّ تِلاوَتِهِ أُولئِكَ يُؤْمِنُونَ بِهِ وَ مَنْ يَكْفُرْ بِهِ فَأُولئِكَ هُمُ الْخاسِرُونَ

كسانى كه كتاب آسمانى به آنها داده‌ايم ( يهود و نصارى) و آن را چنان كه شايسته‌ی آن است مى‌خوانند [و عمل مى‌كنند]؛ آنها به پيامبر اسلام ايمان می‌آورند؛ و كسانى كه به او كافر شوند، زيانكارند.

Those to whom We have given the Book read it as it ought to be read. These believe in it; and whoever disbelieves in it, these it is that are the losers.

જે લોકોને અમોએ કિતાબ આપી છે તેને એવી રીતે પઢે છે કે જેવી રીતે પઢવાનો હક છે; તેઓ તે (પયગંબર)ની ઊપર ઇમાન લાવશે; તથા જેઓ તેનો ઈન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.

2:122
يا بني‌اسرائيل اذْكُرُوا نِعْمَتِيَ الَّتي أَنْعَمْتُ عَلَيْكُمْ وَ أَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعالَمينَ

اى بنى‌اسرائيل! نعمتم را، كه به شما ارزانى داشتم، و شما را بر جهانيان برترى بخشيدم به يادآوريد.

O children of Israel, call to mind My favor which I bestowed on you and that I made you excel the nations.

અય બની ઇસરાઇલ ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને આપી હતી, અને એ કે મેં તમને તમામ દુનિયાના લોકો ઊપર ફઝીલત આપી.

2:123
وَ اتَّقُوا يَوْماً لا تَجْزي نَفْسٌ عَنْ نَفْسٍ شَيْئاً وَ لا يُقْبَلُ مِنْها عَدْلٌ وَ لا تَنْفَعُها شَفاعَةٌ وَ لا هُمْ يُنْصَرُونَ

و از روزى بترسيد كه كسى مجازات ديگرى را نمى‌پذيرد؛ و هيچ‌گونه غرامتى از او قبول نمى‌شود؛ و شفاعتى، او را سود نمى‌دهد؛ و [به هيچ صورت] يارى نخواهند شد.

And be on your guard against a day when no soul shall avail another in the least neither shall any compensation be accepted from it, nor shall intercession profit it, nor shall they be helped.

અને તે દિવસનો ડર રાખો કે જે દિવસે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના બદલા (સજા)ને કબૂલ કરશે, ન તેના તરફથી કોઈ પણ ફિદયો (બદલો) કબૂલ કરવામાં આવશે નહિ, અને ન કોઈની ભલામણ તેને ફાયદો આપી શકશે અને ન તો તેમને કોઈ સહાય કરવામાં આવશે.

2:124
وَ إِذِ ابْتَلى إِبْراهيمَ رَبُّهُ بِكَلِماتٍ فَأَتَمَّهُنَّ قالَ إِنِّي جاعِلُكَ لِلنَّاسِ إِماماً قالَ وَ مِنْ ذُرِّيَّتي قالَ لا يَنالُ عَهْدِي الظَّالِمينَ

و [ياد كنيد] هنگامى كه پروردگار ابراهيم، او را با دستوراتى آزمود؛ و او به طور كامل از عهده آنها برآمد. خداوند به او فرمود: «من تو را امام و پيشواى مردم قراردادم». ابراهيم گفت: «از دودمان من [نيز امامانى قرار بده]» خداوند فرمود: «پيمان من، به ستمكاران نمى‌رسد [مگر آنها كه شايسته‌اند]».

And when his Lord tried Ibrahim with certain words, he fulfilled them. He said: Surely I will make you an Imam of men. Ibrahim said: And of my offspring? My covenant does not include the unjust, said He.

અને જ્યારે ઈબ્રાહીમનું તેના પરવરદિગારે થોડાક શબ્દોથી ઇમ્તેહાન લીધું અને ઈબ્રાહીમ તેમાં કામ્યાબ થયા;* (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક હું તને લોકોનો ઈમામ બનાવું છું; (ઈબ્રાહીમે અરજ કરી) અને મારી ઓલાદમાંથી પણ? (અલ્લાહે) ફરમાવ્યું મારો આ (ઇમામતનો) હોદ્દો ઝાલિમો સુધી નહી પહોંચે.

2:125
وَ إِذْ جَعَلْنَا الْبَيْتَ مَثابَةً لِلنَّاسِ وَ أَمْناً وَ اتَّخِذُوا مِنْ مَقامِ إِبْراهيمَ مُصَلًّى وَ عَهِدْنا إِلى إِبْراهيمَ وَ إِسْماعيلَ أَنْ طَهِّرا بَيْتِيَ لِلطَّائِفينَ وَ الْعاكِفينَ وَ الرُّكَّعِ السُّجُودِ

و [به يادآوريد] هنگامى كه خانه‌ی كعبه را محلّ بازگشت [و اجتماع] مردم و مركز امن قرارداديم. و [به مردم گفتيم:] از مقام ابراهيم، عبادتگاهى براى خود انتخاب كنيد. و از ابراهيم و اسماعيل پيمان گرفتيم كه: «خانه‌ی مرا براى طواف‌كنندگان و مجاوران و ركوع‌كنندگان سجده‌گزار (نمازگزاران) پاكيزه سازيد».

And when We made the House a pilgrimage for men and a (place of) security, and: Appoint for yourselves a place of prayer on the standing-place of Ibrahim. And We enjoined Ibrahim and Ismail saying: Purify My House for those who visit (it) and those who abide (in it) for devotion and those who bow down (and) those who prostrate themselves.

અને જ્યારે અમોએ આ ધર (કાઅબા)ને તમામ લોકોના ભેગા થવાની જગ્યા અને સલામતીની જગ્યા બનાવી; (અને હુકમ કર્યો કે) ઈબ્રાહીમના (ઊભા રહેવાના) સ્થાનને (તમારી) નમાઝની જગ્યા બનાવો; અને ઈબ્રાહીમ તથા ઈસ્માઈલથી અમોએ અહદ લીધો કે તમે બન્ને મારા ધરને તવાફ કરનારાઓ તથા એઅતેકાફ કરનારાઓ માટે તથા રૂકૂઅ તથા સજદો કરનારાઓ માટે પાક અને સાફ રાખો.

2:126
وَ إِذْ قالَ إِبْراهيمُ رَبِّ اجْعَلْ هذا بَلَداً آمِناً وَ ارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَراتِ مَنْ آمَنَ مِنْهُمْ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ قالَ وَ مَنْ كَفَرَ فَأُمَتِّعُهُ قَليلاً ثُمَّ أَضْطَرُّهُ إِلى عَذابِ النَّارِ وَ بِئْسَ الْمَصيرُ

و [به ياد آوريد] هنگامى را كه ابراهيم گفت: «پروردگارا! اين سرزمين را شهر امنى قرار ده؛ ‌و اهل آن را ‌ آنها كه به خدا و روز بازپسين، ايمان آورده‌اند ‌ از ثمرات [گوناگون] روزى ده». فرمود: «[خواسته‌ات را پذيرفتم] و به هركس كه كافر شود، بهره‌ی اندكى خواهم‌داد؛ سپس آنها را به عذاب دوزخ مى‌كشانم؛ ‌ و چه بد فرجامى است»!

And when Ibrahim said: My Lord, make it a secure town and provide its people with fruits, such of them as believe in Allah and the last day. He said: And whoever disbelieves, I will grant him enjoyment for a short while, then I will drive him to the chastisement of the fire; and it is an evil destination.

અને જ્યારે ઈબ્રાહીમે કહયુ કે અય મારા પરવરદિગાર! આ સ્થળને સલામતીનું શહેર બનાવ અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવે (તેમને) ફળફળાદીની રોજી અતા કર; (અલ્લાહે) ફરમાવ્યું - પણ જેઓ નહિ માનનારા હશે તેમને થોડા સમય માટે સુખ ભોગવવા દઈશ પછી તેઓને આગના અઝાબ તરફ ખેંચી જઇશ; તે ધણો ખરાબ અંજામ છે.

2:127
وَ إِذْ يَرْفَعُ إِبْراهيمُ الْقَواعِدَ مِنَ الْبَيْتِ وَ إِسْماعيلُ رَبَّنا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّميعُ الْعَليمُ

و [به يادآوريد] هنگامى را كه ابراهيم و اسماعيل، پايه‌ها‌ى خانه كعبه را بالا مى‌بردند؛ ‌ [و مى‌گفتند:] «پروردگارا! از ما بپذير، كه تويى شنوا و دانا.

And when Ibrahim and Ismail raised the foundations of the House: Our Lord! accept from us; surely Thou art the Hearing, the Knowing:

અને જ્યારે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ ખાનએ કાઅબાની બુનિયાદ ઊભી કરી રહ્યા હતા; (ત્યારે કહ્યું) અય અમારા પરવરદિગાર! અમારી (આ સેવા) કબૂલ કર; બેશક તું સાંભળનાર અને જાણનાર છે.

2:128
رَبَّنا وَ اجْعَلْنا مُسْلِمَيْنِ لَكَ وَ مِنْ ذُرِّيَّتِنا أُمَّةً مُسْلِمَةً لَكَ وَ أَرِنا مَناسِكَنا وَ تُبْ عَلَيْنا إِنَّكَ أَنْتَ التَّوَّابُ الرَّحيمُ

پروردگارا! ما را تسليم [فرمان] خود قرار ده؛ ‌و از دودمان ما امّتى كه تسليم [فرمان] تو باشند، به وجود آور؛ ‌و شيوه‌ی عبادتمان را به ما نشان ده و توبه‌ی ما را بپذير، كه تويى توبه‌پذير مهربان.

Our Lord! and make us both submissive to Thee and (raise) from our offspring a nation submitting to Thee, and show us our ways of devotion and turn to us (mercifully), surely Thou art the Oft-returning (to mercy), the Merciful.

અને અય અમારા પરવરદિગાર! અમો બન્નેને તારા ફરમાબરદાર બંદા બનાવ અને અમારી ઓલાદમાંથી પણ એક મુસ્લિમ (ફરમાંબરદાર) ઉમ્મત પૈદા કર, અમને અમારા મનાસિક (ઇબાદતો) બતાવ અને અમારી તૌબા કબૂલ કર, બેશક તું તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.

2:129
رَبَّنا وَ ابْعَثْ فيهِمْ رَسُولاً مِنْهُمْ يَتْلُوا عَلَيْهِمْ آياتِكَ وَ يُعَلِّمُهُمُ الْكِتابَ وَ الْحِكْمَةَ وَ يُزَكِّيهِمْ إِنَّكَ أَنْتَ الْعَزيزُ الْحَكيمُ

پروردگارا! پيامبرى در ميان آنها از خودشان برانگيز تا آيات تو را بر آنان بخواند و آنها را كتاب و حكمت بياموزد، و پاكيزه كند؛ ‌زيرا تو توانا و حكيمى [وبر اين كار، قادرى] ».

Our Lord! and raise up in them an Apostle from among them who shall recite to them Thy communications and teach them the Book and the wisdom, and purify them; surely Thou art the Mighty, the Wise.

અય અમારા પરવરદિગાર! તેઓમાંથી જ એક રસૂલ મોકલ. જે તેઓની સામે તારી આયતોની તિલાવત કરે તથા કિતાબ અને હિકમત (સદબુદ્ઘિ)ની તાલીમ આપે તથા તેઓને પાકીઝા બનાવે; બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.

2:130
وَ مَنْ يَرْغَبُ عَنْ مِلَّةِ إِبْراهيمَ إِلاَّ مَنْ سَفِهَ نَفْسَهُ وَ لَقَدِ اصْطَفَيْناهُ فِي الدُّنْيا وَ إِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحينَ

جز افراد سفيه و نادان، چه كسى از آيين ابراهيم، [كه آيين پاكى و يگانه‌پرستى است] روى‌گردان خواهدشد؟! ما او را در دنيا برگزيديم؛ ‌ و او در آخرت، از صالحان است.

And who forsakes the religion of Ibrahim but he who makes himself a fool, and most certainly We chose him in this world, and in the hereafter he is most surely among the righteous.

અને એવો કોણ છે જે ઈબ્રાહીમના મઝહબથી મોંઢું ફેરવે, સિવાય તેના કે જેણે પોતે પોતાને મૂર્ખ બનાવ્યો હોય; અને બેશક અમોએ તેને દુનિયામાં ચૂંટી કાઢ્યો, અને આખેરતમાં પણ તે નેક કીરદાર લોકોમાંથી હશે.

← Surah 1 Surah 3 →